________________
૩૩૮- અસત્ય બોલવામાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[વસુરાજાની કથા કહ્યું. તે દિવસ પહેલાં જ તારા મુખમાં ક્યાંકથી વિષ્ઠા પડશે. તેથી રાજાએ ગુસ્સે થઈને પૂછ્યું: હે દુષ્ટ! તું કોના હાથે મરીશ? મુનિએ કહ્યું: હું કોઇના હાથે નહિ મરું. પણ લાંબો કાળ વ્રત આચરીશ. પોતાના માણસો દ્વારા સૂરિને બધી તરફ અટકાવી( કેદમાં રાખીને) અતિશય કોપને ધારણ કરતો રાજા ઘરે ગયો. (૨૫) તેના વડે સ્વદુષ્ટતાથી અતિશય ઉદ્વેગ પમાડાયેલા બધા સામંતો દૃઢ મંત્રણા કરીને તે જ જિતશત્રુ રાજાને ગુપ્તપણે લાવે છે. આ તરફ કોપના કારણે ઉતાવળો થયેલો દત્તરાજા સાતમા દિવસે આઠમો દિવસ માનીને ઘોડા ઉપર બેસીને ઘરમાંથી બહાર નીકળ્યો. ગુસ્સે થયેલો અને બધાય સામતોથી પરિવરેલો રાજા મુનિને મારવા માટે જેટલામાં થોડે દૂર જાય છે તેટલામાં રસ્તામાં ઘોડાની ખુરથી ઉછળીને વિષ્ઠા સહસા પોતાના મુખમાં પડી. ચોક્કસ દિવસોની ગણતરી કરવામાં હું ભૂલ્યો છું એમ વિચારીને સંભ્રાન્ત થયેલો રાજા જેટલામાં પોતાના ઘોડાને વાળે છે તેટલામાં “ક્યાંકથી મંત્રભેદ થયો છે” એમ માનતા સઘળા સામંતો તે રાજાને બાંધીને તપેલા તેલની કુંભીમાં નાખે છે. તેના ગળે ઘણા શ્વાનોને બાંધીને નાખે છે. અને નીચે અગ્નિ સળગાવે છે. બળતા અને તેથી સતત ખીજાતા તે કૂતરાઓએ રાજાના શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યાં. અતિશય દુઃખાર્ત દત્ત મરીને નરકમાં પડ્યો. સૂરિ લાંબા કાળ સુધી વિહાર કરીને પછી દેવલોકમાં ગયા. [૧૪૯]
આ પ્રમાણે સત્યજિનમત પ્રરૂપક કાલકાચાર્યનું કથાનક પૂર્ણ થયું. હવે લૌકિક સમ્યગ્વાદના સમર્થન માટે કહે છેवसुनरवइणो अयसं, सोऊण असच्चवाइणो कित्तिं । सच्चेण नारयस्सवि, को नाम रमिज अलियम्मि? ॥ १५०॥
અસત્યવાદી વસુરાજાના અપયશને સાંભળીને અને સત્યથી નારદની કીર્તિને પણ સાંભળીને કોણ અસત્યમાં રમે? અર્થાત્ કોઈ ન રમે. વિશેષાર્થ ભાવાર્થ કથાનકથી કહેવાય છે
વસુરાજાની કથા ચેદી દેશમાં શક્તિમતી નામની નગરી છે. તેમાં અહો! સુવર્ણના કિનારાવાળી શુક્તિમતી જ નદી વહી રહી છે. તે નગરીમાં અભિચંદ્ર નામનો રાજા છે. તે ચંદ્રની મ અમૃત કરનાર હતો. તેનો વસુનામનો પુત્ર હતો. તે સત્યથી સાધુઓથી પણ અધિક
૧. રાજાના પક્ષમાં અમૃત એટલે જીવન. તે પ્રજાના જીવનને કરનાર હતો. પ્રજા દુઃખી ન થાય અને સુખી થાય
તે રીતે પ્રજાનું પાલન કરતો હોવાથી જીવન કરનાર હતો. ૨. વજૂળ વતું શબ્દનું ષષ્ઠી બહુવચન છે. હું એટલે સાધુ.