________________
૨૪૮-તપનો ધર્મ
ઉપદેશમાલા (પુષ્પમાલા) [તપથી અન્ય કોઈ મહાન નથી ભગવાને કહ્યું: હે ગૌતમ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વદુઃખોનો વિનાશ કરશે. [૮૪].
અહીં શ્રીકંદકમુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે તપના અપરિમિત ગુણો હોવાથી તપના પ્રત્યેકગુણનું પ્રતિપાદન કરવાનું અશક્ય હોવાથી ગ્રંથકાર કહે છે
केत्तियमित्तं भणिमो, तवस्स सुहभावणाएँ चिन्नस्स? । भुवणत्तएऽवि न जओ, अन्नं तस्सऽत्थि गरुययरं ॥ ८५॥
શુભભાવનાથી આચરેલા તપનું કેટલું માત્ર કહીએ? = કેટલું વર્ણન કરીએ? કારણ કે ત્રણેય ભુવનમાં પણ તપથી અન્ય કોઈ અધિક મહાન નથી.
વિશેષાર્થ–ઋદ્ધિ અને યશ આદિની ઇચ્છાથી યુક્ત જીવનો તપ પણ અસાર જ છે. કારણ કે કહ્યું છે કે-“જ્ઞાન અને તપ એ બે મોક્ષનું ધામ છે. તેના જ (=મોક્ષના જ) અર્થિપણાના લોપની (=અભાવની) જેમાં પ્રધાનતા છે એવા જ્ઞાન અને તપ તૃણના અંશ સમાન છે, અર્થાત્ મુક્તિ અને તપ એ બેનું અર્થિપણુ(=ઈચ્છા) જેમાં ન હોય તે તૃણના અંશ સમાન છે.” આથી ઋદ્ધિ અને યશ આદિથી કરાયેલા તપને દૂર કરવા માટે મૂળગાથામાં તપનું “સુભાવનાથી આચરાયેલ” એવું વિશેષણ છે. અહીં તપના “સુભાવનાથી આચરાયેલ” એવા વિશેષણથી હવે પછી તુરત કહેવામાં આવનારા ભાવનાદ્વારનું સૂચન કર્યું છે. [૮૫].
આ પ્રમાણે સર્વ જ્ઞાનીઓએ અને અનંત તીર્થંકરોએ જે તપને સર્વગુણોનો આધાર કહ્યો છે, અને સ્વયં પણ આચર્યો છે, જે તપ ભારે કર્મરૂપ રોગના નાશ માટે ઔષધસમાન છે, જે તપથી અનુપમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, તે તપનો તમે આશ્રય કરો. (૧) હિત માટે જિનેશ્વરે કહેલા એક વાકયને તમે કરો. મોક્ષ માટે દીર્ધકાળ સુધી થયેલા મુનિવરોએ આચરેલા માર્ગનો આશ્રય કરો. પોતાના (=પોતાને ઈષ્ટ) રસોમાં (મધુર આદિ સ્વાદમાં) ભવરૂપ વન માટે પાણી સમાન આસક્તિનો ત્યાગ કરો. વજસમાન તપથી પાપરૂપ પર્વતને ભેદી નાખો. (૨) આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ઉપદેશમાલાના વિવરણમાં તપધર્મદ્વાર પૂર્ણ થયું. આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં તપધર્મદ્વારનો રાજશેખરસૂરિકૃત
ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
૧. અહીં દેવાર્થત્વનકુંતલા એ સંપૂર્ણ સમાસ છે. તહેવ એટલે મોક્ષ જ. તિલ એટલે લોપ=અભાવ.
સાર=પ્રધાનતા.