________________
સમ્યકત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત-૨૬૫ અપવાદ કર્યો તે યોગ્ય નથી. અથવા જો અમારા જેવાઓને અપયશ આપે છે તો ભલે આપે, એમાં શું અયુક્ત છે? પણ મારા નિમિત્તે જૈનધર્મની જે નિંદા થઈ રહી છે તેની ઉપેક્ષાથી હું પણ દીર્થસંસારનું ભાજન થાઉં. તેથી એમને અવસરોચિત કહેવું એ મારા માટે યોગ્ય છે. પછી તેણે વાસઘરમાંથી નીકળીને મધુર અને નિપુણવચનોથી સઘળા ય શ્વસુરપક્ષને અમરદત્તની સમક્ષ કહ્યું: (૧રપ) અત્યાર સુધી તમોએ જે કંઈ અયુક્ત પણ કહ્યું તે સઘળું ય પરલોકના ભયથી મેં સહન કર્યું. પણ હમણાં ચંદ્રકિરણો જેવા નિર્મલ પણ જિનધર્મને જે અપયશ આપો છો તેને જીવતી હું કોઈ પણ રીતે સહન નહિ કરું. આથી સવારે અહીં નજીકમાં વિમલ નામની જે નદી વહે છે, તેના મધ્યભાગમાં બે ગાઉ જેટલો લાંબો-પહોળો, ઊંડાઈમાં અંત પ્રાપ્ત ન કરી શકાય તેવો, મહાપદ્મ નામનો સરોવર છે. સવારે સકલ લોકોની અને તમારી સમક્ષ તે સરોવરમાં સહાયરહિત મારા આત્માને મારે ફેંકવો. જો હું શુદ્ધ હોઈશ તો હું પોતાના ઈચ્છિતને અનુસરીશ. હવે જો શુદ્ધ નહિ હોઉં તો ત્યાં મહાન સરોવરમાં જ મારી કથા પૂર્ણ થશે, અને તમોએ 'વિચારણા કરીને જે કહ્યું તે સત્ય થશે. તેથી નિરર્થક આ કોલાહલથી સર્યું.
વિમલયશા ઉપર મૂકાયેલ ખોટો આરોપ દૂર થયો. વિમલયશાએ આ પ્રમાણે કહ્યું એટલે ગુસ્સે થયેલી સાસુએ અને સસરાએ આ પ્રમાણે કહ્યું: તું પ્રત્યક્ષ જણાઈ હોવા છતાં હજી સકલનગરમાં ખુલી પડી નથી. એથી જો આટલાથી નહિ અટકે તો સકલનગરમાં ખુલી પડીશ. માટે હજી પણ આત્માને ખિન્ન કેમ કરે છે? ઇત્યાદિ સાસુ-સસરાના કહેવા છતાં તે મૌન રહી. સવાર થઈ ત્યારે શ્વેત અને ઉત્તમ વસ્ત્રો પહેરીને, જિનપ્રતિમાઓની પૂજા કરીને, દેવતાનો કાયોત્સર્ગ કરીને, મોટી શંકાવાળા શ્વસુર આદિએ રોકવા છતાં, વિકસિત મુખવાળી અને પરમેષ્ઠિ- નમસ્કારને બોલતી તે સરોવર તરફ ચાલી. રાજા વગેરે સઘળા લોકો તેની પાછળ ચાલ્યા. શ્રેષ્ઠ સુગંધી પુષ્પો અને અક્ષતથી પૂર્ણ હાથવાળી તે ક્ષણવારમાં સરોવરના કિનારે આવી. કોલાહલ થવાથી ત્યાં લાખો લોકો ભેગા થયા. મહાસતીનું માહાસ્ય જોઇએ એ પ્રમાણે ઉત્સુક મનવાળા વાણવ્યંતર સહિત વ્યતર વગેરે દેવો ભેગા થયા. પછી જો અમરદત્તને છોડીને અન્ય પુરુષની સાથે મેં મનથી પણ કામક્રીડા કરી હોય તો હું આ સરોવરના પારને ન પામું ઇત્યાદિ ઇચ્છાઓને સંભળાવીને, લોક હાહારવથી વાચાળ બન્યો હતો અને દેવો વિસ્મયપૂર્વક જોઈ રહ્યા હતા ત્યારે, નિશ્ચિત ચિત્તવાળી તેણે સરોવરમાં ભૂસકો માર્યો. પછી નિશ્ચલ સમ્યકત્વ અને વિશુદ્ધશીલથી જેનું મન વિમલયશા પ્રત્યે અનુરાગવાળું ૧. સામ©()= પર્યાલોચન, વિચારણા.