________________
રાત્રિ ભોજનમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [રવિગુણની કથા-૩૭૩ હવે એકવાર મિત્ર શ્રાવકો તેને વિવાહમાં લઈ ગયા. જાન રાતે રસ્તાના એક ગામ રહી રોકાણી. ત્યાં શ્રાવકો રાતે ખાતા નથી. તેથી વામદેવ ઉપહાસ કરતો કહે છે કે- જો તમારે કોઇપણ રીતે કોળિયો કાનથી (પેટમાં) જાય છે તો અહીં વિડંબના પામેલા તમે રાતે ભોજન ન કરો. પણ મારે રાતે ખાવું છે. તેથી ત્યાં એના માટે ભાત રાંધ્યા. રસોડામાં ફરતું કાળા સર્પનું બચ્ચું ધૂમાડાથી વ્યાકુળ થઈને ભાતમાં પડ્યું. પકાવાતું તે ટુકડે ટુકડા થઈને ભિદાઈ ગયું. અધું ભોજન કર્યા પછી તેણે તે જોયું. હવે તે જ ક્ષણે વિષના વેગથી બેચેન થયેલો તે પૃથ્વી ઉપર પડ્યો. તેને નજીકના દશપુર નગરમાં રાજાની પાસે લઈ ગયા. ઘણા લેશથી કોઇપણ રીતે તે જીવી ગયો અને સંવેગને પામ્યો. શ્રાવકો તેને કરુણાથી કેવલીની પાસે લઈ ગયા. કેવલી ભગવંતે તેને કર્મરૂપ શત્રુનો સંહાર કરનારી દેશના કરી. સંવેગને પામેલા તેણે કહ્યું: હે નાથ! રાત્રિ ભોજનમાં આસક્ત અને દુષ્ટ મેં વ્રત-નિયમમાં શ્રાવકોના ઉપહાસ કર્યા. હવે હમણાં સ્વયમેવ આવી આપત્તિ પ્રાપ્ત થઈ. તેથી કેવલીએ કહ્યું મહાનુભાવ! રાત્રિ ભોજન નિમિત્તે પૂર્વે તેં જે દુઃખ અનુભવ્યું છે તેની અપેક્ષાએ આ દુઃખ કેટલું માત્ર છે. પછી વિસ્મય પામેલા તેણે પ્રણામ કરીને મુનિનાથને પૂછ્યુંહે ભગવન્! તે દુઃખ કયું? પછી મુનિએ રવિગુણના ભવથી આરંભી ભવભ્રમણનો સઘળોય વૃત્તાંત તેને કહ્યો, અને રાત્રિભોજન નિમિત્તે જે દુઃખ સહન કર્યું તે સઘળુંય કહ્યું. તે મુનિવચનને સાંભળીને વામદેવનું મન અતિશય ભયવાળું થયું. તેણે ઉઠીને મુનીશ્વરના ચરણોમાં પડીને મુનીશ્વરને કહ્યું: હે નાથ! પૂર્વભવોમાં કે આ ભવમાં મેં જે દુષ્કતો ક્યાં છે તે દુષ્કતો જેનાથી નાશ પામે તેવો કોઈ ઉપાય છે? તેથી કેવલીએ કહ્યું: જિનદીક્ષા રૂપી તીક્ષ્ણ કુહાડીની ધારાથી લાંબાકાળથી ઉગેલી પણ વક્ર એવી કર્મરૂપ વનરાજી છેડાય છે. હવે વામદેવે કહ્યું: જો આપના ચરણો પ્રસન્ન થાય તો માતા-પિતાથી અનુજ્ઞા અપાયેલો હું દીક્ષા પણ ગ્રહણ કરું. ગુરુએ કહ્યું: આ કામમાં વિલંબ ન કર. તેથી હર્ષ પામેલા વામદેવે કાંડિલ્યપુર જઇને પોતાના પિતા મધુને રાત્રિભોજન આદિનો સઘળોય વૃત્તાંત કહીને વ્રત માટે અનુજ્ઞા માગી. તેથી મધુએ કહ્યું- હે વત્સ! આ પ્રમાણે ન બોલ. કારણ કે હજુ પણ તું સંતાનથી રહિત છે. સંતાનથી રહિતને સ્વર્ગ આદિની પ્રાપ્તિનો નિષેધ કર્યો છે. કહ્યું છે કે–“અપુત્રની સદ્ગતિ નથી, અને સ્વર્ગ નથી જ નથી જ. તેથી પુત્રનું મુખ જોઇને સ્વર્ગમાં જશે.” શ્વેતાંબરો શૂદ્ર છે, બ્રાહ્મણોને અવંદનીય છે. તેથી તારે આ બોલવું પણ યોગ્ય નથી. તેથી વામદેવે કહ્યું: હે પિતાજી! સંતાનનું મુખ જોવાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય એમ જે કહ્યું તેને અમે જાણતા નથી. જો સંતાનનું મુખ જોવાથી જ ફલની સિદ્ધિ થાય તો દાન વગેરે વ્યર્થ બને. તથા ચંડાલ વગેરેને