________________
૬૮-જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[શ્રુતજ્ઞાનનું મહત્ત્વ શ્રુતજ્ઞાન- સાંભળવું તે શ્રત. શબ્દથી વ્યાપ્ત પદાર્થનો બોધવિશેષ શ્રુત છે. અર્થાત્ પાંચ ઇન્દ્રિયો અને મનરૂપ નિમિત્તથી જ થનારો શબ્દથી નિશ્ચિત બોધ જ શ્રુતજ્ઞાન છે.
- અવધિજ્ઞાન– અવધિ એટલે મર્યાદા. રૂપી દ્રવ્યોને ગ્રહણ કરવા રૂપ મર્યાદાથી થતું જ્ઞાન અવધિજ્ઞાન. અર્થાત્ ઇદ્રિયો અને મનની અપેક્ષા વિના આત્માને થતો રૂપી વસ્તુઓને ગ્રહણ કરવા રૂપ સાક્ષાત્ બોધ તે અવધિજ્ઞાન.
મન:પર્યાયજ્ઞાન- સંજ્ઞી જીવોવડે કાયયોગથી મનોવર્ગણામાંથી ગ્રહણ કરાયેલા અને મનોયોગથી મનરૂપે પરિણમાવાયેલા વસ્તુવિચારણાના પ્રવર્તક દ્રવ્યો મન કહેવાય છે. મનને જાણે તે મન:પર્યાય, અર્થાત્ અઢીદ્વીપ સમુદ્રમાં રહેલા સંજ્ઞી જીવોએ વિચારેલા પદાર્થોને પ્રગટ કરવામાં તત્પર ઇદ્રિય-મનની અપેક્ષા વિના, આત્મામાં સાક્ષાત્ પ્રવર્તેલો બોધ એ જ મન:પર્યાયજ્ઞાન છે.
કેવલજ્ઞાન- કેવલ એટલે સંપૂર્ણ. સઘળા જોયોને ગ્રહણ કરનારું હોવાથી જે જ્ઞાન સંપૂર્ણ છે તે કેવલજ્ઞાન. આ પાંચમું જ્ઞાન રૂપી-અરૂપી સઘળી વસ્તુઓને ગ્રહણ કરનારું છે. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ છે. વિસ્તારથી અર્થ તો આવશ્યકસૂત્ર આદિથી જાણી લેવો. [૧૭]. પાંચજ્ઞાનમાં પ્રસ્તુતમાં કયા જ્ઞાનનો અધિકાર છે તે કહે છે
इत्थं पुण अहिगारो, सुयनाणेणं जओ सुएणं तु ।
सेसाणमप्पणोऽवि य, अणुओग पईवदिटुंतो ॥ १८॥ પ્રસ્તુતમાં શ્રુતજ્ઞાનનો અધિકાર છે. કારણ કે શ્રુતજ્ઞાનથી જ મતિ આદિ ચાર જ્ઞાનોનું અને પોતાનું ( શ્રુતજ્ઞાનનું) પણ વ્યાખ્યાન કરી શકાય છે. આ વિષયમાં પ્રદીપનું દૃષ્ટાંત છે.
વિશેષાર્થ– શબ્દથી પોતાને કે બીજાને જણાવી શકાય છે. શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ હોવાથી શ્રુતજ્ઞાન તરીકે ઇચ્છાય છે. આથી વ્યાખ્યાન કરનારું હોવાથી શ્રુતજ્ઞાન જ સ્વ-પરને જણાવનારું છે, અન્ય જ્ઞાનો નહિ. કારણ કે અન્ય જ્ઞાનો મૂક (=મુંગા) છે. કહ્યું છે કે“શ્રુતજ્ઞાનમાં નિપુણતા છે. ત્યારબાદ કેવલજ્ઞાનમાં નિપુણતા આવે છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કારણ કે શ્રુતજ્ઞાન પોતાને અને બીજાને જણાવનાર છે.” આ વિષયમાં દીપકનું દૃષ્ટાંત છે. જેવી રીતે દીપક પોતાને અને અન્ય ઘટ વગેરેને પ્રગટ કરે છે, તેવી રીતે શ્રુતજ્ઞાન પણ પોતાને અને અન્ય જ્ઞાનોને પ્રગટ કરે છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- અહિંસાનું જ્ઞાન (વિશિષ્ટજ્ઞાન) મેળવવું જોઇએ,