________________
૧૨૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા સદાય એની સહાયમાં રહે છે. આ પ્રમાણે વિપર્યાસની સહાયવાળા મદનની જે ચેષ્ટા છે તે તમને કંઇક વિશેષથી જણાવાય છે. તે ચેષ્ટા આ છે– જેમના ગાલ વૃદ્ધાવસ્થાથી જીર્ણ થઈ ગયા છે, જેઓ સ્ત્રીઓને હસવા જેવા થાય છે, જેઓ વળી, પલિત અને ‘ટાલથી બીભત્સ શરીરવાળા છે, વિકારરસથી પરિપૂર્ણ તેઓ પણ વૃદ્ધાવસ્થાથી શરમ પામે છે. પોતાના જન્મને ઘણો અલ્પકાલીન કહે છે, અર્થાત્ પોતાની વય ઓછી બતાવે છે. વાળ કાળા થાય એ માટે અનેક દ્રવ્યોના યોગથી વાળને જાણે પોતાના હૃદયમાં રહેલા પાપથી રંગતા હોય તેમ રંગે છે. વિવિધ સ્નેહવાળા દ્રવ્યોથી પોતાના શરીરને વારંવાર સ્વચ્છ કરે છે. તથા ગાલોની શિથિલતાને પ્રયત્નથી ઢાંકે છે. મૂઢ તેઓ યુવાનની જેમ લીલાથી પ્રગટ ફરે છે. વિભૂષા કરવા માટે સદા શરીરને શણગારવામાં તત્પર તેઓ વિભૂષાથી કલેશ પમાડાય છે. સ્ત્રીઓથી તાત! તાત! એ પ્રમાણે બોલાવાયેલા અને દાદાસમાન થવા છતાં વિમૂઢ તેઓ સ્ત્રીઓની ઇચ્છા કરે છે. સર્વ સ્ત્રીઓને પ્રેરણાનું સ્થાન હોવા છતાં અતિશય હાસ્ય અને કામવિકારોને કરે છે, (અને એથી) અતિશય હાસ્યને પાત્ર બને છે. જરાથી જીર્ણ શરીરવાળા જે જીવોની આ વિડંબના થાય છે તે જીવો સુંદર યૌવન પ્રાપ્ત થયે છતે કેવા થાય? શ્લેખ, આતંરડા અને મૂત્રરૂપ કાદવથી ભરેલા શરીરમાં આસક્ત ચિત્તવાળા તે બિચારા જીવનપર્યંત ખેદ પામે છે. ભવિષ્યને જોતા નથી. દેવતત્ત્વને જાણતા નથી. પશુ જેવા તેઓ આહાર, નિદ્રા અને કામથી દુઃખી રહે છે. તેથી અપાર આ ભવસુમદ્રમાં પડેલા અને જેમની શિષ્ટ ક્રિયાઓ નાશ પામી છે તેવા તેમને ભવસમુદ્રમાંથી ઉતરવાનું (=બહાર આવવાનું) ક્યાંથી થાય? આ પ્રમાણે વિપર્યાસ સામંતને મદનની સહાયમાં રોકવામાં આવે છે. આ મહાદુષ્ટ વિપર્યાસ સામંત એકલો પણ અધર્મમાં ધર્મનો આગ્રહ ઉત્પન્ન કરે છે. અભક્ષ્યમાં પણ ભક્ષ્યનો આગ્રહ, અપેયોમાં પણ પેયનો આગ્રહ, ન કહેવા લાયકમાં પણ કહેવા લાયકની બુદ્ધિ, અકર્તવ્યમાં પણ કર્તવ્યનો નિશ્ચય કરાવે છે. વિશેષ કહેવાથી શું? આને વશ બનેલા અને આગ્રહથી પકડાયેલ ચિત્તવાળા જીવોની બુદ્ધિ સર્વકાર્યોમાં વિપરીત પણે વર્તે છે. બોધ પમાડાયેલા પણ બોધ પામતા નથી. યોગ્ય-અયોગ્યને જાણતા નથી. જ્ઞાન અને શ્રદ્ધાથી રહિત તે જીવો પોતાના પ્રાણ જાય તો પણ પોતાના આગ્રહને છોડતા નથી, તેથી આ જ જન્મમાં દુઃખરૂપ સમુદ્રમાં પડે છે, અને પરભવમાં દુર્ગતિમાં જાય છે. હે મહાનુભાવો! આ પ્રમાણે અહીં પાપવિલસિત નામના સેનાધિપતિને
૧. ત્રિ=અવસ્થાના કારણે ચામડીમાં પડતી કરચલીઓ. ૨. પતિત પળિયા (ધોળાવાળ.) ૩. વનત્વ=માથાની ટાલ. ૪. હા હૃદયમાં થયેલ. ૫. મૃગા=નિર્મલતા-સ્વચ્છતા.