________________
૪ પં. લક્ષ્મણ ગણિ - તેમણે સં૦ ૧૧૯૯ના માહ સુદિ ૧૦ના રોજ ગુર્જરેશ્વર કુમારપાલના રાજ્યમાં માંડલમાં ‘સુપાસનાહચરિય' ગ્રંથાગ્ર : ૧0000 પ્રમાણ રચ્યું છે.
આO હેમચંદ્રસૂરિએ ઘણી ધર્મપ્રભાવના કરી હતી. ગિરનાર તીર્થનો કબજો અપાવ્યો હતો. અમારિ પ્રવર્તાવી હતી. સાધુઓનો થતો પરાજય નિવાર્યો હતો. ચૈત્યવાસનો ફેલાવો ન થાય એ માટે તેમણે સક્રિય પ્રયત્ન કર્યો હતો. જિનમંદિરો માટે થતાં વિઘ્નો દૂર કરાવ્યાં હતાં. લગભગ એક લાખ શ્લોક પ્રમાણ ગ્રંથોની રચના કરેલી છે.
તેઓ સાત દિવસનું અનશન કરી પાટણમાં સ્વર્ગે ગયા. રાજા સિદ્ધરાજ તેમની શ્મશાન યાત્રામાં થોડાએક માર્ગ સુધી સાથે ગયો હતો અને એ રીતે પોતાનો આચાર્યશ્રી પ્રત્યેનો હાર્દિક પૂજ્યભાવ વ્યક્ત કર્યો હતો.
આચાર્યશ્રી પરમનૈષ્ઠિક પં. શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક તરીકે પ્રસિદ્ધ હતા. એકંદર તેઓ વિક્રમની બારમી શતાબ્દીના પ્રભાવક આચાર્ય હતા. (જૂઓ, જીવસમાસની સ્વલિખિત પ્રત)
આO હેમચંદ્રસૂરિ પોતે “જીવસમાસની વૃત્તિ' માં પોતાનો પરિચય આપે છે કે, “યમ, નિયમ, સ્વાધ્યાય અને પદસ્થપ્પાનાનુષ્ઠાનરત, પરમનૈષ્ઠિક પંડિત શ્વેતાંબરાચાર્ય ભટ્ટારક શ્રી હેમચંદ્રાચાર્યે સંવ ૧૧૬૪ ના ચૈત્ર સુદિ ૪ને સોમવારે પાટણમાં જયસિંહના રાજયમાં જીવસમાસવૃત્તિ' (ઝૂ. ૭૦૦) લખી છે. આ પ્રતિ આજે ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે. આ પ્રમાણે આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ બારમી સદીમાં એક મહાન શાસનપ્રભાવક આચાર્ય હતા.
(જૈનપરંપરાનો ઈતિહાસ ભાગ બીજામાંથી સાભાર ઉદ્ધાંત)