________________
૧૧૦- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા કહ્યું: હે સ્વામી! નિષ્કારણ પરમબંધુ એવા આપે ચારિત્રધર્મ રાજાનું પૂર્વે નહિ જોયેલું, ઘણા ક્રોડો પુણ્યોથી જેમાં સંબંધ ઘટી શકે (Fથઈ શકે) તેવું સદાય અભવ્યજીવોનો સમૂહ જેમાં દૂર કરાયો છે તેવું નગર અને સૈન્ય બતાવ્યું. હવે એવો કયો વિધિ છે કે જેથી આ રાજા અમારાથી આરાધી શકાય? અને આ નગરમાં કેવી રીતે રહેવું? એ વિષયને અને બીજું પણ પરોપકારના જ રસથી પૂર્ણ ચિત્તવાળા આપ કૃપા કરીને કહો. આ પ્રમાણે કહેવાયેલા સમયરાજે ફરી પણ કહ્યું: હે મહાનુભાવો! આ રાજાની આરાધના કરવાના વિધિને સમ્ય એકાગ્રચિત્તથી સાંભળો. (૧) પહેલાં જ કંઠે પ્રાણ જાય તો પણ જીવનપર્યત આ રાજાને ન મૂકવા, એવી દઢ પ્રતિજ્ઞા કરવી. (૨) પછી ઇદ્રિયનિગ્રહ નામના શ્રેષ્ઠ અશ્વ ઉપર આરૂઢ થવું. સંતોષ રૂપી લગામ બાંધવાથી અને જિનાજ્ઞારૂપી સોટી બતાડવા દ્વારા સદાય તેને કાબૂમાં રાખવો. (૩) શરીરમાં શત્રુઓના પ્રહારોને રોકવામાં સમર્થ એવું કષાયજય નામનું મહાકવચ પહેરવું. હાથમાં શત્રુના શરીરને ભેદવામાં સમર્થ તપોવિધિ નામનો તીણ અને મોટો ભાલો રાખવો. (૪) મમત્વ, અહંકાર વગેરે મહાન હાથીના 'ગંડસ્થલને ભેદવામાં કુશળ જીવવીર્ય નામની તીક્ષ્ણ તલવાર ફેંકવી. (૫) વળી બીજું- સેનાધિપતિ સદાગમે આપેલા નિગમ-સંગ્રહ વગેરે નામવાળા ઉન્મત્ત ગંધહાથીઓ ઉપર આરૂઢ થઈને પ્રતિદિન તત્ત્વપરિભાવના નામના બાણને ફેંકવાનો પરિશ્રમ કરવો. (૬) સેનાધિપતિ સદાગમે આપેલા જ પ્રશસ્ત મન-વચનકાયા નામના વાહનમાં જોડેલા અશ્વોને અપ્રમત્તતારૂપ નદીના કિનારાના પ્રદેશોમાં ચલાવવા. (૭) સદાગમથી નિર્મલ કરાયેલા શુભમનોરથ નામના રથો ઉપર આરૂઢ થઇને ચિત્તની એકાગ્રતારૂપ બાણમાંથી છોડેલી બુદ્ધિરૂપ બાણોની શ્રેણિથી નવતત્ત્વરૂપ લક્ષ્યને વીંધવાનો અભ્યાસ કરવો. (૮) વૃદ્ધિ પામેલા અને વિકાસ પામતા શુભપરિણામ નામના અસંખ્ય સૈનિકોથી સતત બલ બતાવવું. (૯) આ નગરની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વિના સદાય અપ્રમત્ત બનીને રહેવું. (૧૦) તે નગરીના રાજાનું સંવિધાન ક્ષણવાર પણ ન છોડવું. (૧૧) સતત સઘળા હથિયારોને તીક્ષ્ણ કરવા. (૧૨) વિશેષથી તો જીવવીર્યરૂપ તલવારોમાં બધી જ રીતે કાંતિનું રક્ષણ કરવું. કારણ કે જીવવીર્યરૂપ તલવારની મલિનતાને જોઈને આ રાજા તે જ ક્ષણે મુખ વાંકુ કરી નાંખે છે, મનને કલુષિત કરે છે, સવૃત્તિને રોકે છે, વિશેષ શું કહેવું? અતિખેદ થવાથી જલદી સ્વયં જ શરીરથી ક્ષીણ થાય છે. માટે આ તલવારને અતિશય નિર્મલ કરીને અને વારંવાર વિકસિત કરીને ચારિત્રરાજાને સાક્ષી માત્ર રાખીને જાતે જ મુખ્ય થઈને પોતાના પ્રાણોમાં નિઃસ્પૃહ બનીને મોહરૂપમહાન ચોરોની સેના સાથે યુદ્ધ કરવું. આ તલવારનો ઉપયોગ પ્રતિક્ષણ અજ્ઞાનવિલસિત નામના શત્રુપક્ષના સેનાધિપતિના સૈન્યના કંઠરૂપ વનને
૧. અહીં વાક્ય રચના ક્લિષ્ટ થવાના કારણે તટ શબ્દનો અર્થ કર્યો નથી. ૨. અભ્યપ્રધાના ના: અન્યના:= સુવાસવાળા હાથીઓ, ઉત્તમ હાથીઓ.