________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેવસિકાનું ચરિત્ર-૧૯૯ હે શેઠ! તમે ચિંતાતુર કેમ દેખાઓ છો? શેઠે તેને કહ્યું કહેવાથી શું કોઈ જરા જેટલું પણ કરે છે? અર્થાત્ દુઃખને ઓછું કરે છે? સ્ત્રીએ કહ્યું: વૈદ્યને પણ પોતાનો રોગ કહેવાય છે. તે વૈદ્ય પણ સાધ્યરોગમાં ચિકિત્સા કરે છે, અસાધ્યમાં ચિકિત્સાનો ત્યાગ કરે છે. આ સ્ત્રીનું વચન અભિપ્રાયવાળું છે એમ જાણીને શેઠે તેને તે વાત કહી. સાંભળીને સ્ત્રીએ કહ્યું: જો એમ છે તો સાંભળો. દેવસિકાએ જ્યારે તમારા પુત્રને જોયો ત્યારથી જ તે કામદેવરૂપ મહાવરથી ગ્રહણ કરાયેલી છે. તારા પુત્રની સાથે લગ્ન વિના તેનું બીજું કોઈ ઔષધ નથી. પિતાજી અન્ય દેશમાં આપતા નથી એમ વિચારીને તે નિઃસાસા નાખે છે, રડે છે, મૂર્શિત થાય છે, વ્યર્થ બોલે છે, મૌન પણ કરે છે, જાણે તેનું શરીર ભૂતથી અધિષ્ઠિત હોય તેમ સઘળુંય અનુચિત કરે છે. (૫૦) હું તેની ધાવમાતા છું. મેં તેને આગ્રહથી પૂછ્યું એટલે તેણે સત્ય હકીકત મને કહી. એથી હું અહીં આવી છું. જો તમને પસંદ પડે તો તે બાળાને લઇને તમારી સાથે હું અહીં આવું. મૌન રહેલા જિનસેને આ સાંભળ્યું. તેણે વિચાર્યું. અહો! જુઓ, જે સ્વયં જ થયું તે ભાગ્યની સિદ્ધ થયેલી અનુકૂળતાના નિમંત્રણથી સ્વયં થયું છે.
પછી સંકેત દિવસ કહીને શેઠે તે સ્ત્રીને રજા આપી. પછી કરિયાણાને વેચીને અને દેવસિકાને લઈને તામ્રલિમીમાં ગયા. પછી આ વૃત્તાંતને જાણીને ધર્મગુપ્ત શેઠે પણ વિચાર્યું સમાન શીલવાળાઓથી દેવસિકા લઈ જવાઈ તેમાં અયુક્ત શું છે? સુરદત્ત નામના પોતાના પુત્રને ઘણા ધનસમૂહની સાથે તામ્રલિમી નગરીમાં મોકલીને પુત્રીને પરણાવી.
હવે જિનસેન દેવસિકાની સાથે ઘણા ભોગોને ભોગવે છે. તે બંનેયને જિનધર્મ સુંદરભાવથી પરિણમ્યો. દેવસિકા શીલની તે રીતે રક્ષા કરે છે કે જેથી દેવો પણ વખાણ કરે છે. હવે કમલાકર શેઠ ક્યારેક મૃત્યુ પામ્યો. હવે કેટલાક દિવસ પછી જિનસેને માતાને પ્રણામ કરીને કહ્યું: હે માતા! પિતાની લક્ષ્મીથી હું વિલાસ કરું છું. તે મારા માટે યુક્ત નથી. જેવી રીતે સ્તનપાન કરનાર બાળક પોતાની માતાને ધાવે છે તે રીતે પિતાની લક્ષ્મી બાળકથી ભોગવાય છે. પણ પુરુષાર્થ કરવાની શક્તિ હોવા છતાં પિતાની લક્ષ્મીનો ભોગ લજાને જ ઉત્પન્ન કરે છે. વ્રત સ્વીકારનારાઓને ધન, અવિદ્યમાન પતિવાળી નારીઓને શૃંગાર અને વ્યવસાય રહિતને ભોગોનો વિલાસ કરવાનું શોભતું નથી. ઇત્યાદિ યુક્તિવાળા વચનોથી તે વહાણમાં આરૂઢ થવા માટે (=વહાણથી મુસાફરી કરવા માટે) માતાની રજા મેળવે છે. પણ દેવસિકા રજા આપતી નથી. યુક્તિઓથી તેને પણ વિશ્વાસ પમાડે છે ત્યારે
૧. પત્ત = અલ્પ વિલેજ પરિવં વિપત્તિ આમ વિપરિત એટલે અતિશય અલ્પ. ૨. સિદ્ધ થયેલી એટલે નિશ્ચિત થયેલી. જિનસેનના ભાગ્યની અનુકુળતા નિશ્ચિત થયેલી હતી. તેથી તેણે
દેવસિકાની ધાવમાતાને અહીં આવવાનું નિમંત્રણ આપ્યું. તે આવી એથી એની મેળે કામ થઇ ગયું. ૩. (જં)=સુંદર.