________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [સુપાત્રદાન વિના તીર્થનો અભાવ-૧૬૫
ઉપષ્ટભદાન હવે ઉપષ્ટભદાન દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર પૂર્વના દ્વારની સાથે સંબંધને અનુસરતી ગાથાને કહે છે
आहारवसहिवत्थाइएहिं, नाणीणुवग्गहं कुजा ।। जं भवगयाण नाणं, देहेण विणा न संभवइ ॥ ४१॥
આહાર, વસતિ અને વસ્ત્ર આદિથી જ્ઞાનીને મદદ કરે. કારણ કે સંસારી જીવોને શરીર વિના જ્ઞાન ન સંભવે. ' વિશેષાર્થ- અહીં જીવોનું “સંસારી' એવું વિશેષણ મૂકવાનો આશય એ છે કે સિદ્ધોને તો શરીર વિના પણ કેવલજ્ઞાન છે. આ ગાથાથી જ્ઞાનીઓને આહાર આદિથી મદદ કરવી જોઇએ એમ કહ્યું છે. આથી જ્ઞાનદાન દ્વારા કહ્યા પછી ઉપષ્ટભદાન દ્વારા કહેવું યુક્ત છે. આ પ્રમાણે બે હારનો સંબંધ છે. [૪૧]
જો કે સંસારી જીવોને શરીર વિના જ્ઞાન સંભવતું નથી તો પણ જ્ઞાનીઓને આહારાદિનું દાન કરવામાં શું આવ્યું, અર્થાત્ આહારાદિનું દાન ન કરવાથી શું નુકશાન થાય? અને કરવાથી શો લાભ થાય? તે કહે છે
देहो य पोग्गलमओ, आहाराईहिं विरहिओ न भवे ।। तयभावे य न नाणं, नाणेण विणा कओ तित्थं ? ॥ ४२॥
દેહમાં ચૈતન્ય હોય ત્યારે દેહ પુદ્ગલસ્વરૂપ હોવાથી આહારાદિથી રહિત ન હોય, અર્થાત્ આહારાદિ વિના દેહ નાશ જ પામે, કારણ કે વનસ્પતિ વગેરેમાં તેમ જોવામાં આવે છે. દેહના અભાવમાં જ્ઞાન ન હોય. જ્ઞાન વિના સાધુ વગેરે તીર્થ ક્યાંથી હોય? કારણ કે તીર્થનું મૂળ સાધુ વગેરે જ છે. [૪૨] આ હકીકત અમે આહારાદિની આસક્તિથી કહેતા નથી એમ બતાવતા ગ્રંથકાર કહે છે
एएहिं विरहियाणं, तवनियमगुणा भवे जइ समग्गा । आहारमाइयाणं, को नाम परिग्गहं कुज्जा? ॥ ४३॥
જો આહારાદિ વિના સાધુઓના તપ-નિયમ-સ્વાધ્યાય વગેરે ગુણો પરિપૂર્ણ થાય=સમ્યક્ પ્રવર્તે તો આહારાદિનો સ્વીકાર કોણ કરે?
૧. અનુતિ = અનુસરણ. T = અદંરનો ભાગ. સર્વત્થાનુ તિર્થે યથા સા...