________________
૨૬-અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર પણ યોગ્ય છે કે અયોગ્ય તે તમે જાણો. તેથી બાકીના મંત્રીઓએ સર્વ વિચારો કહી દીધા પછી આ સરળ મહામંત્રી શું કહેશે એમ વિસ્મય પામેલો સઘળોય રાજલોક એકચિત્તવાળો થયો. મતિસાગર મહામંત્રીએ આ પ્રમાણે કહ્યું છે લોકો! આ નૈમિત્તિકે અહીં સઘળુંય સ્પષ્ટ જ કહ્યું છે. તેના કથનને કોઈ ન સમજે તેમાં આનો શો દોષ? તેણે એમ કહ્યું છે કે પોતનપુરના અધિપતિ ઉપર વિદ્યુત્પાત થશે. પણ શ્રીવિજયરાજા ઉપર વિદ્યુત્પાત થશે એમ કહ્યું નથી. તેથી સાત દિવસ સુધી પોતનપુરના અધિપતિ તરીકે બીજા કોઈને સ્થાપવામાં આવે. ઉપવાસ અને નિયમમાં તત્પર વિજયરાજાને પૌષધશાળામાં રાખવામાં આવે. આ પ્રમાણે આ વિઘ્ન રાજાને ન આવે. મતિસાગરે આ પ્રમાણે કહ્યું એટલે નૈમિત્તિક વિચારવા લાગ્યો- અહો! આની બુદ્ધિની સૂક્ષ્મતા! અહો! વિતર્ક કરવાની શક્તિ! અહો! વસ્તુનો નિર્ણય કરવાની શક્તિ ! આ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે જ આ થાઓ. કારણ કે મેં પણ આ આપત્તિ સામાન્યથી પોતનપુરના અધિપતિની જ જોઈ છે. પણ વિશેષથી શ્રીવિજયરાજાની જોઈ નથી. ત્યારબાદ રાજાએ નૈમિત્તિકને કહ્યું: આમાં શું સત્ય છે? તમારા વડે સામાન્યથી પોતનપુરના અધિપતિની જ આપત્તિ જોવાઈ છે, પણ વિશેષથી મારી આપત્તિ જોવાઈ નથી. નૈમિત્તિકે કહ્યું આ આ પ્રમાણે જ છે. તેથી રાજાએ અને અન્ય મંત્રીઓએ વિચાર્યું અહો! આ સાચેજ મતિનો સાગર છે. કારણ કે આ વિષયમાં એણે તે કંઈક વિચાર્યું કે જે અમને ફૂરે એ તો દૂર રહો, કિંતુ મનમાં પણ યાદ આવતું જ નથી. અથવા વિષમ અવસ્થા આવી પડતાં મોટાઓની જ બુદ્ધિ સ્ફરે છે. શું રત્નો રત્નાકરને (=સમુદ્રને) છોડીને ક્યાંય ઉકરડામાં હોય છે? પછી બધાએ મતિસાગર મહામંત્રીને કહ્યું: આ યુક્ત છે. એ પ્રમાણે જ કરવામાં આવે. પછી બધા મંત્રી અને સામંતોએ ભેગા મળીને પોતનપુરના અધિપતિ રૂપે એક યક્ષની પ્રતિમાનો અભિષેક કર્યો. રાજાને મહોત્સવ કરવા પૂર્વક પૌષધશાળામાં રાખ્યા.
હવે સાતમા દિવસે સજ્જનના સઆચરણોથી દુર્જનનું મુખ કાળું થાય તેમ સહસા વાદળાઓએ સંપૂર્ણ ગગનાંગણને અંધકારવાળું કરી દીધું. પોતનપુરના અધિપતિ ઉપર ગુસ્સે થયેલો અને તેને જ ડસવાની ઇચ્છાવાળો યમ જેવી રીતે સર્પની જીવ્હાઓથી પ્રગટ થાય તેમ વિજળીઓથી પ્રગટ થયો. જેવી રીતે તુચ્છ પુરુષ દુઃખપૂર્વક ક્યાંક કંઈક દાન આપીને ( કરીને) ગળાની ગર્જના કરે તેમ સંપૂર્ણ દિશાચક્રને બહેરું કરતો મેઘ ગલગર્જના (=જોરથી અવાજ) કરવા લાગ્યો. એ પ્રમાણે બધી તરફ ચમકીને મોટા ગલગર્જિત શબ્દથી વિદ્યુતતા યક્ષના મંદિરમાં પડી અને યક્ષપ્રતિમાનો વિનાશ કર્યો. રાજા સુખપૂર્વક જીવી ગયો. નગરલોકોએ રાજાને આશીર્વાદ આપ્યા. ફરી તેનો રાજ્યાભિષેક કર્યો. સાચું નિમિત્ત કહેવાથી ખુશ થયેલા સકલ રાજલોકોએ અને ઘણા નગરજનોએ નૈમિત્તિકની ઉપર સુવર્ણવૃષ્ટિ કરી. કોઈએ મસ્તકનું આભૂષણ, કોઈએ કાનનું