________________
૧૭૬-ઉપષ્ટભદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[બે નોકરોનું દૃષ્ટાંત પણ તને કંઈપણ અપૂર્વ આપ્યું છે? તેથી કુમારે કહ્યું આપ્યું છે. ઉત્સુક થયેલી તેણે પૂછ્યું: હે વત્સ! તે શું છે? તેણે કહ્યું: હે માતા! સુંઘેલા જે ઔષધથી વૃદ્ધ પણ સહસા તરુણ થાય તે ઔષધ તેણે મને આપ્યું છે. ખુશ થયેલી તેણે કહ્યું તે ઔષધ જલદી મને આપ. કુમારે કહ્યું: આ પ્રમાણે કરું છું, અર્થાત્ ઔષધ આપું છું. કારણ કે તારા માટે જ તે ઔષધ હું અહીં લઈ આવ્યો છું. આ પ્રમાણે કહીને, દુકાનમાંથી લાકડી ખરીદીને, લાકડીને હાથમાં રાખીને, તેને તે પુષ્પ સુંઘાડે છે. તેથી તે ગધેડી થઈ ગઈ. (૧૫૦) પછી તેના મુખ ઉપર અતિશય મજબૂત પટ્ટી બાંધીને તેના ઉપર ચડ્યો. પછી લાકડીથી તેને મારતો નગરના મધ્યભાગમાંથી નીકળ્યો. આણે સારું કર્યું, જેથી એને અતિલોભના ફળની સાથે જોડી, આ પ્રમાણે કહીને ખુશ થયેલી મગધા સ્થાનથી ન ચાલી. હલકાકુળમાં જન્મેલા શેષ લોકે કોટવાલની આગળ ફરિયાદ કરી. કોટવાલે નગરની બાજુના સ્થાનમાં કુટ્ટિણીને ચલાવતો જોયો. તેથી તેણે કુમારને હાકલ કરી કે રે રે! અમારા નગરમાં અયોગ્ય કાર્યો કરવાને મળતા નથી, અર્થાત્ અયોગ્ય કાર્યો કરી શકાતા નથી. તેથી કુપિત થયેલા કુમારે પણ કહ્યું: અહીં રાજ્યનો જે બલવાન હોય તેની પાસે જઈને કહો. કુમારે આ પ્રમાણે કહ્યું એટલે રોષે ભરાયેલો કોટવાલ બાવલ્લ, બરછી અને ભાલાથી કુમારને મારે છે. લાકડીને જમાડવામાં તત્પર તેને કોઈ પણ શસ્ત્ર લાગતું નથી.
પછી કૌતુકથી નગરજનો અને પરિજનોથી યુક્ત રાજા ત્યાં આવ્યો. વરસેનને ઓળખીને, પછી શ્રેષ્ઠ હાથી ઉપરથી ઉતરીને, તેની પાસે જઈને, રાજા હર્ષથી તેને ભેટ્યો. કુમારે રાજાને કહ્યું કે બંધુ! જ્યાં સુધીમાં હું પોતાના હાથોનું શુભ કરું ત્યાં સુધી તું (મને) મૂકી દે. તેથી રાજાએ હસીને કહ્યું: હે વત્સ! આ શું છે? તે મને કહે. તેથી કુમારે સઘળોય પૂર્વ વૃત્તાંત તેને કહ્યો. ગુસ્સે થયેલા તેણે કુટિણીને પણ નગરના મધ્યમાં ખીલામાં બંધાવી. પોતે હાથીના સ્કંધ ઉપર આરૂઢ થઈને રાજાની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કુટ્ટિણીને તેવી સ્થિતિમાં રહેલી જોઇને નગરલોક આ પ્રમાણે બોલે છે-અતિ લોભ ન કરવો જોઈએ, તેમ લોભનો સર્વથા ત્યાગ ન કરવો જોઈએ, કારણ કે અતિલોભથી પરાભવ પામેલી કુટ્ટિણી ગધેડી થઈ.” પછી રાજાના આગ્રહથી બીજાં પુષ્પો સુંઘાવીને મનુષ્યસ્ત્રી કરીને પાદુકાઓ લઈને તેને છોડી દીધી. પછી યુવરાજ બનેલો વરસેન ઘણા ભોગોને ભોગવે છે. માતા-પિતાને લઈ આવીને, “તારી કૃપાથી આ રાજ્ય છે” ઇત્યાદિ કહીને તેમણે સાવકી માતાને સ્થિર કરી.
અમરસેન-વરસેનને ધર્મની પ્રાપ્તિ. હવે એક્વાર ગવાક્ષમાં બેઠેલા તે બંનેએ જેમણે યુગપ્રમાણ દષ્ટિ રાખી છે તેવા, ૧. બાવલ્લ શસ્ત્રવિશેષ છે. ૨. આ નિયમ નીતિશાસ્ત્રની અપેક્ષાએ છે.