________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સાગરચંદ્રચરિત્ર-૧૬૧ કેવલી ભગવંતે સાગરચંદ્રના પૂર્વભવની વિગત કહી. હવે ઘણા દિવસો પછી ઉદ્યાનમાં અશ્વોને ચલાવવામાં લીન બનેલા રાજકુમારોને સહસા સુગંધી અને ઠંડો પવન લાગ્યો. ત્યારબાદ ક્ષણવારમાં દેવોનું આગમન થયું. ભૂમિને શુદ્ધ કરી. સુગંધી જલની અને પુષ્પોની વૃષ્ટિ કરી. સુવર્ણકમલ સ્થાપ્યું. પછી દેવ, મનુષ્ય અને વિદ્યાધરો વડે બહુભક્તિથી પ્રાપ્ત કરાઈ રહ્યા છે ચરણકમલ જેમના એવા ભુવનાવબોધ નામના કેવલી સુવર્ણકમળ ઉપર બિરાજમાન થયા. તે જાણીને હર્ષને પામેલા રાજકુમારોએ વિચાર્યું. આજે અમારા પાપ વગેરે અને સંશયો પણ છેદાઈ ગયા. પછી ભક્તિથી નમીને રાજકુમારો તેમની સમક્ષ બેઠા. તથા પર્ષદા પણ બેઠી. કેવલીએ પર્ષદાને ધર્મ કહ્યો. પછી અવસરે રાજાએ પૂછ્યું : હે ભગવંત! મારા પુત્રનું કોણે અપહરણ કર્યું અને તેટલું કેમ ભમ્યો? તેથી કેવલીએ કહ્યું કહું . એકાગ્ર ચિત્તવાળા થઈને સાંભળો.
પૂર્વમહાવિદેહમાં બે વણિકબંધુ હતા. તેમાં મોટા બંધુની પત્નીને પોતાના પતિમાં અતિશય સ્નેહ હતો. આ સ્નેહ લોકમાં પ્રસિદ્ધ બન્યો. હવે એકવાર મોટોભાઈ વિદેશમાં ગયો હતો ત્યારે નાના વણિકે ભાભીના સ્નેહની પરીક્ષા કરવા માટે તેને કહ્યું કે મારો ભાઈ ચોરોથી મૃત્યુ પમાડાયો છે એમ લોકમાં પરંપરાથી સંભળાય છે, પણ નિશ્ચય નથી. આ સાંભળીને તે સહસા જ મૃત્યુ પામી. તેથી દિયરે વિચાર્યું અહો! હાસ્યથી જે પાપ કર્યું તેને જુઓ. પછી મોટો ભાઈ આવ્યો ત્યારે તેણે આ વૃત્તાંત જાણ્યો. મોટો ભાઈ ગુસ્સે થયો એટલે પોતાની નિંદા કરતો નાનો ભાઈ વારંવાર મોટા ભાઈને ખમાવે છે. તેણે કોઇપણ રીતે ક્ષમા ન આપી. તાપસદીક્ષા લઈને અસુરદેવોમાં ઉત્પન્ન થયો. નાનો ભાઈ પણ તે જ વૈરાગ્યથી સાધુની પાસે ધર્મ સાંભળીને મુનિ થયો. પૂર્વવૈરને સંભારીને અસુરે શિલાથી મુનિને મારી નાખ્યા. સમ્યમ્ સહન કરીને મુનિ દશમા દેવલોકમાં ઉત્તમદેવ થયા. બીજો પણ ભવમાં ભમીને દુઃખ સહન કર્યા પછી કોઇપણ રીતે કષ્ટદાયક કોઇક અનુષ્ઠાન કરીને ફરી પણ અસુરદેવોમાં જ ઉત્પન્ન થયો. દશમા દેવલોકનો દેવ આ તારો પુત્ર થયો છે. તે અસુરે વૈરના પ્રભાવથી જ ફરી પણ તારા પુત્રને સમુદ્રમાં અને પર્વત ઉપર નાખ્યો. તો પણ સ્વપુણ્યથી તે મર્યો નહિ. હજી પણ તે ફરી એકવાર એને ઉપસર્ગ કરશે. પછી તે દેવ સાગરચંદ્રથી બોધિને પામશે. સાગરચંદ્ર અટવીમાં અને સમુદ્રમાં જે ભમ્યો અને દુઃખી થયો તે ભવરૂપ અટવીના ભ્રમણની અપેક્ષાએ કેટલું માત્ર છે? કારણ કે સંસારમાં પૃથ્વી આદિ ભેટવાળા ઘણા પ્રકારના જીવો છે. તેમાં પણ અનેક પ્રકારની યોનિઓ અને કુલો છે. તે આ પ્રમાણે—(૫૦) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય અને વાયુકાય એ પ્રત્યેકની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની દશલાખ, સાધારણ વનસ્પતિકાયની ચૌદલાખ, વિકલેંદ્રિયમાં પ્રત્યેકની લાખ, નારકોની ચારલાખ,
૧. વિ (૩૫) પાસે જવું, સ્વીકારવું, પ્રાપ્ત કરવું. ૨. પ્રમોદને આધીન બનેલું શરીર છે જેમનું એવા, અર્થાત્ હર્ષ પામેલા.