________________
૨૦૦- શીલધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[દેવસિકાનું ચરિત્ર દેવસિકાએ કહ્યું- હે નાથ! ત્યાં ગયેલા આપ બીજી રમણીઓથી ભોળવાઈ જશો. જિનસેને કહ્યું તને છોડીને બીજી સ્ત્રીઓ સાથે બ્રહ્મસેવનનો જાવજીવ મારે નિયમ છે. તો પણ દેવસિકા વિશ્વાસ પામતી નથી. હવે જિનસેને સેનાદેવીની પ્રતિમા બનાવીને આરાધના કરી. સેનાદેવીએ પ્રત્યક્ષ થઈને બે કમળો આપીને કહ્યું: એક કમળ દેવસિકા હાથમાં રાખે અને બીજું કમળ જિનસેન હાથમાં રાખે. પત્નીના શીલખંડનમાં પતિના હાથમાં રહેલું કમળ સુકાશે. પતિના શીલખંડનમાં પત્નીના હાથમાં રહેલું કમળ સુકાઈ જશે. આ પ્રમાણે વિશ્વાસ કરીને વહાણમાં ચડવા માટે ચાલ્યો. આ વખતે તે માતાના ચરણોમાં નમ્યો અને હિતશિક્ષા માગી. તેથી માતાએ કહ્યું: હે વત્સ! તું સુખમાં પાલન કરાયો છે, અને પ્રકૃતિથી સરળ છે. દેશાંતર દૂર છે. માર્ગો વિષમ છે. લોક વક્રમનવાળો છે. ધુતારા અને દુર્જનો ઘણા હોય છે. સજ્જનો વિરલા હોય છે. સ્ત્રીલોક છેતરવામાં ચતુર હોય છે. વાણિયાઓ માયાવી હોય છે. કરિયાણાનું રક્ષણ કરવું કઠીન છે. તારુણ્ય ઘણા વિકારવાળું હોય છે. કાર્યની ગતિ વિષમ હોય છે. માર્ગો પણ ચોર અને ચિરકોથી વ્યાપ્ત હોય છે. ભાગ્યનું પરિણામ મોટાઓથી પણ ન જાણી શકાય તેવું અત્યંત ગંભીર હોય છે. તેથી હે વત્સ! તારે સમયને ઓળખીને ક્યાંક ડાહ્યા થવું, ક્યાંક મૂર્ણ થવું, ક્યાંક દયાળુ થવું, ક્યાંક નિર્દય થવું, ક્યાંક સુભટ થવું, ક્યાંક કાયર થવું, ક્યાંક ઉદાર થવું, કયાંક કૃપણ થવું, ક્યાંક સરળ થવું, ક્યાંક હોંશિયાર થવું, કયાંક નિપુણ બનવું, કયાંક સમૂહમાં રહેનારા થવું, વિશેષ કહેવાથી શું? બધા સ્થળે જેનો મધ્યભાગ જાણી શકાતો નથી તેવા સમુદ્ર જેવા થવું. હવે જિનસેને કહ્યું: હે માતા! માતાથી સતત શિખામણ અપાયેલો હું પણ માતાની જ કૃપાથી એ પ્રમાણે વર્તીશ. (૭૫) પછી માતાના આશીર્વાદ મેળવીને શુભ મુહૂર્ત વહાણમાં ચડ્યો.
ક્રમ કરીને પારસકુલમાં સિદ્ધપુર નગરમાં આવ્યો. ત્યાં વ્યવહાર કરતો તે કમળને ક્યાંય મૂકતો નથી. ચાર યુવાન શ્રેષ્ઠિપુત્રોએ કોઇકને પૂછ્યું: આ કમળને કેમ રાખે છે? એને કયારેય કેમ મૂકતો નથી? તેણે સઘળું કહ્યું. હવે તેમણે ઈર્ષાથી વિચાર્યું. શીલનું ખંડન બીજે થાય અને બીજા સ્થળે રહેલું કમળ સુકાય એ કેવી રીતે સંભવે? અને સ્ત્રીઓનું સારું (=અખંડિત) શીલ કેવી રીતે સંભવે? તેથી જઇને તેના શીલમાહાભ્યને અવશ્ય જોઇએ. ઘણું દ્રવ્ય લઈને તે તામ્રલિપ્તી નગરીમાં ગયા. ત્યાં યોગસિદ્ધિ નામની પરિવ્રાજિકાનો મઠ છે. તેઓ ત્યાં ઉતર્યા અને તેની ઘણી સેવા કરી. તેમણે પરિવ્રાજિકાને કહ્યું: જો તું અમને દેવસિકા મેળવી આપે તો અમે એક એક પણ તને એક એક લાખ ધન આપીએ. યોગસિદ્ધાએ કહ્યું: મારી આગળ તે બિચારી કેટલું માત્ર છે? નજરમાં આવેલી અપ્સરા પણ તમને અપાવું. આ પ્રમાણે કહીને તે બીજા દિવસે દેવસિકાના ઘરે ગઈ. તેણે સાસુને પૂછ્યું: ૧. ભેગા થઈને ફરનારા ત્રિદંડી ભિક્ષુકોને ચરક કહેવામાં આવે છે.