________________
ઉપષ્ટભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બે નોકરોનું દૃષ્ટાંત-૧૭૭ જેમનું સંપૂર્ણ શરીર તપરૂપી લક્ષ્મીથી આલિંગન કરાયું છે તેવા, ભિક્ષાચર્યા માટે રાજમાર્ગમાં ચાલતા બે મુનિઓને જોયા. આવાઓને અમોએ પૂર્વે ક્યાંય પણ અવશ્ય જોયા છે ઇત્યાદિ વિચારતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી ભક્તિસમૂહને આધીન બનેલા હૃદયવાળા તે બંને સ્થાને ગયેલા તે બે સાધુઓને સમૃદ્ધિથી વંદન કરવા માટે ગયા. ત્યાં રાજા વડે પૂછાયેલા એક સાધુએ અતિશય શુદ્ધ અવધિજ્ઞાનથી સંપૂર્ણ પૂર્વભવ કહ્યો. સાધુએ વળી બીજું કહ્યું: હે રાજન્! તે જ સાધુદાનરૂપ વૃક્ષના પુષ્પની જેમ તેં રાજ્ય પ્રાપ્ત કર્યું છે. ફળ હવે પછી પામીશ. વરસેન પણ મોટી પાંચ કોડિઓથી જે જિનેન્દ્રપૂજા કરી તેથી પાંચસો રત્નો વગેરે પામ્યો, તથા રૂપ વગેરે ઘણા ગુણગણથી પૂર્ણ આ ભોગોને પામ્યો. તમે ક્રોડો કલ્યાણોથી યુક્ત મોટું ફળ હજી પણ પામશો. તે મોટું ફળ કયું? એમ પૂછ્યું એટલે મુનિએ કહ્યું: હવેથી પાંચ ભવોમાં દેવલોક-મનુષ્યલોકના ઘણા ભોગોને ભોગવીને છટ્ઠા ભવમાં ઘણા રાજ્યોને ભોગવીને અને ઘણો તપ કરીને મોક્ષસુખોને પામશો. આ પ્રમાણે દાનફલને સાંભળીને ઘણા લોકોએ તેનો સ્વીકાર કર્યો. રાજાએ અને યુવરાજે પણ વિશેષથી જિનધર્મને સાંભળીને વિધિપૂર્વક શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. પછી જિનવચનના પરમાર્થથી ભાવિત થયેલા તે બંને મુનિઓને વંદન કરીને ઘરે ગયા. (૧૯૭૫) દરેક ગામમાં અને દરેક નગરમાં મોટી દાનશાળાઓ કરાવે છે. તે દાનશાળાઓમાં દીન અને અનાથ વગેરેને નિત્ય દાન આપવામાં આવે છે. તથા બધા સ્થળે જિનમંદિરો કરાવે છે. તે મંદિરોમાં રથયાત્રા વગેરે ધામધૂમથી યુક્ત પૂજાઓ પ્રવર્તાવે છે. સાધુસમૂહની પૂજા કરે છે. પર્વ દિવસોમાં પૌષધ વગેરે કરે છે. અન્યલોકને પણ જિનધર્મમાં પ્રવર્તાવે છે. આ પ્રમાણે વિધિપૂર્વક ગૃહસ્થધર્મને પાળીને, અનેક પ્રકારનું દાન વિશેષથી આપીને, અંતે દીક્ષાને પાળીને, પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થઇને, પૂર્વે કહેલા ક્રમની પરંપરાથી પૂર્વમહાવિદેહમાં કર્માંશોને (=સત્તામાં રહેલા કર્મોને) ખપાવીને બંને જણા સિદ્ધ થયા. [૫૨]
આ પ્રમાણે અમરસેન-વરસેન કુમારનું ચિરત્ર પૂર્ણ થયું.
હવે જેમને અપાતું દાન વિશેષથી બહુ ફળવાળું થાય તેમને વિશેષથી બતાવતા ગ્રંથકાર કહે છે
पहसंतगिलाणेसुं, आगमगाहीसु तहय कयलोए ।
उत्तरपारणगंमि य, दिन्नं सुबहुप्फलं होइ ॥ ५३ ॥
માર્ગમાં થાકેલા, ગ્લાન, આગમગ્રાહી અને લોચ કરાવેલ સાધુને તથા ઉત્તર પારણામાં આપેલું દાન સુંદર બહુ ફળવાળું થાય છે.
વિશેષાર્થ– માર્ગમાં થાકેલા વગેરે સાધુઓ આદિને ઉદ્ગમાદિદોષથી વિશુદ્ધ અને