________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમલા (પુષ્પમાલા)
[જ્ઞાનના લાભો-૧૪૧ "આંજણનો ક્ષય અને રાફડાની વૃદ્ધિને જોઇને દાન અને અધ્યયનના કાર્યોથી દિવસને સફલ કરે. જે જીવ જે વસ્તુને ઇચ્છે છે અને તેના માટે મહેનત કરે છે, અને થાકી જઇને મહેનતને છોડી ન દે તો તે જીવ તે વસ્તુને અવશ્ય મેળવે છે. કીડી ધીમે ધીમે હજારો યોજન જાય છે. નહિ જતો ગરુડ પણ એક ડગલું ય જતો નથી. [૨૯]
આ વિષયમાં સૂત્રકાર સ્વયં જ દૃષ્ટાંતને કહે છેजं पिच्छह अच्छेरं, तह सीयलमउयएणवि कमेण । उदएण गिरी भिन्नो, थोवं थोवं वहंतेण ॥ ३०॥
કારણ કે તમે આશ્ચર્યને જુઓ કે- નદી વગેરેનું શીતલ અને કોમલ પાણી થોડું થોડું વહેતું હોય તો પણ તેણે પર્વતને ભેદી નાંખ્યો.
વિશેષાર્થ– આ વિગત સકલ લોકમાં પ્રસિદ્ધ છે. એ પ્રમાણે અહીં પણ થોડું થોડું ભણનારાઓ પણ કાળે કરીને શ્રુતરહસ્યરૂપ પર્વતને ભેદનારા થાય છે. આ પ્રમાણે અહીં ઉપનય છે. [૩૦]
ગ્રહણની વિધિરૂપ દ્વાર કહ્યું. હવે “તેના કયા લાભો છે” એવા ચોથા દ્વારને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે
सूई जहा ससुत्ता, नस्सई कयवरंमि पडियावि । तह जीवोऽवि ससुत्तो, न नस्सइ गओऽवि संसारे ॥ ३१॥
જેવી રીતે સૂત્રસહિત સોઈ કચરામાં પડેલી હોય તો પણ નાશ પામતી નથી. તેવી રીતે સૂત્રસહિત જીવ સંસારમાં પડેલો હોય તો પણ નાશ પામતો નથી.
વિશેષાર્થ- સૂત્રસહિત સોઈ એટલે છિદ્રમાં પરોવેલા દોરાથી દોરાવાળી થયેલી સોઇ. સૂત્રસહિતજીવ એટલે જેણે સિદ્ધાંતનું પઠન કર્યું છે તેવો જીવ. દોરાવાળી સોઈ કચરામાં પડી જાય તો પણ દોરો જોવાના આધારે ફરી લઈ શકાય છે. તે રીતે સિદ્ધાંતનો અભ્યાસી જીવ અશુભકર્મોદયના કારણે પડીને સંસારમાં ગયો હોય તો પણ નાશ પામતો નથી. પૂર્વે ભણેલા તે જ શ્રતના પ્રભાવથી ફરી પણ બોધિલાભ વગેરે ભાવોને ખેંચી લાવીને કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને થોડા જ કાળમાં એ જીવ અવશ્ય સિદ્ધ થાય છે. [૩૧]
જેવી રીતે ધૂળમાં પડેલી સુત્રરહિત સોઈ નાશ પામે છે તે રીતે ભવરૂપ ધૂળમાં પડેલો સૂત્રરહિત જીવ પણ નાશ પામે છે એ પ્રમાણે વ્યતિરેકને કહે છે
૧. “રાત્રી' અર્થ પણ ઘટી શકે.