________________
૩૦ - અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર તટરૂપ સુવિસ્તૃત નિતંબવાળી, શરદઋતુ રૂપી લક્ષ્મીદેવી હંસીકુળના ધ્વનિના બહાનાથી રાજાના દર્શનમાં તૃષ્ણાવાળી થઈ છે. સુગંધી પવનના બહાનાથી પોકાર કરે છે અને દીર્ઘ શ્વાસ લે છે=નીસાસા નાખે છે. તેથી ઉદ્યાનોમાં જઈને પોતાના દર્શનથી એને આશ્વાસન આપો. જેથી તે બિચારી આજે પણ પોતાનો નાશ ન કરે.
| વિજયરાજાનું ઉદ્યાનમાં પરિભ્રમણ આ સાંભળીને અને શરદઋતુનો સમય જાણીને રાજાએ સઘળા લોકોને ઉદ્યાનમાં ગમનરૂપ યાત્રાનો આદેશ કર્યો. અમિતતેજ વિદ્યાધરાધિપતિની પાસે શરદઋતુની શોભાને જોવા માટે મંત્રીને મોકલ્યો. મંત્રીએ પણ જઈને વિદ્યાધર સ્વામીને વિનંતી કરી. કોઈ વ્યાપથી એ ન આવ્યો. તેથી રાજા સ્વયમેવ વિભૂતિથી ઉદ્યાનમાં જવા માટે ચાલ્યો. કેવી રીતે ચાલ્યો? આ રીતે ચાલ્યો- રણકાર કરતી મણિની ચૂડીઓવાળી સ્ત્રીઓ કરરૂપ પલ્લવોથી ચામરસમૂહો વીંઝી રહી હતી. સુરેંદ્રની જેમ સફેદ અને ચાર દાંતવાળા શ્રેષ્ઠ હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયો હતો. રણઝણ કરતા ચાલેલા શ્રેષ્ઠ લાખ જેટલા રથોથી ઘણો ધૂળસમૂહ ઉડી રહ્યો હતો. કૂદતા અનેક પ્રકારના મોટા ઘોડાઓની ખુરીઓથી પૃથ્વીતલ ખોદાઈ રહ્યું હતું =પૃથ્વીતલમાં ખાડા પડી રહ્યા હતા. હાથીઓના ઘડા જેટલા ગંડસ્થલમાંથી ઝરતા મદજળના સમૂહથી પૃથ્વીતલ સિંચાઈ રહ્યું હતું. કલકલ કરતા વિવિધ શસ્ત્રવાળા, દુર્જય એવા ક્રોડ જેટલા સુભટોથી પરિવરેલો હતો.
આ પ્રમાણે ચતુરંગ સૈન્ય અને અંતઃપુરથી પરિવરીને જતો રાજા રમતમાં બહારના ઉદ્યાનમાં પહોંચ્યો. ત્યારબાદ ત્યાં પાસે રહેલી પટ્ટમહારાણી સુતારાની સાથે ખીલેલા કમળોના વનથી શોભતા અને નિર્મલ જલસમૂહથી પૂર્ણ એવા મહાસરોવરોને જોતો તથા પ્રેમપૂર્વક પ્રિયને પ્રિયાઓથી કમલદલો અપાઈ રહ્યા હતા તેવા હંસયુગલોને જોતો, કાનને સુખ આપે તેવા સારસયુગલના ધ્વનિને સાંભળતો, આંખોને આનંદ કરનારા સપ્તછદના વનોને જોતો અને શ્રેષ્ઠ ગંધથી આકર્ષાયેલા અને અનેક તરફ (ચારેબાજુ) પરિભ્રમણ કરતા પોપટના સમુદાયોથી રમણીય શાલિક્ષેત્રોને જોતો, શાલિક્ષેત્રોનું રક્ષણ કરવામાં તત્પર ગોવાલણ લોકથી સહર્ષ મધુર કંઠથી ગવાતા અને સકલ લોકને સુખ આપનારા પોતાના
૧. પલ્લવ=નવું પાંદડું, અર્થાત્ કુંપળ. ૨. હાથી, અશ્વ રથ અને પાળા (=પગે ચાલનારા સૈનિકો) એમ સૈન્યનાં ચાર અંગો છે. ૩. સપ્તછદ વૃક્ષવિશેષ છે. ગુજરાતીમાં તેને સાતપુડાનું વૃક્ષ કહે છે. ૪. ઉચ્ચ પ્રકારના ચોખાનાં ખેતરો.