________________
સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૫૯ હે તવંગી! ધર્મ-અધર્મની અવસ્થા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોમાંથી કયા પ્રમાણથી ઇષ્ટ છે? અર્થાત્ કોઇ પ્રમાણથી ઈષ્ટ નથી. હે મુગ્ધા! તેથી આ શરીર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતના સંયોગથી ઉત્પન્ન થાય છે, નહિ કે પુણ્ય-પાપથી. તેથી હે સુંદરી! યૌવન જ્યાં સુધીમાં ખતમ ન થઇ જાય ત્યાં સુધીમાં યુવાનોની સાથે વિલાસ કર, અન્યથા તું અતિશય ખેદ કરીશ. હે દીર્ધાક્ષી! પરભવને કોણે જોયો છે? અહીં શરીરને અગ્નિથી રાખનો ઉકરડો કરી દેવામાં આવે છે. તેથી પરલોકમાં કોણ જશે? તેથી હે સુતનુ! ક્રીડા કરવાની ઇચ્છાવાળો આ તારો દાસજન થાઓ! તું પણ પાંચ પ્રકારના વિષયસુખોને પ્રાપ્ત કરીને કૃતાર્થ થા. અથવા આવી વસ્તુસ્થિતિ હોવા છતાં જો તું ધર્મસંબંધી અસદ્ આગ્રહને છોડતી નથી તો તારા માતા-પિતા શિવ આદિ કહેલા ધર્મને કરે છે. તેથી તું પણ તે જ ધર્મને કર. કારણ કે તે જ ધર્મ જગતમાં સારી રીતે પ્રસિદ્ધ છે. સ્નાન, દાન અને શૌચ તેમાં જ મુખ્ય જણાય છે. રાજા વગેરે ઉત્તમપુરુષોથી જે ધર્મ કરાય છે તેને છોડીને જેઓ અન્યધર્મને વળગે છે તેઓ મૂઢ જ છે, પણ બુદ્ધિમાન નથી.
વાદમાં વિમલયશાનો ઉત્તરપક્ષ ઇત્યાદિ અમરદત્તે કહ્યું એટલે વિમલયશાએ કંઈક હસીને કહ્યું: તે સારું કહ્યું. પણ તું ધર્મ નથી એમ જે કહે છે તે અયુક્ત છે. ધર્મનો પ્રભાવ સંપૂર્ણ ત્રણે લોકમાં પ્રગટ છે. (૨૫) ધર્મ અનુમાન આદિ પ્રમાણથી અત્યંત સિદ્ધ થયેલો છે. આ વિષે તને હું પ્રગટ કહું છું. તે આ પ્રમાણે–જેવી રીતે ધુમાડાથી અગ્નિ સિદ્ધ થાય છે તે રીતે આરોગ્ય, કીર્તિ, બુદ્ધિ, વૈભવ અને રૂપ વગેરે કાર્યરૂપ લિંગથી ધર્મ છે એમ સિદ્ધ થાય છે. વિપરીત કાર્યરૂપ લિંગથી અધર્મ પણ નિશ્ચિતરૂપે જણાય છે. હવે આરોગ્ય વગેરે ધર્મનું કાર્ય કેવી રીતે હોય એ અંગે કહું છું કે જો વિપરીત માનવામાં આવે તો પ્રમાણનો વિરોધ આવે છે. તે પ્રમાણ આ છે- કાલ વગેરે તુલ્યસામગ્રીવાળા પણ દેવદત્ત વગેરે જીવો અતિશય ભિન્ન સુખ-દુઃખ આદિ પર્યાયોને જે અનુભવે છે તે ધર્મ અને અધર્મ વિના ક્યારેય ન હોય. ઇન્દ્રધનુષ્ય આદિની વિચિત્રતા સ્વભાવથી જ છે એમ તું જે કહે છે તે પણ યુક્ત નથી. કારણ કે ત્યાં પણ હું તને પૂછું છું કે- તે સ્વભાવ જીવોથી ભિન્ન છે કે અભિન્ન? જો ભિન્ન છે એ પ્રમાણે કહે છે તો તે ભિન્ન પણ એકરૂપ છે કે અનેકરૂપ છે તે કહે. જો ભિન્ન સ્વભાવ એકરૂપ છે એમ તું કહે છે તો જીવોમાંથી સદાય સ્વભાવ થાય. તથા કાર્ય પણ એકરૂપ (=એકસરખું) થાય, સુખ-દુઃખ વગેરે ભિન્ન કાર્ય ન થાય. હવે જો સ્વભાવ અનેક રૂપ છે તો માત્ર નામભેદથી ધર્મ સિદ્ધ થયો.
૧. તન્વી = પાતળા શરીરવાળી સ્ત્રી. ૨. પટ્ટ(gg) = મુખ્ય. ઉ. ૧૮ ભા.૧