________________
૨૬૦-સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દષ્ઠત માત્ર નામભેદના કારણે ધર્મ-અધર્મમાં કોઈ વિવાદ નથી. હવે જો સ્વભાવ જીવોથી અભિન્ન છે તો એ સ્વભાવ જીવમાત્ર છે જીવસ્વરૂપ છે, જીવ સિવાય બીજો કોઈ વિશેષ પદાર્થ નથી. તેથી તે સુખાદિભાવમાં સદા હોય, અથવા કયારેય ન હોય. હવે જો સ્વભાવ વસ્તુવિશેષ (=વિશેષ કોઈ વસ્તુ) હોય અથવા વસ્તુનો ધર્મ હોય તો ભિન્નઅભિન્ન એ બે વિકલ્પની કલ્પના સંગત થાય. પણ સ્વભાવ વસ્તુવિશેષ કે વસ્તુનો ધર્મ નથી. કારણ કે સ્વભાવ કારણ વિના માત્ર થવા રૂપ જ છે. જો આ પ્રમાણે છે તો કારણના અભાવની સદાય તુલ્યતા છે, અર્થાત્ સુખ-દુઃખાદિ કાર્યમાં કારણનો અભાવ સમાન છે. આથી સુખાદિ પર્યાયો એકી સાથે થાય વગેરે દૂષણનો પ્રસંગ આવે.
દૃષ્ટાંતમાં વર્ણ આદિની ઉત્પત્તિને કેવળ સ્વભાવથી જ જે માને છે તે પણ યુક્તિક્ષમ નથી. કારણ કે સ્વનો ભાવ તે સ્વભાવ. આ સ્વભાવ પોતાની વિશેષતાથી સર્વવસ્તુઓનો હોય છે. તેથી નિયમા સર્વવસ્તુઓના વર્ણાદિપર્યાયોની ઉત્પત્તિ તુલ્ય થાય અને સતત થાય. તેમાં (=વર્ણાદિપર્યાયોની અસમાન ઉત્પત્તિમાં) ક્ષેત્ર-કાલ વગેરે કોઈ નિયામક છે એમ માનવું પણ યોગ્ય નથી. કારણ કે ક્ષેત્ર અને કાલ તુલ્ય હોવા છતાં ગંધર્વનગર, ઇન્દ્રધનુષ અને વાદળ આદિના પર્યાયો પૃથક્ પૃથક્ ભિન્ન થાય છે. તેથી અહીં લોકના સાધારણ વિપાકવાળા (=બધાને સમાન ફળ આપનારા) ધર્મ-અધર્મ પણ હેતુ તરીકે માનવા એ યોગ્ય છે. સકલ લોકના ધર્મ-અધર્મ પ્રમાણે ઈષ્ટ-અનિષ્ટના સૂચક વાદળ આદિના વર્ણ આદિ થાય છે. તેથી કોઈ પણ વસ્તુ કેવળ સ્વભાવથી થતી નથી. કોઇપણ કાર્યમાં કર્મ, ભવ, ક્ષેત્ર અને કાલ આદિથી યુક્ત સ્વભાવ કારણ છે.
પાંચભૂતોના યોગથી શરીરની ઉત્પત્તિ જે કહી તે પણ પાંચભૂતોનો યોગ કરાવનાર જીવ વિના ઘટતી નથી. કેવળ સ્વભાવથી જ તે પાંચનો યોગ થાય છે એમ માનવામાં પૂર્વે વર્ણવેલા દોષો થાય છે. જો જીવ શરીરને કરે છે તો સકર્મ જીવ કરે છે કે અકર્મ જીવ કરે છે? જો અકર્મ (કર્મની સહાય વિના) જીવ કરે છે તો પોતાને જેવું જેવું શરીર ઇષ્ટ હોય તેવું તેવું કરે. પણ કૂરૂપતા આદિને કારણે તે ઘટતું નથી. હવે જો સકર્મ (કર્મસહિત) જીવ શરીર કરે છે તો શુભ-અશુભ વિભાગથી કર્મ ભિન્ન છે. જો કર્મ ભિન્ન ન હોય તો બધાય જીવો સુરૂપવાળા હોય કે કુરૂપવાળા હોય.
હવે જો ભૂતોનો સંયોગ કરનાર ઈશ્વર વગેરે કોઇ છે એમ કહેતા હો તો પ્રશ્ન થાય કે તે ઇશ્વર વગેરે જીવ છે કે અજીવ છે? રૂપી છે કે અરૂપી છે? શરીરવાળો છે કે શરીરરહિત છે? આદિ છે કે અનાદિ છે? નિત્ય છે કે અનિત્ય છે? રાગી છે કે