________________
૧૬૪-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનના ગુણો આ પ્રમાણે સાગરચંદ્રની જેમ બીજાઓને પણ જ્ઞાન સંકટોમાં આશ્વાસન આપનારું અને શિવસુખનું કારણ થાય છે એમ બતાવીને હવે બીજી રીતે જ્ઞાનના જ ગુણને કહે છે
पावाओ विणियत्ती, पव्वत्तणा तह य कुसलपक्खम्मि । विणयस्स य पडिवत्ती, तिन्निवि नाणे समपंति ॥ ३९॥
પાપથી નિવૃત્તિ, ધર્મપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ આ ત્રણેય ગુણો જ્ઞાન હોય તો જ પૂર્ણ થાય છે.
વિશેષાર્થ- જો કે જ્ઞાનના અભાવમાં આ ત્રણ ગુણમાંથી કોઈક કેટલાક ગુણો, કોઇક જીવમાં કોઇપણ રીતે હોય છે, તો પણ તે ગુણો જ્ઞાન વિના અસંપૂર્ણ હોવાથી વિડબના માત્ર હોય છે, પણ તેવા પ્રકારના કોઈ કાર્યના સાધક થતા નથી એવો ભાવ છે. (કારણ કે જ્ઞાન વિના પાપનો, ધર્મનો અને વિનયનો યથાર્થ બોધ થતો નથી. યથાર્થ બોધ વિના કાર્ય સિદ્ધિ કેવી રીતે થાય? આ વિગત બરોબર સમજાય તો સૂક્ષ્મવંચી સા રેયો એ હારિભદ્રીય અષ્ટકના શ્લોકનું મહત્ત્વ સમજાય.) [૩૯]
જ્ઞાનના ગુણો અનંત હોવાથી જ્ઞાનના ગુણોને સંપૂર્ણપણે કહેવામાં પોતાની અશક્તિ બતાવતા ગ્રંથકાર ઉપસંહાર કરે છે
गंगाए वालुयं जो, मिणिज्ज उल्लिंचिऊण य समत्थो । हत्थउडेहिं समुइं, सो नाणगुणे भणिज्जाहि ॥४०॥
જે ગંગાની રેતીને ગણે અને બે હાથોથી સમુદ્રને ઉલેચે (૩ખાલી કરે) તે જ જ્ઞાનના એક એક ગુણનું વર્ણન કરીને સઘળાય ગુણોને કહે, અન્ય નહિ.
વિશેષાર્થ– ગંગાની રેતીને ગણવાની જેમ અને સમુદ્રને બે હાથોથી ઉલેચવાની જેમ સમસ્ત જ્ઞાનગુણોને કહેવું અશક્ય છે એવો ભાવ છે. જો કે અતિશય જ્ઞાની ગંગાનદીની રેતીની ગણતરી વગેરે કરે, પણ જ્ઞાનગુણોને તો જોતા હોવા છતાં એક એક ગુણનું વર્ણન કરીને સર્વગુણોને કહેવા માટે તે પણ સમર્થ નથી. [૪૦]
હે લોકો! આ પ્રમાણે સર્વ જિનેન્દ્રોએ કહેલા, ત્રણ જગતમાં ચઢિયાતા અને ઊંચા જ્ઞાનમાહાભ્યને સાંભળીને જો મનુષ્યના ઈચ્છિત ફળોની પરિપૂર્ણ પ્રાપ્તિની ઇચ્છા હોય તો અહીં જ્ઞાનને શીખવામાં પ્રયત્ન કરો. (૧) જે જડતાને ભેદે છે, પાપના વિસ્તારને હણે છે, શ્રેષ્ઠ ભાગ્યને વિસ્તારે છે, અસત્-સત્ વિભાગને કહે છે, જે દેવલોક અને મોક્ષના સુખોનું કારણ કહેવાય છે તે એક સમ્યજ્ઞાન અહીં ત્રણલોકમાં જય પામે છે. (૨). આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલાના વિવરણમાં જ્ઞાનદાનદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં જ્ઞાનદાનદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી
ભાવાનુવાદ પૂર્ણ થયો.