________________
સમ્યકત્વદ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વ કેવી રીતે પ્રાપ્ત થાય-૨૫૩
पइसमयं सुझंतो, खविडं कम्माइं तत्थ बहुयाइं । मिच्छत्तम्मि उइन्ने, खीणे अणुइयम्मि उवसंते ॥ ९७॥ संसारगिम्हतविओ, तत्तो गोसीसचंदणरसं व । अइपरमनिव्वुइकरं, तस्संते लहइ सम्मत्तं ॥ ९८॥
અપૂર્વકરણરૂપ તીવ્ર વજધારાથી મોટા પર્વતની જેમ ગ્રંથિને ભેદીને, અંતર્મુહૂર્ત કાળ સુધી અનિવૃત્તિકરણને પામે છે, ત્યાં પ્રત્યેકસમયે વિશુદ્ધ બનતો જીવ ઘણાં કર્મોને ખપાવે છે, પછી અનિવૃત્તિકરણના અંતે ઉદય પામેલું મિથ્યાત્વ ક્ષીણ થયે છતે અને ઉદય નહિ પામેલું મિથ્યાત્વ ઉપશાંત થયે છત, સંસારરૂપ તાપથી તપેલો જીવ અતિશય શાંતિ (=ઠંડક) કરનાર ગોશીષચંદનના ' રસને પામે તે રીતે, મુક્તિસુખને કરનારા સમ્યકત્વને પામે છે.
વિશેષાર્થ–અપૂર્વકરણ–અપૂર્વ એટલે પૂર્વે નહિ અનુભવેલ. કરણ એટલે અધ્યવસાયવિશેષ. અપૂર્વકરણ એટલે પૂર્વે ક્યારેય ન અનુભવેલ અધ્યવસાયવિશેષ. અપૂર્વકરણમાં વર્તતો જીવ પૂર્વે ક્યારેય ન કરી હોય તેવી વિશેષ પ્રકારની સ્થિતિઘાત ને રસઘાત આદિ ક્રિયા કરે છે, આથી આ અપૂર્વકરણ કહેવાય છે. અપૂર્વકરણનો કાળ અંતર્મુહૂર્ત છે. ગ્રંથિને ભેદીને એટલે કોઇક તેવા પ્રકારના રાગદ્વેષના પરિણામને દૂર કરીને.
- અનિવૃત્તિકરણ– અપૂર્વકરણ પછી અંતર્મુર્ત સુધી અનિવૃત્તિકરણને પામે છે. અહીં પણ પૂર્વ કરતાં અધિક વિશિષ્ટ અધ્યવસાય એ જ કરણ છે. સમાન સમયમાં રહેલા જીવોના અધ્યવસાયની પરસ્પર નિવૃત્તિ=ભેદ જેમાં ન હોય તે અનિવૃત્તિ. અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આરંભી અસંખ્ય અધ્યવસાય સુધીના દરેક સમાનસમયમાં વર્તમાન જીવોના અધ્યવસાયની સ્વભાવથી જ નિવૃત્તિ=ભેદ નથી જ એવો અહીં ભાવ છે. અનિવૃત્તિકરણમાં પ્રવેશ થયા પછી અંતર્મુહૂર્ત સુધી પ્રત્યેકસમયે અનંતગુણ વિશુદ્ધિથી વિશુદ્ધ થતો જીવ આયુષ્ય સિવાય સાતકર્મોને ઘણા ખપાવીને, એટલે કે પ્રત્યેક-કર્મને અંતઃકોડાકોડિસાગરોપમ જેટલા રાખીને બાકીના ખપાવીને, અનિવૃત્તિકરણના અંતે સમ્યકત્વને પામે છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- સિત્તેર કોડાકડિસાગરોપમ વગેરે સ્થિતિવાળા મોહનીય વગેરે કર્મોને યથાપ્રવૃત્તિકરણથી ખપાવીને પ્રત્યેક કર્મને અંત:કોડાકડિસાગરોપમ જેટલી સ્થિતિવાળા કરે છે. અપૂર્વકરણથી ગ્રંથિને ભેદે છે. અનિવૃત્તિકરણમાં તો પ્રતિસમય વિશુદ્ધ થતો જીવ તે જ કર્મોને અતિશય ખપાવતો રહે છે. આ દરમિયાન ઉદય પામેલા મિથ્યાત્વને વેદે છે, અને ઉદય નહિ પામેલા મિથ્યાત્વનું ઉપશમરૂપ અંતર્મુહૂર્ત પ્રમાણવાળું અંતરકરણ કરે છે. પછી અનિવૃત્તિકરણ પૂર્ણ થયે છતે, અને ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય થયે છતે, જીવ યથોક્ત અંતરકરણમાં પ્રવેશ કરે છે.