________________
અસત્ય ન બોલવામાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [કાલકસૂરિની કથા-૩૩૭ કાઢી મૂકાયેલો જિતશત્રુ બીજા સ્થળે જતો રહે છે. દત્ત રાજ્ય કરે છે અને જીવઘાતવાળા ઘણા યજ્ઞો કરાવે છે. તેના મામા ઘણા ગુણોથી પૂર્ણ એવા કાલકસૂરિ નામના આચાર્ય વિહાર કરતા કોઈપણ રીતે ત્યાં પધાર્યા. પોતાના ધર્મથી ખુશ થયેલો રાજા તેમની પાસે જઈને પૂછે છેઃ હે મામા! યજ્ઞનું ફળ શું છે તે કહો. પછી કાલકસૂરિએ વિચાર્યું. જિન સિદ્ધાંતને અન્યથા ન કહેવું જોઇએ, અને સાચું કહેવાથી આ ઘણો કર્મબંધ કરે. તેથી અહીં વિક્ષેપ કરવો (=પ્રશ્ન પ્રમાણે ઉત્તર ન આપવો) એ યોગ્ય છે. આમ વિચારીને તેમણે કહ્યું હે રાજન! ધર્મનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે એમ સુપ્રસિદ્ધ છે. રાજાએ કહ્યું: હું ધર્મફલ પૂછતો નથી. યજ્ઞનું ફળ કહો. આચાર્યએ ફરી પણ કહ્યું: વળી અધર્મ નરકનો માર્ગ છે. ફરી રાજા આ ( યજ્ઞનું ફળ શું છે? એ) કૌતુકને પૂછે છે અને કહે છે કે યજ્ઞનું ફળ કહો. તો પણ ગુરુએ કહ્યું : અશુભકર્મોનો ઉદય તિર્યંચ આદિના દુઃખોનો જનક છે. આ પ્રમાણે કહેવા છતાં તિરસ્કાર સહિત વચનને બોલતો તે રાજા ફરી યજ્ઞનું ફળ પૂછે છે. તેથી સૂરિ પણ વિચારે છે કે નિપુણ માણસો પણ પરના શક્ય કર્મબંધની રક્ષા કરે છે, અશક્ય કર્મબંધની નહિ. આ રાજા ચોક્કસ ભવિતવ્યતાથી આલિંગન કરાયેલો છે. તેથી સાચું કહું. આમ વિચારીને સૂરિએ કહ્યું. હે નરવર! સાંભળ. પશુઘાતના કારણે યજ્ઞોનું ફળ મહા નરકો છે. કારણ કે વ્યાસે કહ્યું છે કે–“જ્ઞાનરૂપ પાળીથી વિંટળાયેલા, બ્રહ્મચર્યદયારૂપ પાણીવાળા, પાપરૂપ કાદવને દૂર કરનારા, અને અતિનિર્મલ તીર્થમાં સ્નાન કરીને જીવરૂપ કુંડમાં રહેલા અને દમનરૂપ પવનથી પ્રદીપ્ત બનેલા ધ્યાનરૂપ અગ્નિમાં અશુભકર્મોરૂપ સમિધ નાખીને ઉત્તમ અગ્નિહોત્ર કર. શમરૂપ મંત્રથી હણાયેલા, ધર્મકામ-અર્થ પુરુષાર્થનો નાશ કરનારા દુષ્ટ કષાયરૂપ પશુઓથી યજ્ઞને કર. નિપુણપુરુષોએ આવા યજ્ઞનું વિધાન કર્યું છે. તૃષ્ણારૂપ લતાગુલ્મને છેદી નાખ. સંસારરૂપ પાંજરાને ભેદી નાખ. પછી સદા આનંદ-સુખથી યુક્ત મોક્ષમાં કાયમ માટે જા. મૂઢ મનવાળો જે જીવ જીવહિંસા કરીને ધર્મને ઇચ્છે છે તે કૃષ્ણસર્પના મુખરૂપ બખોલમાંથી અમૃતવૃષ્ટિને ઇચ્છે છે.” ઇત્યાદિ.
હવે ગુસ્સે થયેલા રાજાએ કહ્યું: હે સાધુ! હું નરકમાં જઇશ એની ખાતરી શી? તે કહે. તેથી સૂરિએ વિચારીને કહ્યું. આ ભવમાં પણ સાતમા દિવસે તેલની કુંભમાં શ્વાનોની સાથે તારો નાશ કરાશે. રાજાએ પૂછ્યું: આમાં પણ શી ખાતરી? તેથી સૂરિએ
૧. સમિધ=હોમ કરવાનું એક જાતનું લાકડું ૨. અગ્નિહોત્ર=મંત્રપૂર્વક અગ્નિસ્થાપન કરી હોમ કરવો તે. ૩. લતાગુલ્મ= વેલાઓનો ઝંડ.