________________
૨૧૪-શીલધર્મ)
ઉપદેશમાલા (પુષ્પમાલા) [શીલ જ ઉપાદેય છે. અહીં જે ઉત્કૃષ્ટ માનસિક શલવિરાધન યથોક્ત રીતે પ્રાણાતિપાત આદિનું નિમિત્ત બને છે તે જ માનસિક શીલવિરાધન નરક દુઃખના કારણ તરીકે વિવક્ષિત છે. એથી જેટલા જીવો માનસિક શીલવિરાધન કરે તેટલા બધાય જીવોનું માનસિક શલવિરાધન નરકદુઃખનું કારણ બને એવી બુદ્ધિથી અતિપ્રસંગની શંકા ન કરવી. શીલના માહાસ્યની પ્રસિદ્ધિ માટે જ ગ્રંથકાર કહે છે
चिंतामणिणा किं तस्स? किंच कप्पहुमाइवत्थुहिं ?। चिंताईयफलकरं, सीलं जस्सऽत्थि साहीणं ॥ ६९॥
ચિંતવેલાથી અધિક ફલ કરનારું શીલ જેને સ્વાધીન છે તેને ચિંતામણિથી શું? કલ્પવૃક્ષ વગેરે વસ્તુઓથી શું? અર્થાત્ તેને ચિંતામણિ વગેરેની કોઈ જરૂર રહેતી નથી.
વિશેષાર્થ– ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ વગેરે વસ્તુઓ જે ચિંતવેલાં હોય, કલ્પેલાં હોય, ઇચ્છેલાં હોય તેવાં સુવર્ણલાભ વગેરે જ ફલોને આપે છે, જ્યારે શીલ તો મોક્ષપ્રાપ્તિ વગેરે જે ફળો ચિંતવેલાં ન હોય તે ફળો પણ આપે છે. એથી શીલ જ ઉપાદેય છે. ચિંતામણિ વગેરેથી શું? [૬૯]
આ પ્રમાણે જે શીલ સઘળા જિનેશ્વરોએ બતાવ્યું છે અને પોતે પણ જે શીલને ભવસમુદ્રમાં (=ભવસમુદ્રને તરવા માટે) વહાણ કર્યું છે, જે શીલ દેવસમૂહ અને મનુષ્યસમૂહની પૂજાનું કારણ છે, અર્થાત્ જે શીલના પ્રભાવથી દેવો અને મનુષ્યો પૂજે છે, સગુણોની પ્રાપ્તિ કરાવનાર તે શીલ જગતમાં જય પામે છે. (૧) શત્રુઓના ઘરોમાંથી ભિક્ષાદ્વારા પ્રાણનો નિર્વાહ કરવો એ સારું છે, અગ્નિમાં પડીને બળીને દેહથી છૂટકારો થાય એ હજી સારું છે, વિષમ મોટા પર્વતના 'પ્રસ્થ ઉપરથી પવિત્ર પાત કરવો એ હજી સારું છે. તો પણ નિપુણ જીવોને શીલનો ભંગ ઈષ્ટ થતો નથી. [૨] આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલા વિવરણમાં શીલધર્મનું સમર્થન કર્યું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં શીલધર્મ દ્વારનો રાજશેખરસૂરિકૃત
ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અતિપ્રસંગ એટલે અલક્ષ્યમાં પણ લક્ષણનું જવું. પ્રસ્તુતમાં માનસિકશીલવિરાધન નરકદુઃખનું કારણ છે એટલું જ
કહેવામાં આવે તો જે જીવો સામાન્ય માનસિક શીલવિરાધનાના કારણે નરકમાં જતા નથી તે જીવોમાં પણ આ લક્ષણ જાય, અને એથી અતિપ્રસંગ થાય. પ્રસ્તત્વમાં જે ઉત્કૃષ્ટ માનસિકશીલવિરાધન પ્રાણાતિપાત આદિનું કારણ
બને તે માનસિકશીલવિરાધન નકદુ:ખનું કારણ છે એવી વિવેક્ષા હોવાથી અતિપ્રસંગ થતો નથી. ૨. પ્રસ્થ=પર્વત ઉપરનો જમીનનો સપાટ ભાગ.