________________
૪-પરાર્થસંપત્તિનો ઉપાય] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ધર્મોપદેશથી જ પરોપકાર જેવો બનવાની આપત્તિ આવે. એમ થતાં કોઈ પણ જીવ મુક્તિ માટે પ્રયત્ન પણ ન કરે. વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારો કોઈપણ જીવ સ્વગુણની હાનિ માટે પ્રયત્ન ન કરે, કિંતુ સ્વગુણની વૃદ્ધિ માટે જ પ્રયત્ન કરે. અહીં વિસ્તારથી સર્યું.
સુગતિ આપવા માટે સમર્થ હોય એવા પરમ પદાર્થોને પ્રગટ કરનારા સુદેવભવ, સુમનુષ્યભવ અને મુક્તિ એ સુગતિ છે. (જેમાં ધર્મની પ્રાપ્તિ થાય તેવો દેવભવ સુદેવભવ છે અને તેવો મનુષ્યભવ સુમનુષ્યભવ છે.) અહીં પદાર્થશબ્દથી જ્ઞાનાદિ કે જીવાદિ પદાર્થો વિવક્ષિત છે. પરમ એટલે પ્રકૃષ્ટ, આ પદાર્થો પરતીર્થિકોએ યુક્તિથી રહિત એવા પ્રકૃતિપુરુષ આદિ જે પદાર્થો કલ્પેલા છે તે પદાર્થોથી ભિન્ન હોવાથી પ્રકૃષ્ટ છે.
શ્રીવીરના “સુગતિ આપવા માટે સમર્થ હોય એવા પરમ પદાર્થોને પ્રગટ કરનારા” એવા વિશેષણથી ભગવાનની પરાર્થ સંપત્તિ જણાવી. પરાર્થ એટલે પરોપકાર. સંપત્તિ એટલે લક્ષ્મી. પરોપકાર કરવામાં ભવ્યજીવોને સુગતિની પ્રાપ્તિ કરાવવા માટે સમર્થ હોય એવા પ્રકૃષ્ટ પદાર્થોને પ્રગટ કરવા સિવાય બીજી કોઈ જ સંપત્તિ નથી. કહ્યું છે કે-“જે સદુપદેશના દાનથી અનંત દુઃખને આપનારા રાગાદિ રૂપ કલેશસમૂહથી છોડાવે છે તેનાથી બીજો કયો ઉપકારી છે?” અહીં સિદ્ધ વગેરે પદોથી સ્વાર્થ (= સ્વોપકાર) સંપત્તિ કહી છે. અસંગ વગેરે પદોથી સ્વાર્થસંપત્તિનો ઉપાય કહ્યો છે. પરાર્થસંપત્તિના ઉપાય તરીકે તો સ્વાર્થસંપત્તિ જ કહેલી જાણવી, અર્થાત્ સ્વાર્થસંપત્તિ જ પરાર્થસંપત્તિનો ઉપાય છે. કારણ કે જેનો સ્વોપકાર સિદ્ધ થયો નથી તે પરોપકાર કરવા માટે અસમર્થ છે. કહ્યું છે કે-“આ બીના સુપ્રસિદ્ધ છે કે ગુણોમાં સારી રીતે રહેલો જ બીજાઓને ગુણમાં સ્થાપે છે. જે પોતે જ પ્રવાહમાં તણાતો હોય તે બીજાને ન તારે.” [૧]
ભવ સમુદ્રમાં અતિદુર્લભ એવો મનુષ્ય જન્મ કોઈક રીતે પામીને ધીર પુરુષોએ આચરેલા પરોપકારમાં પ્રયત્ન કરવો જોઈએ. (૧) કારણ કે તીર્થકરો પણ સંસારસમુદ્રના પારને પામેલા હોવા છતાં ઉપદેશદાનથી બીજાઓ ઉપર ઉપકાર કરે છે. (૨) તેથી ધીરપુરુષોના માર્ગને અનુસરીને પોતાની શક્તિ પ્રમાણે ઉપદેશદાનથી જ પરોપકારમાં ઉદ્યમ કરો. (૩) ધર્મસંબંધી, ધનસંબંધી અને કામસંબંધી એમ ત્રણેય પ્રકારનો ઉપદેશ સંભવે છે. પણ પરહિતમાં તત્પર પુરુષોએ ધર્મસંબંધી ઉપદેશમાં જ પ્રયત્ન કરવો જોઈએ. (૪) કારણ કે હિતના અર્થીઓએ જીવોના ભવદુઃખોનો વિનાશ કરવો જોઇએ. અને પ્રાયઃ અર્થ-કામ લાખો દુઃખોનું જ મૂળ છે. (૫) અનાદિભવની વાસનાના (= સંસ્કારોના) કારણે મૂઢ જીવોની બુદ્ધિ ગુરુની અવજ્ઞા કરીને (= ગુરુના ઉપદેશવિના પણ) સ્વયં જ અર્થ-કામમાં દોડે છે. (૬) રાગાદિદોષરૂપઅગ્નિ જીવોના હૃદયમાં નિત્ય સળગી રહ્યો છે. તેમાં અર્થ-કામના ઉપદેશથી થનારી આહુતિથી તે અગ્નિ અધિક વધે