________________
૫૮- અભયદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર
અનુત્તર (=જેનાથી ચિઢયાતું બીજું કોઇ જ્ઞાન અને દર્શન નથી તેવા), નિર્વ્યાઘાત (=કોઇ પણ વસ્તુ વડે વ્યાઘાત એટલે સ્ખલના ન પામે તેવા), નિરાવરણ (=સમસ્ત આવરણોથી રહિત), કૃત્સ્ન (=સઘળા પર્યાયોથી સહિત સર્વ વસ્તુને જણાવનારાં), પ્રતિપૂર્ણ (=સઘળા અવયવોથી પૂર્ણ) હતા. ત્યારબાદ સિંહાસન કંપિત થવાથી બત્રીસેય ઇંદ્રો ત્યાં આવ્યા. શ્રેષ્ઠ રત્ન, સુવર્ણ અને રૂપાથી બનાવેલા ત્રણ ગઢથી યુક્ત, સર્વ રત્નમય ચાર દ્વારોથી શોભિત, આશ્ચર્ય કરાવે તેવી અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, પુષ્કરિણી વગેરે ઘણી વસ્તુઓના સમૂહથી રમણીય, ધર્મધ્વજ અને સફેદ ધજા-પતાકાઓથી યુક્ત શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. તેની મધ્યમાં વિવિધ પ્રકારના મણિરત્નોથી કાબરચિત્રાવર્ણવાળા મહા સિંહાસન ઉપ૨ ત્રિલોકબંધુ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન થયા. તેમની આગળ દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. દેવસુંદરીઓએ હર્ષ પૂર્ણ બનીને એવી રીતે નૃત્ય કર્યું કે જેથી એ નૃત્યમાં તેમના હારની શ્રેણીઓ તૂટી જતી હતી. દેવોએ આકાશમાં મહાદુંદુભિઓ વગાડી. સંપૂર્ણ ત્રિભુવનને, પ્રમુદિત કરનારા ભગવાને પણ ત્યાં રહેલી દેવ-મનુષ્યોથી સહિત સુરસભામાં સર્વ જીવસમૂહને સંવેગ ઉત્પન્ન કરનારી ‘હે દેવાનુપ્રિયો! જીવો આ પ્રમાણે બંધાય છે અને આ પ્રમાણે મુક્ત થાય છે.” ઇત્યાદિ મહાધર્મકથા કરી.
શાંતિનાથ પ્રભુનો પરિવાર
આ તરફ તે દૃઢરથનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી અવીને મહાકુળમાં ઉત્પન્ન થયો. યૌવનને પામ્યો તે વખતે ભગવાનની પાસે આવ્યો. ભગવાનની તેવા પ્રકારની ઋદ્ધિના સમૂહને જોવાથી અને અનેક ભવમાં પુષ્ટ કરેલા સ્નેહરાગથી પરમહર્ષને પામ્યો. સર્વ અંગોમાં પુલકિત બન્યો. ભગવાને વિશેષથી કહેલા ધર્મને સાંભળીને વિધિથી દીક્ષાનો સ્વીકાર કર્યો. ચૌદપૂર્વધર ગણધર બન્યો. ત્યારબાદ આ પ્રમાણે પ્રાપ્ત થયેલા બધાય પાંત્રીસ ગણધરોને ક્રમથી ભગવાને દીક્ષા આપી. (કુલ ૩૬ ગણધરો.) બાંસઠ હજાર સાધુઓને સ્થાપિત કર્યા—બાસઠ હજાર લોકોને સાધુ બનાવ્યા. એકસઠ હજાર ને છસો સુસાધ્વીઓને પ્રતિબોધ પમાડી, બે લાખ નેવું હજાર શ્રાવકોને ધર્મમાં સ્થાપિત કર્યાં. ત્રણલાખ ત્રાણુંહજાર શ્રાવિકાઓને ધર્મમાં સ્થાપિત કરી. આઠસો ચૌદપૂર્વીઓ હતા. છ હજાર વૈક્રિય લબ્ધિવાળા હતા. બે હજાર ને ચારસો વાદીઓ હતા. ત્રણ હજાર અવધિજ્ઞાની હતા. (ચાર હજાર મન:પર્યવજ્ઞાની હતા) ચાર હજાર કેવલજ્ઞાની હતા. આ બધાથી જેમના ચરણકમલ સેવાઇ રહ્યા છે એવા શાંતિનાથ ભગવાને અનેક ગામ-ખાણ-નગરોથી સુશોભિત પૃથ્વી ઉપર વિહાર કરીને ભવ્યજીવોરૂપ કમલવનને પ્રતિબોધ પમાડ્યો. પ્રભુનો એક વર્ષ ન્યૂન ૨૫ હજાર વર્ષ કેવલિપર્યાય હતો. ૨૫ હજાર વર્ષ શ્રમણ પર્યાય હતો. અને ૧ લાખ વર્ષ સંપૂર્ણ આયુષ્ય હતું. અંતે સમ્મેતશિખર ઉપર ચઢીને એક માસનું પાદપોપગમન અનશન સ્વીકારીને, શૈલેશીકરણમાં પ્રવેશ કરીને,