________________
સમ્યકત્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વ પ્રાપ્તિનો ક્રમ-૨૫૫ સમ્યકત્વ ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. કારણ કે ઉદયમાં આવેલા મિથ્યાત્વનો અહીં પહેલાં જ ક્ષય થઈ ગયો છે. ઉદયમાં નહિ આવેલા મિથ્યાત્વનો તો ઉદયાભાવરૂપ ઉપશમ છે. તેથી (ક્ષય અને ઉપશમથી થયેલું) આ સમ્યકત્વ ક્ષાયોપથમિક છે. કોઈ જીવને મિશ્રપુંજનો ઉદય થાય છે. મિશ્રપુજને વેદતો જીવ સમ્યકમિથ્યાદષ્ટિ કહેવાય છે. બીજા કોઈ જીવને મિથ્યાત્વપુંજનો ઉદય થાય છે. મિથ્યાત્વપુંજને વેદનારો જીવ મિથ્યાષ્ટિ કહેવાય છે.
ઔપથમિક સભ્યત્વને ભોગવતા કોઈક બીજા જીવને પથમિક સભ્યત્વનો કાળ જઘન્યથી એકસમય બાકી હોય ત્યારે અને ઉત્કૃષ્ટથી છ આવલિકા બાકી હોય ત્યારે
અનંતાનુબંધી કષાયનો ઉદય થાય છે. તેના ઉદય વખતે જે સમ્યકત્વ છે તે સાસ્વાદન* સમ્યકત્વ કહેવાય છે. કારણ કે મિથ્યાત્વનો હજી ઉદય થયો નથી, અને તત્ત્વરસના આસ્વાદથી સહિત છે. (આસ્વાદથી સહિત તે સાસ્વાદન.) જો કે તે તત્ત્વરસ અનંતાનુબંધી કષાયના ઉદયથી કલુષિત(=મલીન) છે. અનંતાનુબંધી કષાયના ઉદયથી મલિન એવા પણ તત્ત્વરસાસ્વાદથી સહિત છે. આથી તે સમ્યકત્વ સાસ્વાદન સમ્યકત્વ કહેવાય છે. જઘન્યથી એક સમય પછી અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પછી નિયમા મિથ્યાત્વનો ઉદય થતાં તે જીવ મિથ્યાદષ્ટિ થાય છે. [૯૬-૯૭-૯૮]
કેવી રીતે સમ્યકત્વ થાય એ બીજું દ્વાર પૂર્ણ થયું. હવે કોને(=કેવા જીવોને) સમ્યકત્વ થાય એ ત્રીજા સ્વામિત્વતારને કહે છે
पुव्वपवण्णा पडिवजमाणया निरयमणुयदेवा य । तिरिएसुं तु पवन्ना, बेइंदियमाइणो होज्जा ॥ ९९॥
નારકો, મનુષ્યો અને દેવો પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક હોય છે. તિર્યંચોમાં બેઇદ્રિય વગેરે જીવો પૂર્વ પ્રતિપન્ન હોય.
' વિશેષાર્થ– જે જીવો સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ સમયમાં રહેલા છે તે પ્રતિપદ્યમાનક કહેવાય છે. જે જીવો સમ્યકત્વ પ્રાપ્તિના બીજા વગેરે સમયોમાં રહેલા છે તે પૂર્વ પ્રતિપન્ન છે. તેમાં નારક, મનુષ્ય અને દેવો બંને પ્રકારના પ્રાપ્ત થાય છે. મનુષ્યો અને દેવો ધર્મશ્રવણ આદિથી સમ્યકત્વને પામે છે એ પ્રસિદ્ધ જ છે. નારક વગેરે તો વેદનાદિથી કર્મનિર્જરા કરે છે, અને તથાભવ્યત્વના પરિપાકથી નિસર્ગ આદિ કોઈક કારણથી જ કેટલાક સમ્યકત્વને પામે છે. તેથી જેઓ સમ્યકત્વના પ્રથમ સમયે રહેલા છે તે પ્રતિપદ્યમાનક છે, બીજા વગેરે સમયોમાં રહેલા તે જ જીવો પૂર્વપ્રતિપન્ન કહેવાય છે.