________________
૩૨- અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
શિાંતિનાથચરિત્ર ખોળામાં રાખીને ચિતામાં આરૂઢ થયો. વાળાસમૂહને છોડતો અગ્નિ સળગાવ્યો. તેટલામાં આકાશમાંથી બે વિદ્યાધરો જલદી ત્યાં આવ્યા. એકે પાણીને મંત્રીને ચિતા પર છાંટ્યું. તેથી વિદ્યા મુખથી અટ્ટહાસ્ય કરતી નાશી ગઈ. આશ્વાસન પામેલા રાજાએ વિદ્યાધરોને પૂછ્યું: આ શું છે? વિદ્યાધરોએ કહ્યુંહે નરાધિપ! શ્રી અમિતતેજ વિદ્યાધરસ્વામીના પરિવારમાં અમે વિદ્યાધર પિતા-પુત્ર છીએ. જિનભવનોને વંદન કરવા માટે અમે નીકળ્યા હતા. જિન ભવનોને વંદન કરીને પાછા ફરેલા અમોએ અહીં અશનિઘોષ વડે હરણ કરાયેલી સુતારાનો કરુણ શબ્દ સાંભળ્યો. તેથી યુદ્ધ માટે સજ્જ થયેલા અમોએ પાપી તેનો પરાભવ કર્યો. પછી સુતારાએ અમને કહ્યું: આ પાપીએ મારા સ્થાને વેતાલી મહાવિદ્યા મૂકી છે. તેથી તેનાથી ઠગાયેલો રાજા જેટલામાં પોતાના પ્રાણોને ન મૂકે તેટલામાં તમે મારા ઉપર દયા કરીને ત્યાં પહોંચી જાઓ. તેના જીવનનું રક્ષણ કરો. જેથી હું પણ રક્ષાયેલી થાઉં. પણ જો રાજા મૃત્યુ પામશે તો એનાથી મૂકાયેલી પણ હું મરી જઈશ. ચંદ્ર અસ્ત થતાં જ્યોત્સા અર્ધીક્ષણવાર પણ રહેતી નથી. તેથી યુદ્ધનો ઉદ્યમ મૂકીને તમે ત્યાં જાવ. હે નરાધિપ! સુતારાનું યુક્તિયુક્ત આ વચન સાંભળીને અમે પણ અહીં આવ્યા, અને ચિતા ઉપર પાણી છાટ્યું. વેતાલી વિદ્યા નાશી ગઈ અને તમે આશ્વાસન પામ્યા. આ પ્રમાણે સાંભળીને સુતારા જીવે છે એથી રાજા હર્ષ પામ્યો. પણ તેનાથી અપહરણ કરાઈ એવા વિચારથી અગ્નિની જેમ સળગી ઉઠ્યો. હે સેનાધિપતિઓ ! ચતુરંગ સૈન્યને જલદી તૈયાર કરો. જેથી અધમ ખેચરને મૃત્યુના ભયંકર મુખરૂપ ગુફામાં લઈ જાઉં. આ પ્રમાણે બોલતા રાજાને વિદ્યાધરોએ કહ્યું: હે દેવ! ધીરા થાઓ. શિયાળ એવો તે સિંહ એવા આપની પાસેથી પલાયન થવા કેવી રીતે સમર્થ બને ?
અશનિઘોષ વિદ્યાધરે કેવલી ભગવંતનું શરણ સ્વીકાર્યું આ વૃત્તાંત કોઈ પણ રીતે વિદ્યાધર રાજા અમિતતેજે જાણ્યો. જાણીને અતિશય ક્રોધથી પૂર્ણ તેણે કહ્યું: અશનિઘોષે અમારી પણ બેનનું અપહરણ કર્યું. આ અપૂર્વને તમે જુઓ, અથવા મૃત્યુ નજીક આવે છે ત્યારે બુદ્ધિ વિનાશ પામે છે. તેથી તેને યમનો અતિથિ કરું. અહીં બહુ કહેવાથી શું? આ પ્રમાણે કહીને તે શ્રીવિજયરાજાની પાસે આવ્યો. પછી જેવી રીતે સીતાને છોડાવવા માટે રામ-લક્ષ્મણ રાવણની પાછળ પડ્યા હતા તેમ વિશ્વવિખ્યાત તે બંને શ્રેષ્ઠ સુભટો તેની પાછળ પડ્યા. અશનિઘોષની નગરીની બહાર જઈને દૂતના મુખથી તેને કહેડાવ્યું કે હે દુષ્ટ ! તેં જે અશુભ કર્યું છે તેનું આજે અહીં જ આવેલા વિદ્યાધર અને મનુષ્યોના અધિપતિની તલવારધારારૂપ સુતીર્થમાં પ્રાયશ્ચિત્ત કર. (રપ) આ સાંભળીને ૧. વૃદ્ધાવી =પાછળ જવું. આ દેશ્ય શબ્દ છે.