________________
૧૨૨- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા આ મહાપલિપતિઓથી ભય પામનારાઓએ મારું સાંનિધ્ય ક્યારેય ન છોડવું. મારા વિના આમની આગળ ઇદ્ર પણ રાંક જ છે, ત્રણભુવન પણ ઘાસ જ છે. આથી આ વનનું સ્વરૂપ સંપૂર્ણપણે કોણ પ્રગટ કરી શકે? યોગીઓ પણ તેના સ્વરૂપને જાણતા હોવા છતાં કહેવા માટે અસમર્થ છે.
આ દરમિયાન પુરંદરકુમારે વિચાર્યું અહો! ભગવંતે અંતરંગ પ્રકારથી પાંચ પ્રકારના પ્રમાદનું અને તેના સમુદાયરૂપ વનનું બહુ સારું સમર્થન કર્યું. પૂર્વે સાધુ પાસે ગયેલા મેં ક્યારેક પાંચ પ્રકારના પ્રમાદને જણાવનાર વચન સાંભળ્યું જ છે. તે આ પ્રમાણે- મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે. વળીબીજે ક્યાંક આઠ પ્રકારનો પણ પ્રમાદ મેં ક્યારેક સાંભળ્યો જ છે. તે આ પ્રમાણે- અજ્ઞાન, સંશય, મિથ્યાત્વ, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ અને ધર્મકાર્યોમાં અનાદર એમ આઠ પ્રમાદ છે. આ પ્રમાદ પણ ભગવંતે પૂર્વે “આ વનમાં અસત્યવૃત્તિ અને અનાર્યક્રિયા વગેરે નામવાળી મહાપલ્લીઓમાં” ઇત્યાદિથી જણાવ્યો જ છે. આ પ્રમાણે વિચારીને હર્ષના કારણે જેના શરીરમાં રોમાંચો પ્રગટ થયા છે એવો પુરંદરકુમાર ઘણા કાળ સુધી મસ્તકને ધુણાવતો રહ્યો. તેથી વિસ્મિતમુખવાળા વિજયરાજે કુમારનું મુખ જોઇને વિચાર્યું અહો! કુમાર આ કંઈ પણ સમ્યગૂ જાણે છે. અમે તો ભગવંતના ગંભીર વચનોના અર્થો જાણી શક્યા જ નથી. તો પણ આ ઉપદેશ થાઓ. કુમાર પણ પછી મને સઘળું સ્પષ્ટ કરશ=સમજાવશે. ત્યાં આગળ શું થયું તે ભગવંતને પૂછું એમ વિચારીને રાજાએ કહ્યું હે ભગવંત! ત્યાં આગળ શું થયું તે જણાવવા દ્વારા અમારા ઉપર કૃપા કરો. તેથી ભગવંતે કહ્યું: હે રાજન! આ કહું છું. પૂર્વે કહ્યું તેમ કહીને સમયરાજ કંઈક વિચાર કરવા લાગ્યા ત્યારે વિમલબોધના યશોનિધિ નામના ભાઇએ પૂછ્યું: હે સ્વામી! આગળ આ ઘણો કલકલ અવાજ કેમ ફેલાઈ રહ્યો છે? જેથી કાનમાં પડેલું પણ કંઈ સંભળાતું નથી. તેથી સમયરાજે કહ્યું: હે વત્સો! આગળ જેને જોવા માટે તમારો આ પ્રયત્ન છે તે મોહરૂપ મહાચોર રાજાનું સૈન્ય સંપૂર્ણ દિશાચક્રમાં ફેલાઈને આગળ રહેલું છે. તેનો જ આ કોલાહલ છે. તેથી વિમલબોધ વગેરે બધાએ જ કૌતુકપૂર્વક અને સંભ્રમસહિત કહ્યું: હે સ્વામી! બતાવો, બતાવો, તે ક્યાં છે? તેથી સમયરાજે તેમને આગળ કેટલેક દૂર લઈ જઈને તેમને જલદી સૈન્ય સામાન્યથી બતાવ્યું. વિશેષથી બતાવવાની ઇચ્છાથી કહ્યું: હે મહાનુભાવો! અનંત વૃત્તાંતોથી પરિપૂર્ણ આ મહાસૈન્યમાં આ તરફ જુઓ ક્યાંક વાજિંત્રો વાગે છે. ક્યાંક જોરથી ઢોલ વાગે છે ક્યાંક રણશીંગા ફૂંકાય છે. ક્યાંક મદિરાપાનની ગોષ્ઠિઓ વગેરેમાં મુહુરિકાઓ, ક્યાંક કિંનરિકા, કયાંક નગારાં વાગે છે. તથા ક્યાંક ઉત્સુકતાપૂર્વક ગીતો ગવાય છે.
૧. અહીં મુહુરિકા અને નિરિકા વાજિંત્ર વિશેષ છે.