SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિરતિને અયોગ્ય કોણ? અંગોપાંગોને જોઇને, અથવા સ્ત્રીઓના કામવાળા વચનો વગેરે સાંભળીને કામનો અભિલાષ ઉત્પન્ન થાય, અને કામવેદનાને જે સહન ન કરી શકે તે (પુરુષની આકૃતિવાળો) ક્લીબ છે. (૫) જડુ– જડુના ભાષાજડુ, શરીરજડુ અને કરણજડુ એમ ત્રણ પ્રકાર છે. ભાષાજડુ પણ જલમૂક, મન્મનમૂક અને એલકમૂક એમ ત્રણ પ્રકારે છે. જલમાં ડૂબેલાની જેમ બુડ્ઝ આવાજ કરે તે જલમૂક. બોલતા એવા જેનું વચન ખચકાતું હોય તેમ સ્ખલના પામે તે મન્મનમૂક. જે મૂંગો હોવાના કારણે ઘેટાની જેમ માત્ર શબ્દ કરે=અસ્પષ્ટ શબ્દ કરે તે એલકમૂક છે. જે અત્યંત સ્થૂલ હોવાના કારણે માર્ગમાં, ભિક્ષા માટે ચાલવામાં અને વંદન વગેરે ક્રિયા કરવા માટે અસમર્થ હોય તે શરીરજડ્ડ છે. કરણ એટલે ક્રિયા. ક્રિયામાં જડ્ડ તે કરણજડુ. સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સંયમપાલન વગેર ક્રિયાનો અનેકવાર ઉપદેશ આપવા છતાં જડુ હોવાના કારણે ક્રિયાને સમજી શકે નહિ તે કરણજડુ છે. (૬) રોગી ભગંદર, અતિસાર, કોઢ, બરોળનો રોગ, શૂળ, મસા વગેરે રોગોથી ઘેરાયેલ. (૭) ચોર– ખાતર પાડવું, ખોદવું, માર્ગમાં લૂંટવું વગેરે ચોરીના કામમાં તત્પર. (૮) રાજાનો અપકારી– રાજભંડાર, અંતઃપુર, રાજાનું શ૨ી૨, રાજપુત્ર વગેરેનો દ્રોહ કરનાર. (૯) ઉન્મત્ત- યક્ષ વગેરેથી કે પ્રબલ મોહોદયથી પરવશપણાને પમાડાયેલ. (૧૦) અદર્શન અદર્શન એટલે અંધ. (જેને દર્શન= સમ્યક્ત્વ નથી એવી વ્યુત્પત્તિથી) સ્યાનર્ધિનિદ્રાવાળો પણ અહીં જાણવો. (૧૧) દાસ- ગૃહદાસીથી જન્મેલો હોય, અગર દુકાળ વગેરેમાં ધન આપીને ખરીદેલો હોય, અથવા ઋણ આદિના કારણે રોકી લીધો હોય= તાબામાં રાખ્યો હોય તે દાસ. (૧૨) દુષ્ટ– દુષ્ટના કષાયદુષ્ટ અને વિષયદુષ્ટ એમ બે ભેદ છે. સરસવની ભાજીમાં આસક્ત સાધુની જેમ ઉત્કટ કષાયવાળો કષાયદુષ્ટ છે. પરસ્ત્રી આદિમાં અતિશય આસક્ત વિષયદુષ્ટ છે. (૧૩) મૂઢ– જે સ્નેહથી અથવા અજ્ઞાનતા વગેરેના કારણે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જાણવામાં શૂન્ય મનવાળો. (૧૪) દેવાદાર- જે રાજા વગેરેના સોના વગેરેને ધારણ કરે છે, અર્થાત્ જેના ઉપર રાજા વગેરેના સોના વગેરેનું દેવું હોય, તે દેવાદાર. (૧૫) જુગિત– જાતિ, કર્મ અને શરીર વગેરેથી દૂષિત થયેલ જંગિત છે. ચમાર, કોળી, વરંડ, ચાંડાલ અને છીપા વગે૨ે અસ્પૃશ્યો જાતિજુંગિત છે. સ્પૃશ્ય હોવા છતાં સ્ત્રી
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy