________________
૧૧૮- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા છે. ત્યાંથી નિકળીને કુતિયંચોમાં અને મનુષ્ય સ્ત્રીમાં ઉત્પન્ન થાય છે, ત્યાં કુબડા, હીન અંગવાળા, ઠીંગણા, કુરૂપવાળા અને બહદુઃખી થાય છે. જીવો માયારૂપી સાપણને સ્થાન આપીને જાતે જ દુઃખને લે છે. અથવા અહીં અજ્ઞાનતાથી હણાયેલ કયો જીવ શું કરતો નથી? તેથી હે વત્સો! અતિદુષ્ટ આ માયા-સાપણનો પણ દૂરથી ત્યાગ કરવો. તે પ્રમાણે કરવા છતાં જો કોઇક રીતે સામે આવી પડે તો મારા આપેલા આર્જવરૂપ દંડથી તેવી રીતે મારવી કે જેથી ફરી ન દેખાય.
લોભરૂપ મહાપિશાચનું વર્ણન ત્યાર પછી આગળ પરમ વિસ્મય પમાડનાર બીજા વૃત્તાંતને જુઓ કે આ આઠવર્ષના બાળકનું રૂપ ધારણ કરનાર લોભ નામનો મહાપિશાચ મુસાફરોને પ્રલોભન આપતો ફરી ફરી બોલાવે છે. વિમલબોધના ભાઈ કીર્તિધરે કહ્યું: હે સ્વામી! પણ આ તેમને બોલાવીને શું કરે છે? તેથી સમયરાજે કહ્યું: આ દુષ્ટ આત્મા મહા અનર્થકારી છે. આની ચેષ્ટાને યુગાંતકાળ સુધી પણ વર્ણવવા માટે કોણ સમર્થ છે? આમ છતાં સંક્ષેપથી કંઈક જણાવું છું. આ મુસાફરોને બોલાવે છે. મુસાફરો પણ “જુઓ આ બાળક હોવા છતાં કેવો પટુવચનવાળો અને રમણીય આકૃતિવાળો છે. બાળક એવો આ આપણને શું કરશે? ત્યાં જઇને જોઇએ કે આ શી ચેષ્ટા કરે છે?” એમ વિચારે છે. આ પ્રમાણે કૌતુક વગેરેથી આકર્ષાયેલા મુસાફરો તેની પાસે જાય છે. પછી તે વિવિધ ક્રીડાઓથી તેમના હૃદયને જીતીને તેમને ઉપાડીને પોતાના ખભે બેસાડે છે. પછી પોતાના રૂપને પ્રગટ કરતો તે પુષ્પદંત 'દિગ્ગજને ઓળંગી જાય તેટલો વધે છે. બ્રહ્માંડમાં વળગે છે. જીવોને ઉપાડીને પોતાની નિવાસરૂપ થયેલી મૂર્છા નામની મશાન ભૂમિમાં નાખે છે. ધનપિપાસા અને ભોગતૃષ્ણારૂપ પોતાની બે દીકરીઓ તેમને પરણાવે છે. તે બે કન્યાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે- રૂપથી શ્રેષ્ઠ, લાવણ્યથી ઉત્કૃષ્ટ, અશુભધ્યાન સ્વરૂપ મુખરૂપ કમળથી કમનીય, હરણ આદિનું અવલોકન અને ચિંતન રૂપ ઉપભોગ કરનારી લાંબી આંખોથી મનોહર, ધન આદિની કથાના મધુરવચનથી હૃદયરૂપ સર્પનું આકર્ષણ કરવા માટે પરમમંત્ર સમાન, સચિત્ત-અચિત્ત વસ્તુઓના અભિલાષસ્વરૂપ બે ઊંચા અને કઠણસ્તનરૂપ સુવર્ણકળશોથી કામુક લોકના કંઠમાં નાખવા માટે કઠિનપાશસમાન, અપદ દ્વિપદ વગેરે વસ્તુઓને મેળવવા માટે પ્રવૃત્તિ કરનારા બે બાહુરૂપ લતાઓથી અંત:કરણને બાંધવા માટે દઢ બે દોરડા સમાન, કુવિકલ્પોના સમૂહને રમવા માટે પહોળી અને પુષ્ટજંઘાના ઘેરાવાથી રમણીય, વિપર્યાસ-કુસંસર્ગસ્વરૂપ ૧. લૌકિક માન્યતા પ્રમાણે આઠદિશામાં આઠ દિગ્ગજો રહેલા છે. તેમાં એક દિગ્ગજનું પુષ્પદંત નામ છે. ૨. વિપર્યાસ એટલે મિથ્યાજ્ઞાન. જેમકે સર્પમાં દોરડાનું જ્ઞાન.