________________
ચરણશુદ્ધિ દ્વાર].
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરતિને અયોગ્ય કોણ? ૩૨૧ અહીં પણ આ ગુણો માત્ર ઉપલક્ષણ છે. એથી વયને પ્રાપ્ત થયો હોય, અર્થાત્ દીક્ષાને યોગ્ય વયવાળો હોય, નિરોગી હોય, કલ્યાણા હોય, અર્થાત્ ખોડ-ખાપણથી રહિત અને પાંચ ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય ઇત્યાદિ બીજા પણ ગુણો અહીં જોવા. [૧૨૨] ' 'અન્વય-વ્યતિરેકથી નિશ્ચિત કરાયેલ અર્થ સારી રીતે સમજી શકાય છે. (કે સારી રીતે માની શકાય છે.) આથી અન્વયથી સર્વવિરતિને યોગ્ય જીવો કહ્યા. હવે તેનાથી વિપરીત અયોગ્ય જીવોને કહે છે
अट्ठारस पुरिसेसं, वीसं इत्थीसु दस नपुंसेसु । जिणपडिकुट्ठत्ति तओ, पव्वावेउं न कप्पंति ॥ १२३॥
પુરુષોમાં અઢાર, સ્ત્રીઓમાં વીસ અને નપુંસકમાં દશ જિનથી નિષેધ કરાયા છે. આથી તે જીવો બહુદોષનો સંભવ હોવાથી દીક્ષા આપવાને માટે યોગ્ય નથી. [૧૨૩].
તેમાં પુરુષોમાં જે અઢાર અયોગ્ય છે તેમને બતાવતા ગ્રંથકાર કહે છેबाले १ बुड्ढे २ नपुंसे ३ य, कीवे ४ जड्डे ५ य वाहिए ६ । तेणे ७ रायावगारी ८ य, उम्मत्ते ९ य अदंसणे १० ॥ १२४॥ दासे ११ दुढे १२ य मूढे १३ य, अणत्ते १४ जुंगिए १५ इय ।
ओवद्धए १६ य भयए १७, य सेहनिफेडिया १८ इय ॥१२५॥
બાલ, વૃદ્ધ, નપુંસક, ક્લબ, જરૂ, રોગી, ચોર, રાજાનો અપકારી, ઉન્મત્ત, અદર્શન, દાસ, દુષ્ટ, મૂઢ, દેવાદાર, જુગિત, અવબદ્ધક, મૃતક, શૈક્ષનિષ્ફટિકા- આ અઢાર પુરુષો દીક્ષા આપવાને અયોગ્ય છે. વિશેષાર્થ(૧) બાલ- અહીં આઠ કે સાત વર્ષ સુધી બાળક કહેવાય છે. (૨) વૃદ્ધ- ૭૦ વર્ષ પછી વૃદ્ધ કહેવાય છે. બીજાઓ કહે છે કે– ૭૦ વર્ષ પહેલાં પણ ઇન્દ્રિયોની
હાનિ જોવામાં આવતી હોવાથી ૬૦ વર્ષ પછી પણ વૃદ્ધ કહેવાય. (૩) નપુંસક– જે ન સ્ત્રી હોય અને ન તો પુરુષ હોય તે નપુંસક. (૪) કલીબ- સ્ત્રીઓ ભોગ માટે નિમંત્રણ કરે, અથવા અગુપ્ત અંગોવાળી સ્ત્રીઓના
૧. પ્રસ્તુતમાં અન્વય એટલે વિધાન. વ્યતિરેક એટલે નિષેધ. આવા ગુણવાળાને દીક્ષા આપવી એ અન્વય છે.
આવા દોષવાળાને દીક્ષા ન આપવી તે વ્યતિરેક છે.