________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૧૧૯ બે ચરણરૂપ કદલીતંભોથી સુંદર છે. આવી બે કન્યાઓને જોતા મુસાફરો મૂઢતાના કારણે હર્ષ પામીને પરણે છે. પછી કીર્તિધરે કહ્યું: હે સ્વામી! જો આ પ્રમાણે છે, તો તે બે કન્યાઓની સાથે ઇચ્છા મુજબ ક્રીડા કરતા તેમને વિષયસુખની સિદ્ધિ થશે. તેથી અહીં તેમની મૂઢતા શી છે? તેથી સમયરાજે કહ્યું: હે વત્સો! તેથી કેટલાકને કોઈક સિદ્ધિ થાય છે. પણ તે સિદ્ધિ કેવળ સર્વદુ:ખોની સિદ્ધિ જ છે. કારણ કે લોભપિશાચની આ બે કન્યાઓમાંથી એક એક કન્યા પણ પરમાર્થવૃત્તિથી વિચારવામાં આવે તો વિષકદલીથી પણ અધિક છે, કૃષ્ણસર્પની ફણાના સમૂહને પણ ઓળંગી જાય છે, અગ્નિની મોટી જ્વાળાઓને પણ નીચે કરે છે, તીક્ષ્ણ છરીનો પણ તિરસ્કાર કરે છે, ક્ષારવાળી શૂળીનો પણ ઉપહાસ કરે છે, તલવારની ધારને પણ રાંક જેવી માને છે. તે આ પ્રમાણે- ધન- તૃષ્ણાથી વશ કરાયેલા જીવો કોડિ માટે પણ પિતાને હણે છે, માતાની હિંસા કરે છે. બંધુવર્ગનો ત્યાગ કરે છે. સમુદ્ર તરે છે. પર્વતના વિષમ શિખર ઉપર ચઢે છે. અપૂર્ણ ઇચ્છાવાળા તેઓ સર્વદિશાઓમાં ભમે છે. નિંદકુલાદિના સંબંધવાળા પણ સાધનોનું સેવન કરે છે, બે પગોથી દોડે છે. પગ વગેરેને દબાવે છે. ઠંડીથી કાષ્ઠ (જેવા) બની જાય છે. સૂર્યના કિરણોથી શકાય છે. દુર્વચનોને સહન કરે છે. ચાબુક આદિના મારથી મરાય છે. દીન બનેલા તેઓ ધનમદથી મલિન શ્રીમંતોના મોઢાં જુએ છે. લજ્જાનો ત્યાગ કરે છે. 'વિદૂષક બને છે. ધનવાનોને હસાવે છે. ભાંડની વિક્રિયાઓ ( વિકારો) કરે છે. દુઃખે કરીને વહન કરી શકાય તેવા ભારોને વહન કરે છે. અસત્યો બોલે છે. મિત્રોને છેતરે છે. કાકિણીના પ્રસંગથી ક્રોડ હારી જાય છે. કરંબકના કોડિયાથી લાખના ઘરને પ્રકાશિત કરે છે. અલ્પકારણથી પણ સ્વામી વગેરેના કાર્યનો નાશ કરે છે. પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. વ્રતોને ભાંગે છે. સન્માર્ગનો લોપ કરે છે. નિંદિત ક્રિયાઓમાં પ્રવર્તે છે. અપયશને ગણતા નથી. પરલોકની અપેક્ષા રાખતા નથી. તેથી પરલોકમાં પણ રાજાઓથી મારી નખાય છે. શિષ્ટોથી દૂષિત કરાય છે. ચોરોથી ચોરાય છે. ભાટલોકોથી સેવા કરાય છે. ભાગીદારોથી દૂર કરાય છે. રાત-દિવસ જાગે છે. સુખપૂર્વક ભોગોને ભોગવતા નથી. ક્યાંય રતિને (=ઉત્સાહને) પામતા નથી. શિષ્ટો ઉપર દ્વેષ કરે છે. ગુણીઓથી ઉદ્વેગ પામે છે. વૃદ્ધોનું અપમાન કરે છે. ગુરુઓની અવજ્ઞા કરે છે. તેથી અંકુશથી રહિત લજ્જાથી મુક્ત અને ભયરહિત તેઓ સર્વ આપત્તિઓનું સ્થાન બને છે. વિવિધ પ્રકારોથી વિડંબના પમાડાય છે. વિશેષ કહેવાથી શું? ધનતૃષ્ણાને વશ બનેલા બિચારા જીવો દુઃખે કરીને વહન કરી શકાય તેવા પાપકર્મના સમૂહને એકઠું કરીને જાણે પાપકર્મના સમૂહથી દબાયેલા હોય તેમ નીચે પડે છે. ત્યાં પણ પરમાધામીઓ વડે વજૂના પરોણાઓથી વીંધાય છે. અસંખ્ય દુઃખોથી હણાયેલા અને દીન મુખવાળા તે જીવો લાંબા કાળ સુધી કુલેશને પામે છે. ત્યાંથી પણ નીકળીને અહીં ક્ષીણ ૧. વિદૂષક એટલે શૃંગાર રસવાળી મશ્કરી કરનાર.