________________
ચોથા વ્રતમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [બ્રહ્મચર્યની નવ ગુક્તિઓ-૩૪૯ પાસે આવી પહોંચ્યો છે તેવી રીતે આપણી પણ પાસે જેટલામાં ન આવી પહોંચે તેટલામાં આના ભયથી જ પલાયન થઇ ગયેલા મુનિરૂપ મુસાફરોથી આચરાયેલા માર્ગથી મોક્ષનગરમાં જઈએ. ત્યાં પરિજનસહિત તે હોતો નથી. હવે પ્રિયાએ કહ્યું: ‘તમારી પત્ની એવા માત્ર શબ્દને ઇચ્છતી એવી મારું સઘળું ય લૌકિક સુખ આ પ્રમાણે સિદ્ધ થયું છે. હવે પછી અહીં પ્રસંગ( કામક્રીડા) શો? દેવો પણ સાગરોપમોથી પણ વિષયસંબંધી તૃષ્ણાથી રહિત થતા નથી. તેથી સંતોષ જ વિષયતૃષ્ણાનું નિયંત્રણ કરે છે. હે નાથ! તેથી ઇચ્છિત કરો. તમારા અભિપ્રેત માર્ગમાં હું પણ તૈયાર છું. કારણ કે કુલવધૂઓને પતિથી પ્રતિકૂલ પ્રવૃત્તિનો નિષેધ છે. પછી નાગદત્તે કહ્યું: હે પ્રિયે! તે ઘણું સારું કહ્યું. પછી ઘણું દાન આપીને, જિનોની પૂજા કરીને, ચારિત્ર લઈને તથા વિધિથી ચારિત્ર પાળીને, બંનેય વૈમાનિક દેવામાં ગયા. ક્રમે કરીને મોક્ષમાં જશે. [૧૫૨]
આ પ્રમાણે નાગદત્તની કથા પૂર્ણ થઈ. હવે ચોથા વ્રતના પાલનનો ઉપદેશ કહે છેनवगुत्तीहिं विसुद्धं, धरिज बंभं विसुद्धपरिणामो । सव्ववयाणवि पवरं, सुदुद्धरं विसयलुद्धाणं ॥ १५३॥
વિશુદ્ધ પરિણામવાળા બનીને નવગુપ્તિથી વિશુદ્ધ બ્રહ્મચર્ય ધારણ કરવું. સર્વવ્રતોમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્યવ્રતને વિષયલુબ્ધ જીવો અતિશય દુઃખપૂર્વક ધારણ કરી શકે છે.
વિશેષાર્થ-નવગુપ્તિઓ આ પ્રમાણે છે-(૧) સ્ત્રી-પશુ- નપુંસકથી રહિત ઉપાશ્રયમાં રહેવું. (૨) સ્ત્રીકથાનો ત્યાગ કરવો. (૩) સ્ત્રીલોક જે આસન ઉપર બેઠો હોય તે આસનનો (બે ઘડી સુધી) ત્યાગ કરવો. (૪) સ્ત્રીના અંગોપાંગોનું નિરીક્ષણ ન કરવું. (૫) ગૃહસ્થોની સાથે ભીંતના આંતરે રહેવાનો ત્યાગ કરવો. (૬) પૂર્વે કરેલી કામક્રીડાઓનું સ્મરણ ન કરવું. (૭) અતિસ્નિગ્ધ આહાર ન વાપરવો. (૮) અધિક આહાર ન વાપરવો. (૯) વિભૂષા ન કરવી.
આવું બ્રહ્મચર્યવ્રત વિષયલુબ્ધ જીવો માટે દુર્ધર છે, મહાસત્ત્વવંત જીવો માટે નહિ. કહ્યું છે કે- “શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ વિષયો કાયર પુરુષને પોતાને વશ કરે છે, સત્પષને નહિ. કરોળિયાની જાળ મચ્છરને બાંધે છે, હાથીને નહિ.” [૧૫૩] .
देवेसु वीतरायो, चारित्ती उत्तमो सुपत्तेसु । दाणाणमभयदाणं, वयाण बंभव्वयं पवरं ॥ १५४॥