________________
બ્રહ્મચર્ય વિષે]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સ્થૂલભદ્રસ્વામીની કથા-૩૫૭ કરું છું એમ કહીને ત્યાં જ ગયો અને વિચારવા લાગ્યો. ધર્મ-અર્થ-કામનું સેવન કરવું એ ગૃહવાસનું ફલ છે એમ નીતિનિપુણ પુરુષો કહે છે. આ મંત્રીપદ ત્રણેયના સમૂહને કાપી નાખે છે. તે આ પ્રમાણે- પૂર્ણ નહિ થનારા અન્ય અન્ય પાપ-આરંભમાં પ્રવર્તેલા અને માયા-ભયથી જેમનું હૃદય ઢંકાઈ ગયું છે તેવા પુરુષોને ધર્મ અને કામ ક્યાંથી હોય? જેવી રીતે જળોએ પીધેલું લોહી પછી જળોને દબાવીને કાઢવામાં આવે છે તેવી રીતે અધિકારી પુરુષોએ (પ્રજાનું) લીધેલું ધન પણ પછી અધિકારીને દબાવીને પ્રાણની સાથે લઈ લેવામાં આવે છે. તેથી પરાધીન જીવોના ગૃહવાસને તું વિડંબના જ જાણ. આથી હમણાં પરલોકના સુખને ઉત્પન્ન કરનારું વ્રતગ્રહણ કરવું એ જ મારા માટે યોગ્ય છે.
જેમનું પરલોકસંબંધી અને આ લોકસંબંધી પણ કાર્ય સિદ્ધ થતું નથી તે કુપુરુષોના દિવસો ચિંતાની પ્રધાનતાવાળા પુરુષોની જેમ (દુ:ખપૂર્વક) પસાર થાય છે.
આ પ્રમાણે વિચારીને તે ત્યાં જ પંચમુષ્ટિક લોચ કરે છે અને ઓઢેલી કંબલરત્નને કાપીને રજોહરણ કરે છે. પછી તેણે રાજાની પાસે આવીને કહ્યું: હે ઉત્તમ રાજન્! મેં આ (કદીક્ષા લેવાનું) વિચાર્યું છે. તમે પણ ધર્મથી વર્તો, અર્થાત્ તમે પણ ધર્મ કરો. રાજાએ કહ્યું: તે સારું વિચાર્યું. આ બહાનાથી કોશાવેશ્યાના ઘરે તો નહિ જાય ને? એમ વિચારીને મહેલની ઉપર રહેલો રાજા ઘરમાંથી જતા એવા તેને જુએ છે. પુદ્ગલોના ગુણોને જાણનારા તે ભગવાન દુર્ગધથી વાસિત થયેલા લોકના મડદાઓની પાસેના માર્ગમાં (નાકે કપડું બાંધવું, મોટું બગાડવું વગેરે) વિકારોને કર્યા વિના જાય છે. તેથી રાજા તેને સંવિગ્ન જાણીને શ્રીયકને મંત્રીપદે સ્થાપે છે. સ્થૂલભદ્ર સંભૂતિગુરુની પાસે દીક્ષા લે છે. સૂત્રને ભણતા તે ગીતાર્થ ઘોર તપ કરે છે. સ્થૂલભદ્ર મુનિ ક્યારેક ફરી પણ ગુરુની સાથે પાટલિપુત્ર ગયા. ત્યાં ત્રણ મુનિઓ ચોમાસામાં ક્રમશઃ સિંહની ગુફા આગળ, સર્પના બિલની આગળ અને કૂવાની પાળ આગળ કાયોત્સર્ગ કરવાનો નિયમ લે છે. મુનિવરોના પ્રભાવથી સિંહ અને સર્પ ઉપશાંત થઈ ગયા. શ્રીસ્થૂલભદ્ર પણ ચોમાસામાં કોશાવેશ્યાના ઘરે રહેવું એવો નિયમ લે છે. કોશાવેશ્યાએ સ્થૂલભદ્ર મુનિને આવતા જોયા. હૃદયમાં હર્ષ પામેલી તેણે વિચાર્યું ચોક્કસ ભોગોના વ્યસની આ પરીષહોથી પરાજિત થઈ ગયા છે. ઊભા થઈને વિનયપૂર્વક તેણે કહ્યું હે નાથ! આજે આપનું સ્વાગત કરું છું. મારે શું કરવું તેનો આદેશ કરો. મુનિએ કહ્યું: જો તને બાધા ન હોય તો હું (તારા) ઉપવનના ઘરમાં રહું. મુનિએ આ પ્રમાણે કહ્યું ત્યારે વેશ્યાએ કહ્યું: હે નાથ! આ શું? લક્ષ્મી ઘરે આવતી હોય તો શું કોઈ ઘરને આગળિયો (આગળો) આપે? અર્થાત્ આગળિયાથી ઘરને બંધ કરે? આ જન બધી રીતે આપના ચરણોનો દાસ છે. આપ, કંઈ