________________
દ્વાર]
૧૩૮- જ્ઞાનદાન દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદર ચરિત્ર જીત્યો હતો તે વજભુજ નામનો પલિપતિ ત્યાં આવ્યો. પાપી એવા તેણે તે મુનિવરને જોયા. તેથી પ્રજવલતા કોપવાળો તે મુનીશ્વરની સામે આવ્યો અને મુનીશ્વરને કહ્યું: હે મહાદુષ્ટ! તે વખતે તે મારા માનનો ચૂરો કર્યો હતો, હવે તું કેવી રીતે છૂટી શકીશ? હવે તું આકાશતલમાં ચડીશ કે પાતાલમાં પ્રવેશ કરીશ તો પણ તને હણીને હું પોતાના વૈરને સાધીશ વૈરનો બદલો વાળીશ. ઇત્યાદિ અનેક પ્રકારના તેના અસંબદ્ધ વચનોના સમૂહથી કઠોર પવનથી મેરુપર્વતની જેમ મુનિવર ચલિત ન થયા. તેથી ગુસ્સે થયેલા પલ્લિપતિએ મુનીશ્વરની ચારે દિશામાં રાળ, ગુગળ, સણ, તૃણ અને વસ્ત્રો વગેરે વસ્તુઓ ફેંકી. પછી જેમાંથી ઘુમાડાની શિખાઓ ફેલાઈ રહી છે, જેણે પ્રગટ થતી જ્વાળાઓની શ્રેણિઓથી આકાશના અંતરાલ ભાગોને બાળ્યા છે, જે લોકનો પ્રલય કરનારા અગ્નિની આશંકા કરાવે છે, તેવો અગ્નિ સળગાવ્યો. તેથી સળગેલા અગ્નિથી બળી રહેલા મુનિના શરીરની નસોનો સમૂહ જેમ જેમ સંકુચિત થતો જાય છે તેમ તેમ મુનિનો શુભભાવ વધે છે. તે મુનિ આ પ્રમાણે વિચારવા લાગ્યા- ભયંકર ઉપસર્ગ ઉપસ્થિત થયે છતે હે જીવ! તું દુઃખી ન થા. તે જાતે જ જે કર્મ બાંધ્યું છે તે કર્મનું આ ફલ છે. આનાથી અનંતગુણ દાહ આપનાર નરકના અગ્નિને એકએક જીવે અનંતવાર સહન કર્યો છે એમ શાસ્ત્રમાં સંભળાય છે. હે જીવ! પૂર્વે તિર્યચપણામાં દાવાનલમાં અનંતવાર તું બળ્યો. પણ ઇચ્છા વિના સહન કર્યું હોવાથી ત્યારે લાભ ન થયો. હમણાં સંયમને કરનાર વિવેકથી પ્રગટેલા સ્વેચ્છાથી (સહન કરવાના) ભાવવાળા તને થોડા પણ કષ્ટથી તેનાથી અનંતગુણી નિર્જરા થાય છે. જે આ ઉપસર્ગ કરી રહ્યો છે એ પણ શત્રુ નથી, કિંતુ કર્મોની નિર્જરા કરવામાં સહાય કરતો હોવાથી તારો પરમ બંધુ છે. કર્મો અવશ્ય વેદવા યોગ્ય છે. દેહ અસ્વાધીન અને અનિત્ય છે. જિનવચનનો રસ સમ્યગૂ પરિણત થયે છતે દુઃખ સહન કરવું એ લાભ જ છે. તું અજ્ઞાની જીવોને જો. તે જીવો સ્વયમેવ અગ્નિ આદિમાં પ્રવેશ કરે છે. ભાગ્યથી પ્રાપ્ત થયેલા દુઃખને સહન કરતા તને શું અયોગ્ય છે? નારકોને સાગરોપમો સુધી કેવલ દુઃખને સહન કરીને આગળ પણ સુખમાં (=સુખ મળવામાં) સંશય જ છે. આજે પણ સારાં કાર્યો કરનારાઓને સુખમાં સંશય જ છે. પ્રદીપ્ત થતા શુભધ્યાનથી કર્મરૂપ કાષ્ઠસમૂહને ખપાવી દેનારા તને ક્ષણમાત્ર દુ:ખ છે, પણ આગળ નિશ્ચિતપણે સુખ જ છે. (૫૦) હે સાધુ! પૈર્યને ધારણ કર, આ દુ:ખને સહન કર. આ પલ્લિપતિ વિષે મૈત્રી કર, જેથી તું ઇચ્છિત લક્ષ્મીને મેળવે. આ પ્રમાણે શુભભાવના રૂપી અગ્નિજવાળાઓની શ્રેણિઓથી અંતરમાં કર્મો ખપી ગયા, અને બહાર પલ્લિપતિએ સળગાવેલા અગ્નિથી દેહ બળી ગયો. તે પુરંદર રાજર્ષિ ભગવાન અંતકૃત્ કેવલી થઈને ઉપદ્રવરહિત, અચલ( ત્યાંથી બીજા સ્થળે ન જવું પડે તેવું), રોગરહિત, અનંત પદાર્થોના જ્ઞાનસ્વરૂપ, ક્ષયરહિત(=શાશ્વત) અને પીડારહિત પદને પામ્યા. ૧. રાળ અને સણ એ બંને ધાન્યવિશેષ છે.