________________
સર્વચારિત્રમાં ઉત્તરગુણો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેશચારિત્રને યોગ્ય કોણ?-૩૧૭
| વિશેષાર્થ- પ્રશ્ન– અહીં સર્વચારિત્રમાં પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનવિરમણને મૂલગુણોમાં કહ્યા, દેશચારિત્રમાં તો રાત્રિભોજનવિરમણવ્રત ઉત્તરગુણોમાં નિશ્ચિત કરાયું છે. આથી અહીં શો વિશેષ છે?
ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ સર્વચારિત્રીજીવો સર્વ-સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થયેલા હોવાથી મૂલગુણરૂપ બધાય મહાવ્રતોમાં રાત્રિભોજનવિરમણ અતિશય ઉપકારી હોવાથી મૂલગુણોમાં કહ્યું છે. દેશચારિત્રીજીવો તો આરંભથી થનારા પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થયેલા હોવાથી રાત્રિભોજનવિરમણ મૂલગુણોમાં અલ્પ જ ઉપકારી હોવાથી ઉત્તરગુણમાં કહ્યું છે. [૧૧૭] સર્વચારિત્રમાં મૂલગુણો કહ્યા. હવે સર્વચારિત્રમાં ઉત્તરગુણોનું નિરૂપણ કરતા સૂત્રકાર કહે છે
पिंडविसोही ४ समिई ५, भावण १२ पडिमा य १२ इंदियनिरोहो ५ । पडिलेहण २५ गुत्तीओ ३, अभिग्गहा ४ उत्तरगुणेसु ॥ ११८॥
પિંડવિશુદ્ધિ-૪, સમિતિ-૫, ભાવના-૧૨, પ્રતિમા-૧૨, ઇન્દ્રિયનિરોધ-પ, પડિલેહણ૨૫, ગુમિ-૩, અભિગ્રહ-૪, આ ઉત્તરગુણો છે.
વિશેષાર્થ- અહીં પિંડવિશુદ્ધિ વગેરે ઉત્તરગુણોનું માત્ર ઉપલક્ષણ જ છે. તેથી ઇચ્છાકાર-મિથ્યાકાર-તથાકાર વગેરે પ્રકારની અન્ય પણ સામાચારીઓ અહીં ઉત્તરગુણીમાં જાણવી. [૧૧૮]
આ પ્રમાણે સંક્ષેપથી જ ભેદને આશ્રયીને ચારિત્રનું નિરૂપણ કર્યું. આ પ્રમાણે બીજા પણ સામાયિક-છેદોપસ્થાપનીય વગેરે ચારિત્રભેદો શાસ્ત્રોક્ત આચારોને જાણનારાઓએ અહીં કહેવા. આ જ વિષયને પૂર્વાર્ધથી કહેવાને ઇચ્છતા અને “ચારિત્રને યોગ્ય” દ્વારની પ્રસ્તાવનાને કરતા ગ્રંથકાર કહે છે
इय एवमाइ भेयं, चरणं सुरमणुयसिद्धिसुहकरणं । जो अरिहइ घित्तुं जे, तमहं वोच्छं समासेणं ॥ ११९॥
ઇત્યાદિ ભેટવાળા અને દેવ-મનુષ્ય-મોક્ષના સુખને કરનારા ચારિત્રને સ્વીકારવા માટે જે યોગ્ય છે તેને હું સંક્ષેપથી કહીશ.
વિશેષાર્થ દેવસુખ=ઇંદ્ર આદિના ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ. મનુષ્યસુખ=ચક્રવર્તી આદિના ભોગોથી ઉત્પન્ન થયેલું સુખ. મોક્ષસુખ અનુપમ સ્વાભાવિક પરમ આનંદ. [૧૧૮]