________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૦૩ મલિન વસ્ત્રોના ટુકડા પહેરાવ્યા, કારાવાસોમાં વાસ કરાવ્યો, ક્યાંક આંધળા કર્યા, કયાંક મુંગા કર્યા, ક્યાંક હાથ-પગ વગેરે શરીરના અવયવો ખંડિત હોય તેવા કર્યા, ક્યાંક કોઢિયા કર્યા, કયાંક બરોળના રોગવાળા કર્યા, ક્યાંક ભગંદરના રોગવાળા કર્યા, ક્યાંક તાવવાળા કર્યા, ક્યાંક અતિસારના રોગવાળા કર્યા, ક્યાંક પ્રેમરહિત કર્યા, ક્યાંક ભ્રષ્ટમતિવાળા કર્યા, કયાંક ચાલવાની ખામીવાળા કર્યા, ક્યાંક સર્વશક્તિથી ક્ષીણ કર્યા, આળોટતા, પડતા, આજંદ કરતા, શોક કરતા, નિંદા કરતા, પ્રલાપ કરતા, ડોલાં ખાતા, ક્રોધ કરતા, ખેદ કરતા અને સીદાતા કર્યા. ક્યાંક ભૂખથી પીડાયેલા, ક્યાંક તૃષાથી દુઃખી થયેલા, ક્યાંક મારી નંખાયેલા કર્યા. ક્યાંક હલકી દેવગતિને પમાડ્યા. વળી રક્ષણ-આશ્રયથી રહિત તેમને વિવિધ રીતે નચાવ્યા. તો પણ વિપરીત મતિવાળા હોવાના કારણે તે જ ઠગચોરોને બહુમાન આપે છે અને ફરી ફરી આ પ્રમાણે જ તે તે ઠગચોરોથી વિડંબના પમાડાય જ છે.
શુભ પરિણતિના પુત્રો તેની ઠગવિદ્યાથી બહુ મૂઢ ન કરાયા. તેથી તેઓ આજે પણ એકાંતે તેમને વશ થતા નથી, તથા બધી જ રીતે સારવસ્તુનું અપહરણ કર્યું નથી, તથા એકાંતે અકાર્યમાં જ પ્રેમવાળા થયા નથી, કિંતુ કંઈક તેમની વિદ્યાથી વશ કરાયા છે, અમુક સારવસ્તુનું અપહરણ કર્યું છે અને અમુક સારવસ્તુનું અપહરણ કર્યું નથી, પોતાની સાથે સર્વથા ભળી જવા માટે તે ચોરો તેમને ફરી ફરી પ્રાર્થના કરે છે, પણ તેમના સ્વરૂપને બરોબર નહિ જાણતા તેઓ “આપણે એમને પ્રમાણ કરીએ કે નહિ?” એ પ્રમાણે સંશયરૂપ હીંડોળા ઉપર આરૂઢ થયા, અને જો કોઈક વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષ જોવામાં આવે તો તેમને જ પૂછીને યથાયોગ્ય કરીએ એમ વિચારવા લાગ્યા. તેવામાં તેમણે પત્નીએ (=ભવિતવ્યતાએ) લાવેલા સમયરાજ મહાપુરુષને કોઇપણ રીતે જોયા. જોઇને નવા વાદળોને જોઈને મોરલાઓ આનંદ પામે તેમ આનંદ પામ્યા. પછી પત્નીથી (=ભવિતવ્યતાથી) પ્રોત્સાહિત કરાયેલા તેઓ તે મહાપુરુષની સન્મુખ જઇને ભક્તિથી પ્રણામ કરીને તેમની પાસે બેઠા. તેથી તેવા પ્રકારના અનુચિતને જોઈને જેમને મહાકરુણાના પરિણામ ઉત્પન્ન થયા છે તેવા, તેમની પત્નીના વચનથી પ્રોત્સાહિત કરાયેલા, નીકળતા દંતકિરણોથી જેમણે દિશાના વર્તુલોને પ્રકાશિત કર્યા છે એવા તે મહાત્માએ કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણેહે શુભ પરિણતિપુત્રો! અતિદુર્લભ એવી સુકુલજન્મ આદિ સમગ્રીને મેળવીને ચોરના ટોળામાં ભળવું એ તમારા માટે યોગ્ય નથી. કારણ કે તેઓ કુવિદ્યાઓથી ત્રણ જગતને વશ કરીને લૂંટે છે અને પોતાની સાથે ભેળવીને જમાડે છે. તેવું કોઇ દુઃખ નથી, તેવી કોઈ દુઃસ્થિતિ નથી, તેવી કોઈ વિડંબના નથી કે જેને આ ચોરો પોતાને વશ પડેલા પ્રાણીઓને પમાડતા નથી. પોતાને (કચોરોને) વશ થયેલો એવો કોઈ દેવ નથી, મનુષ્ય નથી, કે સંપૂર્ણ બલવાન નથી, જેને આ દુષ્ટો ખંડિત કરતા નથી. વધારે કહેવાથી શું? ચોરોએ તમારા શોક્ય