________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) ઝિંદકમુનિચરિત્ર-૨૪૧ “આચાર્ય, ગચ્છ, કુલ, ગણ અને સંઘની રક્ષા કરવામાં તથા ચૈત્યનો વિનાશ થઈ રહ્યો હોય ત્યારે ચૈત્યની રક્ષા કરવામાં જે દોષ લાગ્યો હોય તેની આલોચના અને પ્રતિક્રમણ કરનાર જીવ શુદ્ધ છે. કારણ કે રક્ષા કરવામાં ઘણી નિર્જરા છે.” વિષ્ણુકુમાર મુનિ ક્રમે કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. મહાપદ્મ ચક્રવર્તી પણ વ્રત લઇને મોક્ષમાં ગયા. [૩].
આ પ્રમાણે વિષ્ણુકુમારનું ચરિત્ર પૂર્ણ થયું. બીજી રીતે પણ તપના પ્રભાવની પ્રસિદ્ધિ કરવા માટે દૃષ્ટાંતને કહે છેहुंति महाकप्पसुरा, बोहिं तवेण विहुयरया । जह खंदओ महप्पा, सीसो सिरिवीरनाहस्स ॥ ८४॥
શ્રી મહાવીરસ્વામીના શિષ્ય મહાત્મા શ્રી સ્કંદકમુનિની જેમ તપથી કર્મો ખપાવીને બોધિ મેળવીને મહાન ઋદ્ધિવાળા દેવલોકોમાં દેવો થાય છે.
વિશેષાર્થ– જો કે કેટલાક જીવો (તપ કરવા છતાં તે જ ભવમાં સિદ્ધ થતા નથી, તો પણ તપથી કર્મોને ઓછા કરીને મહાન ઋદ્ધિવાળા દેવલોકમાં દેવો થાય છે. ત્યાંથી આવીને મહાવિદેહ આદિ ક્ષેત્રમાં બોધિને મેળવીને, તપથી સઘળાં કર્મોને ખપાવીને સિદ્ધ થાય છે. કોની જેમ? શ્રી મહાવીર સ્વામીના શિષ્ય મહાત્મા શ્રી સ્કંદકમુનિની જેમ. સ્કંદકમુનિ કોણ હતા એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાય છે
સ્કંદમુનિનું ચરિત્ર 'તે કાળે અને તે સમયે કૃતિંગલા નામની નગરી હતી. ત્યાં છત્રપલાશક નામના ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર સમવસર્યા. કૃતંગલા નગરીથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ એવી શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં ગર્દભાલિનો શિષ્ય સ્કંદક નામનો પરિવ્રાજક રહેતો હતો. તે કાત્યાયન ગોત્રનો હતો. જેમાં ઇતિહાસ પાંચમો છે અને નિઘંટુ છઠ્ઠો છે એવા ઋગ્વદયજુર્વેદ-સામવેદ-અથર્વવેદ એ ચાર વેદોનો અંગ-ઉપાંગ સહિત પાર પામનારો હતો, અર્થાત્ તેમાં નિપુણ હતો. છ અંગોનો જાણકાર હતો. કપિલશાસ્ત્રમાં
૧. તે કાળે એટલે અવસર્પિણીકાળના ચોથા આરાના અંતે. તે સમયે એટલે જે સમયે મહાવીર ભગવાન વિદ્યમાન
હતા ત્યારે. ૨. સામંત=નજીક. ૩. વાત્યાયે સમાન ગોત્ર યણ સ: | ૪. નિઘંટુ= શબ્દકોશ. ૫. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્તિ એ છ અંગો છે. ઉપાંગો ઉક્ત છ અંગોના અર્થોના વિસ્તારરૂપ છે.