________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[મણિરથનું ચરિત્ર-૨૦૭ વિશેષથી શોભે છે. તથા જાણે વસંતઋતુ સ્વયં પણ કામદેવથી ઉન્મત્ત બની હોય તેમ લતાઓને પ્રિય એવી વૃક્ષશ્રેણિને વિભૂષિત કરે છે. જાણે પક્ષીઓના મધુર અવાજોથી ગાય છે, વૃક્ષોના પલ્લવરૂપ હાથોથી જાણે નાચે છે, જાણે ખીલેલા મોગરાઓના પુષ્પોના બહાને હસે છે. જાણે ઉન્મત્ત કોયલના અવાજથી કુહુ કુહુ અવાજ કરે છે. ચાલતી લતારૂપ હાથથી જાણે બોલાવે છે. જાણે વાચાળ પોપટ અને મેનાઓથી ભણે છે. જાણે ફળોથી ભરેલાં અને નમતાં વૃક્ષોના અગ્રભાગોથી (=ડાળીઓથી) ચરણ કમલોવડે પ્રિયને પ્રણામ કરે છે. પુષ્પરસથી અતિશય પૂર્ણ અને ગળતાં એવાં પુષ્પોથી જાણે રડે છે. ત્યાં લોક ઘણી હાથતાળી આપે છે. અર્થાત્ રાસડા લે છે. ત્યાં ઘણી દુકાનો થાય છે, અર્થાત્ ત્યાં ઘણી દુકાનો માંડવામાં આવે છે. જેમણે ઘણા આહાર-પાણી સાથે લીધા છે તેવા અને આભૂષણ-વિલેપનથી અલંકૃત થયેલી પતિ-પત્નીના યુગલો પ્રેમપૂર્ણ ક્રીડા કરે છે. સુખની કામનાવાળી નગરની સ્ત્રીઓ પોતાના પતિઓની સાથે ગાયને પવિત્ર કરે છે=સ્નાન કરાવે છે. આ પ્રમાણે સતત હર્ષથી અને સર્વસમૃદ્ધિથી પોતપોતાના અતિશય પ્રિયજનથી યુક્ત લોક ઉદ્યાનમાં ગયો. ભેગા થયેલા બધા ય લોકો કામદેવથી ઉન્મત્ત થઇને ક્રીડા કરે છે. તેથી ઉદ્યાનપાલકે આંબાની મંજરીઓ હાથમાં લઇને રાજાની પાસે જઇને આ (=હવે પછીની) ગાથાને બોલીને રાજાને વિનંતિ કરી. તે આ પ્રમાણે– હે દેવ! ચંપકના પુષ્પ જેવી શ્વેતવર્ણવાળી, કમળના જેવી આંખોવાળી અને તિલકથી શોભતી વસંતલક્ષ્મી જાણે આપની સાથે સંકેત કર્યો હોય તેમ ઉદ્યાનમાં આવી છે.
યુગબાહુની આરાધના અને મરણ
તેથી વસંતસમયને જાણવા છતાં નગરલોકોથી નિવૃત્ત ન કરાયેલો રાજા બહાર ન ગયો, અને યુગબાહુ પત્નીની સાથે ગયો. ત્યાં ક્રીડા કરતા તેને રાત થઇ ગઇ. તેથી કદલીઘરમાં રતિસુખને અનુભવીને નિશ્ચિતપણે સૂઇ ગયો. અત્યારે એની પાસે પરિવાર થોડો છે. ઇત્યાદિ આ અવસરને જાણીને તલવાર હાથમાં લઇને મણિરથરાજા ત્યાં આવીને કદલીઘરમાં પ્રવેશ્યો. પછી ધર્મરહિત અને નિર્દય એવા તેણે અપયશને ગણ્યા વિના અને મર્યાદાને મૂકીને ભાઇને તલવારથી ગળામાં હણ્યો. તેથી મદનરેખાએ પોકાર કર્યો. પહેરેગીર વર્ગ ભેગો થઇ ગયો. કપટથી ભરેલો કોઇક ઉત્તર આપીને રાજા પોતાના ઘરે જતો રહ્યો. પછી યુગબાહુની અંતિમાવસ્થા જાણીને મદનરેખાએ તેના કાનની પાસે રહીને મધુર વચનોથી તેને કહ્યું: હે મહાયશસ્વી! તમે મનમાં ક્ષણવાર પણ ખેદ ન કરો. કારણ કે અહીં પોતાના કર્મનો પરિણામ અપરાધ કરે છે, બીજો નહિ. (૨૫) જેણે અન્યભવમાં જે કર્મ કર્યું હોય તેને આ ભવમાં તે કર્મ ભોગવવું પડે છે. બીજો જીવ તો નિમિત્ત માત્ર હોય છે, પ્રાણ કંઠે આવી ગયા છે એવી
૧. ના શબ્દ વ ના અર્થમાં છે.
૨. નિયતિહિં એ અપભ્રંશભાષાનો પ્રયોગ છે.