________________
અસત્ય બોલવામાં] ઉપદેશમલા (પુષ્પમાલા)
કથા-૩૩૯ હતો. (અર્થાત્ સાધુ હજી કોઇવાર અસત્ય બોલી નાખે, પણ આ વસુ જરાય અસત્ય બોલતો ન હતો, સત્યવાદી હતો.) તે નગરીમાં ક્ષીરકદંબક નામનો અધ્યાપક રહે છે. પર્વતક નામનો તેમનો પુત્ર હતો, તથા નારદ નામનો શિષ્ય હતો. તે બંને વસુકુમારની સાથે રસપૂર્વક વેદ ભણે છે. હવે એકવાર ફીરકદંબકની પાસે થઈને બે ચારણમુનિ આકાશમાર્ગથી જઈ રહ્યા હતા. આ વખતે એક મુનિએ વિશિષ્ટ જ્ઞાનથી જાણીને બીજા મુનિને કહ્યું: ભણતા આ ત્રણ શિષ્યોમાંથી બે નરકગામી થશે અને એક દેવમાં ઉત્પન્ન થશે. કહેવાતું આ ક્ષીરકદંબકે કોઈ પણ રીતે સાંભળ્યું. હવે તે તુરત વિષાદને પામ્યો અને વિચારવા લાગ્યો કે મારા અધ્યાપનને ધિક્કાર થાઓ, જેથી અપાત્રમાં ગયેલો આ પરિશ્રમ સફલ ન થયો. મુનિવચન અન્યથા થતું નથી. પણ પરીક્ષા કરું કે આ ત્રણમાં કોણ સુગતિગામી છે અને કોણ દુર્ગતિગામી છે. પછી જ્યાં કોઈ જાણે નહિ અને જુએ નહિ ત્યાં આ કુકડાને હણવો એમ શિખામણ આપીને તેમને એકાંતમાં લાક્ષારસથી ભરેલા લોટના કુકડા ત્રણેને જુદા જુદા આપ્યા. પછી પર્વતક રાતે નજીકમાં જ શૂન્યઘર આદિ સ્થાનમાં તે કુકડાને હણીને પાછો આવ્યો. વસુ પણ તે રીતે કુકડાને મારીને પાછો આવ્યો. નારદ પણ તે નગરીની બહાર ઉદ્યાનમાં ક્યાંક એકાંત સ્થાનમાં ગયો હતો. તેણે વિચાર્યું અધધ! ગુરુએ અકાર્યનો ઉપદેશ આપ્યો છે. કારણ કે કયો જાણકાર આ જીવ છે એમ વિચારીને આને હણે? અથવા અમારા ગુરુ નિમ્પ્રયોજન આવો ઉપદેશ ન આપે. તેથી અહીં કોઈ કારણ હોવું જોઇએ. ઇત્યાદિ વિચારીને અને ઘણું ભમીને પાછો આવ્યો. પણ કુકડાને હણ્યો નહિ. નમીને ગુરુને કહ્યું જગતમાં તે કોઈ પ્રદેશ નથી કે જ્યાં કોઇ ન જાણે અને ન જુએ. કારણ કે હું પોતે જ જોઉં છું. પક્ષીઓ અને વનસ્પતિઓ વગેરે જુએ છે, વળી બીજું- જ્યાં દેવો અને અતિશયજ્ઞાની મહર્ષિઓ જુએ છે ત્યાં શુભગુરુ આવું અકાર્ય કેમ કરે?
નારદે આ પ્રમાણે કહ્યું એટલે ગુરુએ જાણ્યું કે આ સુગતિગામી છે. બીજા બંનેય નરકમાં જશે એમાં સંદેહ નથી. જુઓ, શ્રુત શું કરે? અથવા કારુણિક ગુરુજનનો ઉપદેશ શું કરે? કારણ કે તે બંને સમાન હોવા છતાં પોતાની યોગ્યતાથી ફલમાં ભેદ થાય છે. એમનાથી તે રીતે (=સમાનપણે) ભણાયું છે, તે રીતે આવૃત્તિ કરાઈ છે, અને મેં તે રીતે વેદના અર્થનો ઉપદેશ આપ્યો છે. અધધ! ભવિતવ્યતાથી પરિણામ આવું આવશે. મારા દેખતાં જ મારો પુત્ર અને રાજપુત્ર નરકમાં જશે. તેથી મારા ગૃહવાસને ધિક્કાર થાઓ. ઇત્યાદિ વિચારીને ઉપાધ્યાયે દીક્ષા લીધી. તેના સ્થાને પર્વતક શિષ્યોને વ્યાખ્યાન કરે છે.
. બધું ભણાઈ ગયું. તેથી નારદ પણ સ્વસ્થાને ગયો. અભિચંદ્ર દીક્ષા લીધી એટલે વસુ ત્યાં રાજા થયો.
ઉ. ૨૩ ભા.૧