________________
૨૬૬-સમ્યત્વદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [અમરદત્તની પત્નીનું દૃષ્ટાંત બન્યું છે તેવા નજીકમાં રહેલા દેવે જલદી વિદુર્વેલી રત્નની નાવમાં રત્નમય સિંહાસન ઉપર રહેલી વિમલયશાને વિમલયશાના ગુણોની સ્તુતિથી વાચાલમુખવાળા દેવોએ અને મનુષ્યલોકોએ જોઈ. પછી તે કિનારે ઉતરી. આ વખતે મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. દેવસમૂહે કરેલી શ્રેષ્ઠ પુષ્પવૃષ્ટિ પડવા લાગી. આકાશમાં રહેલા દેવે ઘોષણા કરી કે જિનશાસન સદા જય પામે છે. તથા દેવે રાજા વગેરે લોકને શ્વસુરપક્ષની સઘળી દુષ્ટચેષ્ટા કહી. તેમની સમક્ષ વિમલયશાની આ પ્રમાણે પ્રશંસા કરી- જો પૃથ્વી ઉછળે, આકાશ તૂટી પડે, કુલપર્વતો ચલિત થાય, તો પણ વિમલયશાનું શીલ અને જિનધર્મમાં ભક્તિ ચલિત ન થાય. આ સાંભળીને ગુસ્સે થયેલા રાજાએ વિમલયશાના શ્વસુરપક્ષનો અતિઘણો નિગ્રહ કરવાનું શરૂ કર્યું. વિમલયશાએ ઘણી પ્રાર્થનાપૂર્વક કોઇપણ રીતે તે નિગ્રહને અટકાવ્યો.
વિમલયશાના વચનોનો પરમાર્થ વિમલયશાએ જેમને પૂર્વ વંદન કર્યું હતું તે ભુવનલોચન નામના ગુણોથી મહાન આચાર્ય ત્યાં નજીકમાં રહેલા હતા. સંવેગને પામેલી વિમલયશા વ્રત લેવા માટે તે આચાર્યની પાસે ચાલી. તેથી રાજાએ મસ્તકે અંજલિ કરીને કહ્યું: હે ભદ્ર! આજથી તું મારી બહેન છે. તેથી નિશ્ચિંત ચિત્તથી જિનધર્મને કરતી તું મારા ઘરમાં રહે. (૧૫૦) હે મહાસતી! પોતાના જવાથી નગરને શૂન્ય ન કર. જેમની બે આંખો આંસુઓના જલથી ભરેલી છે તેવા અન્ય લોકોએ પણ ગદ્ગદ્ વાણીથી આ યુક્ત છે આ યુક્ત છે એમ આદરપૂર્વક કહ્યું. પોતાની નિંદા કરતા અને રડતા એવા અમરદત્ત પણ કહ્યું: હે પ્રિયે! વિવેકથી રહિત અમારા અપરાધની ક્ષમા કર. વિમલયશાએ કહ્યું. શ્વસુર આદિના કારણથી હું દીક્ષા લેતી નથી. કારણ કે અસ્વાધીન તેમણે આ કર્યું છે. કિંતુ મારા અન્ય શત્રુઓ છે, અને એક વૈરિણી છે. તેમણે 'ઊંચકીને મને પણ ભયંકર દાવાનલમાં ફેંકી છે. તે દાહની શાંતિના શ્રેષ્ઠ ઉપાયને તે આચાર્ય ભગવંત જાણે છે. તેથી અત્યારે હું તેમની પાસે જવા માટે ચાલી છું. હે રાજન્! તેથી જો તમે પણ તેની શાંતિના કોઈક ઉપાયને જાણતા હો તો પૂર્વોક્ત રીતે તમારા ઘરે પણ રહું. આથી વિસ્મય પામેલા રાજાએ કહ્યું હે સુંદરી! આ વચનોનો પરમાર્થ તમે કહેશો તો જ હું જાણીશ. શ્વસુરપક્ષ વગેરેએ કોના સામર્થ્યથી આ કર્યું છે? તારા પણ શત્રુઓ કોણ છે? તારી પણ વૈરિણી કોણ છે?
૧. અહીં પ્રાકૃત શબ્દકોશમાં ઉત્ન ધાતુનો અર્થ નજીકમાં આવવું એવો અર્થ લખ્યો છે. તેથી “નજીકમાં
આવીને” એવો અર્થ થાય. પણ ઊંચકીને એ અર્થ વધારે સંગત છે. આગળ પણ ઊંચકીને એવું લખેલું છે. ૨. સામર્થ્ય.