________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા-૯ સ્થાન છે. વિશેષ કહેવાથી શું? સર્વ સત્કાર્યોનો નિવાસ છે. અનાદિ-અનંત દેશ આવો હોવાના કારણે મુનિઓ ભવસ્વરૂપને ક્રોડો દુઃખોથી વ્યાપ્ત કહે છે. તે મુનિઓ જ આ દેશનું સઘળું સ્વરૂપ વિશેષથી જાણે છે. એ દેશમાં અવનિતલ નામનું નગર છે. વજની બનાવેલી વેદિકા જેવા ધૂળના કિલ્લાથી વિંટળાયેલું છે, ચારેબાજુથી સમુદ્ર જેવી ઊંડી ખાઇના ગોળાકારથી ઘેરાયેલું છે. રાજાના નિવાસ જેવા શ્વેતમહેલોની શ્રેણિઓથી શોભેલું છે. વિચિત્ર બજારના માર્ગોથી અત્યંત શોભિત છે. કેતન વગેરે અસંખ્ય ક્રોડો રત્નોથી ભરેલું છે. વિશેષ શું કહેવું? બુદ્ધિશાળી પુરુષો પૃથ્વીમાં જે કોઈ ગુણોની સંભાવના કરે છે, તે બધાય ગુણો અહીં કહેવા માટે ઇચ્છેલા નગરમાં કહેવા. તે નગરમાં અદૃષ્ટસંચય નામનો રાજા છે. તે રાજાઓને પણ રંક બનાવે છે, કોને પણ રાજા બનાવે છે. દેવોને પણ ગધેડો બનાવે છે. ગધેડાઓને પણ દેવ બનાવે છે. ચક્રવર્તીઓને પણ નારક બનાવે છે. નારકોને પણ રાજા બનાવે છે. શ્રેષ્ઠ હાથીઓને પણ કીડો બનાવે છે. કીડાઓને પણ શ્રેષ્ઠ હાથી બનાવે છે. શ્રીમંતોને પણ દરિદ્ર બનાવે છે. દરિદ્રોને પણ શ્રીમંત બનાવે છે. સુખીને પણ દુઃખી બનાવે છે. દુઃખીને પણ સુખી બનાવે છે. વિશેષ કહેવાથી શું? જેવી રીતે અચિંત્ય સામર્થ્યવાળો કર્મસંચય પ્રસિદ્ધ છે, તેવો આને પણ જાણવો. કારણ કે પરમાર્થથી બંનેનું (અષ્ટસંચય અને કર્મસંચય એ બંનેનું) એકપણું છે.
જેમ મહાદેવની પાર્વતી પત્ની છે, તેમ તે રાજાની શુભ પરિણતિ નામની રાણી છે. તે રાણી રાજાના શરીરના જમણા અર્ધભાગમાં રહે છે. તે રાણી સંપૂર્ણ ત્રણ ભુવનનું કેવલ હિત કરે છે. અનંતગુણોરૂપી રત્નોની ઉત્પત્તિ માટે રોહણભૂમિ સમાન છે. તે આ પ્રમાણે– યોગ્યતા પ્રમાણે કેટલાક જીવોનો ઈષ્ટયોગ કરે છે, અનિષ્ટવિયોગ કરે છે, સુખોને વિસ્તારે છે, દુઃખોનો નાશ કરે છે, શ્વેત કિરણો જેવો ઉજ્વળ યશ ફેલાવે છે, સઘળાં કષ્ટોથી પાર ઉતારે છે, સ્વર્ગાદિ સ્થાનોમાં ધારણ કરે છે, નરકાદિમાં જન્મને રોકે છે, સઘળા મનોરથોને પૂરે છે, શત્રુસમૂહનો નાશ કરે છે, અતિશય ખુશ થયેલી આ જ રાણી સંપૂર્ણ જગતનું આધિપત્ય પ્રાપ્ત કરાવે છે, જેથી ઇદ્ર પણ નોકરની જેમ વર્તે છે. ચક્રવર્તીઓ સેવકની જેમ રહે છે. દેવસમૂહ સૈન્યસમૂહની જેમ સાથે ચાલે છે, અષ્ટ મહાપ્રાતિહાર્ય પ્રાપ્ત કરાવે છે. અથવા વિસ્તારવાળા આ કથનથી શું? આ રાણી પુણ્યપ્રકૃતિના સમુદાય સમાન જ છે. તેથી લોકમાં જે શુભ થાય છે તે બધું તેની મહેરબાનીથી થાય છે. જેમ કામદેવની અત્યંત પ્રિય રતિ પત્ની છે. તેમ તે રાજાની બીજી પણ અશુભ પરિણતિ નામની પત્ની છે. તે રાણી રાજાના શરીરના ડાબા અર્ધભાગમાં રહે છે. તે સ્વરૂપથી ભયંકર છે, સ્વભાવથી ક્રૂર છે, હૃદયથી દુષ્ટ છે. સ્વભાવથી કૃતઘ્ન છે, પ્રવૃત્તિથી પ્રચંડ છે. વિશ્વમાં રહેલા સર્વ લોકોને પ્રતિકૂળ છે. સઘળા દોષારૂપ પથ્થરોના સમૂહની ઉત્પત્તિ માટે પર્વતના જેવી ઉ. ૮ ઉ. ૧