________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [નમિરાજાનું ચરિત્ર-૨૧૩ નથી એવા અમે સુખે રહીએ છીએ અને સુખે જીવીએ છીએ. મિથિલાનગરી બળી રહી છે તેમાં મારું કંઈ પણ બળતું નથી. પુત્ર-સ્ત્રીનો ત્યાગ કરનારા અને (લૌકિક) વ્યાપારથી રહિત સાધુને કંઇપણ પ્રિય નથી અને કંઈપણ અપ્રિય પણ નથી. ફરી ઈદ્ર કહ્યું ક્ષત્રિય! નગરના વિવિધ મંત્રોથી યુક્ત અને અતિદુર્ગમ કિલ્લો કરાવીને પછી દીક્ષા લો. રાજર્ષિએ કહ્યું: સંયમ મારું નગર છે અને તે નગરમાં મેં જાતે વિધિરૂપ યંત્રોથી યુક્ત પ્રશમરૂપ દુર્ગમ કિલ્લો કર્યો છે. ફરી ઈદ્ર કહ્યું: હે ક્ષત્રિય! લોકોના નિવાસ માટે શાશ્વતા અને અતિશય મનોહર મહેલો કરાવીને પછી તમે દીક્ષા લો. નમિરાજર્ષિએ કહ્યું: રસ્તામાં ચાલતો પુરુષ જે મૂઢ હોય તે જ રસ્તામાં ઘર કરે. જ્યાં નિશ્ચયથી (=સ્થિર) રહેવાનું હોય ત્યાં જ ઘર કરવું યુક્ત છે. ઇંદ્રે કહ્યું: ચોરોનો નિગ્રહ કરીને પ્રજાને સ્વસ્થ કરીને દીક્ષા લો. મુનિએ કહ્યું: જે યુદ્ધમાં દુર્જય લાખો પુરુષોને જીતે તે એક આત્માને જીતે એ તેનો પરમ જય છે. ઈદ્ર કહ્યું. અહીં ગૃહસ્થાશ્રમ સમાન અન્ય કયો ધર્મ છે? તેમાં દીન-અનાથ વગેરે પ્રાણીઓને દાન આપવામાં આવે છે. સાધુએ કહ્યું: જીવહિંસામાં રત એવો ગૃહસ્થ ક્યાંક જે ધર્મ કરે છે તે ધર્મ સાધુધર્મ રૂપ પર્વત આગળ રાઈ જેટલો પણ નથી. ઈદ્ર કહ્યું છે ક્ષત્રિય! રાજભંડારમાં સુવર્ણ, મણિ, મોતી, કાંસુ, વસ્ત્ર અને વાહન વધારીને પછી દીક્ષા લો. સાધુએ કહ્યું. સુવર્ણના પર્વત તુલ્ય ઢગલાઓ થાય તો પણ અસંતુષ્ટ તે જીવને તે પ્રમાણે વિરતિ(=સંતોષ) ક્યાંથી થાય? ઇંદ્ર કહ્યું: હે રાજન! નહિ આવેલા(=મળેલા) ભોગો માટે હાથમાં આવેલા ભોગોને આ રીતે છોડે છે, તેથી તું મૂઢ છે. રાજિષએ કહ્યું: ભોગોની આશંસાથી હું મળેલા ભોગોને છોડતો નથી. અજીર્ણ દોષ થયો હોય ત્યારે કયો ડાહ્યો પુરુષ ઘી પીએ? ભોગસુખો શલ્યરૂપ છે, વિષરૂપ છે, આશીવિષ તુલ્ય છે. ભોગસુખોને ઇચ્છતા જીવો ઇચ્છા ન હોવા છતાં દુર્ગતિમાં જાય છે. આ પ્રમાણે કહેવા છતાં નમિરાજર્ષિ મેરુપર્વત પવનથી ચલિત ન થાય તેમ ચલિત ન થયા. તેથી હર્ષ પામેલો ઈંદ્ર પ્રત્યક્ષ થયો. મુનિને નમીને છેત્રે કહ્યું: હે મહાયશસ્વી! તમારું કુલ અને ગોત્ર વિશ્વમાં પણ વખણાય છે. કારણ કે તમોએ વસ્ત્રમાં લાગેલા તૃણની જેમ આ ઋદ્ધિ છોડી દીધી છે. હે મુનીંદ્ર! તમે આકાશની જેમ ક્યાંય મમત્વરૂપ કાદવથી લેપાતા નથી. તમોએ રાગાદિ શત્રુવર્ગનો સર્વથા નિગ્રહ કર્યો છે. આ ઉત્તમ શ્રદ્ધાથી નમિરાજર્ષિની પ્રશંસા કરતો અને ત્રણ પ્રદક્ષિણા કરતો ઇંદ્ર નમિરાજર્ષિને વારંવાર વંદન કરે છે. પછી મુનિવરના ચક્ર-અંકુશના લક્ષણવાળાં ચરણોને વંદન કરીને જેના મણિના કુંડલો હાલી રહ્યા છે એવો ઇંદ્ર આકાશમાં ઉડ્યો. રોષરહિત અને તોષ રહિત નમિમુનિ દીક્ષાને પાળીને મોક્ષમાં ગયા. બીજા પણ પુરુષો આ જ કરે છે. [૬૮]
આ પ્રમાણે મણિરથનું ચરિત્ર પૂર્ણ થયું. પ્રસંગથી નમિચરિત્ર પણ પૂર્ણ થયું.