________________
૧૯૦- શીલધર્મ] . ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કા
શ્રાવસ્તિ નગરીનો પુરોહિતપુત્ર ગુણસુંદરીને પરણ્યો. તેના ઉપર પણ સાકેતપુરનો બ્રાહ્મણપુત્ર અતિશય આસક્ત બન્યો. તેથી પલ્લીમાં ભીલોની સેવા કરીને ભીલોને કહ્યું: આપણે પુરોહિતના ઘરે ધાડ પાડીએ. તેના ઘરમાંથી મળેલું ધન તમારું થાઓ અને ગુણસુંદરી મારી થાઓ. ભીલોને શ્રાવસ્તિ નગરીમાં લઈ ગયો. તેના ઘરમાં ચોરી કરી. બ્રાહ્મણ પુત્ર ગુણસુંદરીને મેળવીને એક નગરમાં લઈ ગયો. ત્યાં તેની પાસે ભોગની પ્રાર્થના કરી. ગુણસુંદરીએ અબ્રહ્મનો નિયમ કહીને કંઈક વિલંબ કર્યો. તે ભોગની પ્રાર્થનાથી નિવૃત્ત ન થયો. એથી ગુણસુંદરીએ
ઔષધના સંયોગથી પોતાના શરીરમાં ઝાડા ઉત્પન્ન ક્ય, અર્થાત્ વારંવાર સંડાસમાં જવું પડે તેવું કર્યું. બ્રાહ્મણપુત્ર સ્વયં તેની અશુચિને સાફ કરવા દ્વારા તેનું પાલન કરે છે. (૭૫) ઘણા દિવસો સુધી તેનું પાલન કરતા તેને ગુણસુંદરીના અશુચિથી ખરડાયેલા શરીરને જોઇને કષ્ટથી પશ્ચાત્તાપ ઉત્પન્ન થયો. પછી તેના ભાવને જાણીને ગુણસુંદરીએ પણ કહ્યું હે મહાનુભાવ! જીવોના સઘળાય શરીરોનો આવો પરમાર્થ છે. જે શરીર અતિશય રાગને ઉત્પન્ન કરે છે તે શરીર પણ રોગ આદિથી પરાભૂત થયે છતે ક્ષણમાં વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. તેથી પરમાર્થથી સારું શું છે? સ્વશરીરની સૌંદર્ય આદિ સંપત્તિ અનિત્ય છે તો, જગતમાં સ્ત્રીના અશુચિ શરીર માટે કયો કુશળ પુરુષ આત્માને છેતરે? તેથી હજી પણ મને મારા પિતાની પાસે લઈ જઈને પિતાને સોંપ. તે તને અભયદાન આપશે અને ત્યાં તું બીજાપણ કલ્યાણને પામીશ. આ પ્રમાણે કહેવાયેલા તેણે તે પ્રમાણે જ બધું કર્યું. તેથી પુરોહિતે પણ ત્યાં તેને અભયદાન આપ્યું. ગુણસુંદરીએ પણ ઝાડાનો દોષ(=રોગ) જાતે જ દૂર કર્યો.
એક દિવસ બ્રાહ્મણપુત્રને ક્યાંક સર્પ કરડ્યો. ગુણસુંદરીએ તેનો ઉપચાર કર્યો એટલે તે સારો થઈ ગયો. તેથી ગુણસુંદરીના વચનથી તેણે જિનધર્મનો અને પરસ્ત્રી નિયમનો સ્વીકાર કર્યો. પછી અવસરે ગુણસુંદરીએ પણ દીક્ષા લીધી.
આ પ્રમાણે અતિશુદ્ધ શીલને પાળીને ચારેય દેવલોકમાં ગઈ. પછી ત્યાંથી આવીને ચંપાનગરીમાં મહાન ઋદ્ધિસંપન્ન અન્ય અન્ય શ્રેષ્ઠીઓની પુત્રીઓ થઈ. ભવાંતરના પુણ્યપ્રભાવથી રૂપ વગેરે ગુણસમૂહવાળી તે ચારેને વિનયંધર નામનો શ્રેષ્ઠીપુત્ર પરણ્યો. તે નગરના પક્વોત્તર નામના રાજાએ તેમની ગુણકથા સાંભળી. આથી લોકાપવાદને ઢાંકવા માટે કપટથી વિનયંધરની સાથે મૈત્રી કરી. તેથી વિનયંધર નિત્ય રાજકુળમાં જાય છે અને તંબોલવસ્ત્રો વગેરે મેળવે છે. આ રાજાને પ્રિય છે એમ જાણીને તેની સાથે અંતઃપુરની સ્ત્રીઓનો વ્યવહાર શરૂ થયો. હવે એકવાર રાજાએ વિનયંધર અન્યમાં ચિત્તવાળો હતો ત્યારે તેની પાસે ભોજપત્રમાં એક ગાથા લખાવી. તે ગાથાનો અર્થ આ પ્રમાણે છે-“હે વિસ્તીર્ણ આંખોવાળી! હે રતિકળામાં કુશળ! આજે તારા વિયોગમાં નિર્ભય એવા મેં ચાર પ્રહરવાળી રાત્રિ હજાર