________________
ભરુચના દંડનાયક શાંતૂ મહેતાએ આચાર્યશ્રીના ઉપદેશથી સમળીવિહાર ઉપર સોનાનો કળશ ચડાવ્યો.
ધંધુકા, સાચોર વગેરેના અજૈનો જૈનોને કનડતા હતા. જૈનોની રથયાત્રાના ઉત્સવમાં વિઘ્ન નાખતા હતા. રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી આ કનડગત દૂર કરાવી. રથયાત્રા નિર્વિઘ્ન નીકળી શકે એવો પાક્કો પ્રબંધ કરાવ્યો. રાજ્યના અમલદારોએ સત્તાના મદથી જિનમંદિરના લાગા બંધ કરાવ્યા હતા તે રાજાએ ફરીથી ચાલુ કરાવ્યા. કોઈ કોઈ ગામોમાં તો લાગાની રકમ રાજખજાનામાં દાખલ થઈ ગઈ હતી તે પણ જૈન દેરાસરોને પાછી અપાવી.
(-પિટર્સન રિપોર્ટ, પાન : ૧૪-૧૬) એક દિવસે રાજા સિદ્ધરાજે આચાર્યશ્રીના ઉપદેશથી ખુશ થઈ દર સાલ માટે વર્ષના ૮૦ દિવસોમાં અમારિશાસન કર્યું. તે શાસન તામ્રપત્ર પર લખાવી આચાર્યશ્રીના ચરણમાં અર્પણ કર્યું.
આ દેવપ્રભસૂરિ સિદ્ધરાજના એ શાસનને ટૂંકાક્ષરીમાં આ રીતે રજૂ કરે છે- “મલધારી આ. અભયદેવના પટ્ટરૂપી આકાશમાં આ. હેમચંદ્રરૂપી ચંદ્ર ઊગ્યો. રાજા સિદ્ધરાજે તેના વચનરૂપી અમીનું પાન કર્યું અને રાજ્યના સૌ પ્રાણીઓ દીર્ધાયુષી બન્યા.'
આ. હેમચંદ્રસૂરિના ઉપદેશથી પાટણથી ગિરનારતીર્થ અને શત્રુંજયતીર્થનો છ'રી પાળતો યાત્રા સંઘ નીકળ્યો. આચાર્યશ્રી પણ સાથે જ હતા. શ્રીસંઘે વણથલીમાં પડાવ નાખ્યો. સંઘના પુરુષો અને સ્ત્રીઓ નાહી-ધોઈ શરીરે કેસર ચોળી, બહુમૂલ્ય વસ્ત્રો પહેરી, રત્નજડીત દાગીના ધારણ કરી દેરાસરમાં દર્શન-પૂજા-પ્રભાવના કરી રહ્યા હતા. સંઘપતિની પાસે પણ ઘણું ધન સાથે હતું. આ બધું જોઈ સોરઠના રાજા રા'ખેંગારની દાનત બગડી.
dIR સુરાહો કાર્ય માં દુ" | ૬૮ |
પાસવાનોએ પણ રાજાને ચડાવ્યો કે, “રાજન્ ! સમજી લે કે ગુજરાત પાટણનું ઘણું ધન તારા પુણ્યપ્રતાપે તારા આંગણે આવ્યું છે. માન કે, લક્ષ્મી તને ચાંલ્લો કરવા આવી છે.
"ता गिण्ह तुम्हं एवं भंडारो होइ तुह जहा पोढो ।
संभाविजइ णाणं एकाए दव्वकोडीए" ॥७० ॥ રાજન્ ! આ સંઘને લૂંટી લે, તારો ખજાનો છલકાઈ જશે. એક કરોડનું લેખું સંભવે છે.
આ સાંભળી રાજાનું મન પીગળી ગયું. તેણે સર્વસ્વ લૂંટી લેવાનો મનસૂબો કરી લીધો. પણ તેને રાજમર્યાદાનો ભંગ અને અપયશનો મોટો ડર હતો, તેથી શું કરવું એની વિમાસણમાં તે પડી ગયો. તેણે સંઘને જાણી જોઈને એક દિવસ અહીં વધુ રોકાણ કરાવ્યું. એક દિવસ તે સંઘપતિને મળ્યો જ નહીં. બીજે દિવસે રાજકુટુંબમાં કોઈ મોટું મરણ થયું. આ. હેમચંદ્રસૂરિએ રાજા ખેંગારનું મન પારખી લીધું હતું. તેથી તેમણે આ મરણના બહાનાથી રાજમહેલમાં જઈ રાજાને ઉપદેશ આપ્યો. રાજવીને નીતિના માર્ગે દોરવણી આપી. રાજાએ પણ ઉપકાર માની પ્રસન્ન થઈને સંઘને આગળ પ્રયાણ કરવાની રજા આપી. સંઘ ત્યાંથી રવાના થઈ શત્રુંજય તીર્થની યાત્રા કરી પાટણ ગયો.