Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 392
________________ મહાવ્રતોના રક્ષણમાં] ઉપદેશમલા (પુષ્પમાલા) [દરિદ્રપુરુષની કથા-૩૭૭ દરિદ્ર પુરુષનું કથાનક કૌશાંબી નગરીમાં રહેનાર કોઈ પુરુષ બુદ્ધિ વગેરેથી નિપુણ હોવા છતાં અને (ધન મેળવવાનો) વ્યવસાય કરતો હોવા છતાં જન્મથી જ દરિદ્ર હતો. ધનવાનો કે બીજા સઘળા રાજલોકો તેનો અતિશય પરાભવ કરતા હતા. તે પેટ પણ પૂરવા માટે સમર્થ થતો નથી. તેનો સઘળોય વ્યવસાય નિષ્ફલ થાય છે કે અનર્થફલવાળો થાય છે. તેના સારા કામને કોઇ ગણતું નથી અને વિપરીત ગ્રહણ કરે છે. દીન વચન બોલે છે. પરાધીનપણે આચરણ કરે છે. ધનવાનોના ઘરમાં હલકાં કામ કરે છે. તો પણ તેને ખાવાનું પણ મળતું નથી. દીનમુખવાળો ભમે છે. સઘળી દિશાઓને શૂન્ય જુએ છે. માનવાળા લોકને જોઈને પોતાની નિંદા કરે છે. કંટાળેલો તે ઝેર આદિથી પોતાના મરણનો પણ વિચાર કરે છે. નરકથી પણ અધિક દરિદ્રતાના દુઃખને એ સહન કરે છે. હવે એકવાર ભમતો તે કોઈપણ રીતે વિદ્યામઠમાં ગયો. ત્યાં નીતિશાસ્ત્રમાં આ અર્થનું વ્યાખ્યાન થઈ રહ્યું છે– જાતિ, રૂપ અને વિદ્યા એ ત્રણેય ગુફારૂપ બખોલમાં પડો. એક ધન જ વૃદ્ધિ પામો, કે જેથી ગુણો પ્રગટ થાય. દારિયરૂપ મહા અંધકારથી ઢંકાયેલા પુરુષરૂપ રત્નો અન્ય ગુણોથી પૂર્ણ હોવા છતાં વૈભવરૂપ ઉદ્યોત વિના જણાતા નથી. લોક ધનવાનોનું ખોટું પણ સ્વજનપણું બતાવે છે, અને ધનરહિત સાચા પણ ભાઇથી લજ્જા પામે છે. જેની વિદ્યમાનતાથી અવિદ્યમાન પણ ગુણસમૂહો હોય છે અને જેના જવાથી વિદ્યમાન પણ સઘળા ગુણસમૂહો સાથે જતા રહે છે તે લક્ષ્મી જય પામો. સઘળા મનોરથોને પૂરવામાં સમર્થ અને સકલલોકમાં સાધારણ એવું ધન જેમને સ્વાધીન છે તેઓ જ જીવલોકમાં જીવે છે. દીનમનવાળો જે સર્વ દિશામંડલોને શૂન્ય જુએ છે, વૈભવરહિત દરિદ્ર છે, તે તે કાર્યોમાં કેવી રીતે જીવે? પુણ્યહીનોને ધન દુર્લભ છે. ધનહીનોને સન્માન દુર્લભ છે. સન્માનહીન મનુષ્યોને ક્ષણવાર પણ સુખ દુર્લભ છે. ધનરૂપ પ્રાણોથી મૂકાયેલા દારિયરૂપ મૃતકનો ધનવાનો અમંગલના ભયથી સ્પર્શ કરતા નથી, દૂરથી જ ત્યાગ કરે છે. તેથી પ્રયત્ન કરીને ધન મેળવો કે જેથી સકલલોકમાં અવિદ્યમાન પણ નિપુણતા વગેરે ગુણસમૂહને પામો. દરિદ્રપુરુષ એકાગ્રચિત્તથી આ બધું સાંભળીને કહે છે કે હું પણ જાત અનુભવથી પણ આ જાણું છું. પણ પ્રસન્ન થઈને તે કંઈ પણ કહો કે જેનાથી હું અધિક ધન મેળવું. હવે ઉપાધ્યાયે કહ્યું કે આ પણ શાસ્ત્રમાં કહેવાય છે. તે આ પ્રમાણેશેરડીનું ખેતર, સમુદ્રનું સેવન, યોનિપોષણ ( પશુ પાલન) અને રાજાઓની મહેરબાની ક્ષણવારમાં દારિદ્રયને હણે છે. જે મનુષ્ય જે વસ્તુને ઇચ્છે છે તે મનુષ્ય જો ઉપાયથી તે વસ્તુને મેળવવામાં પ્રવૃત્તિ કરે અને જ્યાં સુધી તે વસ્તુ ન મળે ત્યાં સુધી ક્ષણવાર પણ કંટાળે નહિ તો તે વસ્તુને મેળવે છે.

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394