Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 384
________________ શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા-૩૬૯ કરીને મરીને પાંચમી નરકમાં ગયા. પછી ઘણા ભવોના અંતે તે બે એક ધનવાન પતિની પત્નીપણાને પામ્યા. બંને પુત્રવાળી થઈ. પતિનું મૃત્યુ થતાં ધનનિમિત્તે તે બેનો ઘણો ઝગડો થયો. તેમના વાદનો નિર્ણય કરવા માટે રાજા વગેરે પણ સમર્થ ન થયા. પછી એક અતિશય રોષથી શસ્ત્રોવડે પરસ્પર યુદ્ધ કરીને મરીને તે ધનને અને પુત્ર-દેહ વગેરેને મૂકીને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયા. ત્યારબાદ ઘણા ભવો પસાર થઈ ગયા પછી એક રાજાના ઘરમાં રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયા. ત્યાં પણ રાજાનું મૃત્યુ થતાં રાજ્ય માટે મહારૌદ્રધ્યાનવાળા ચિત્તથી પરસ્પર મહાયુદ્ધનો ઉદ્યમ કરીને અન્યોન્યથી હણાયેલા તે બે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા નારક થયા. પછી ફરી સંસારમાં ભમ્યા. હે રાજન! પછી પરિગ્રહ માટે ફરી પણ વિવિધ સ્થાનોમાં મારણાંતિક (=જેનાથી મૃત્યુ થાય તેવી) આપત્તિઓ પામ્યા. તે બેએ ક્યાંય પોતાનો પરિગ્રહ ભોગવ્યો નહિ. આ ભવથી પૂર્વભવમાં તેવા પ્રકારનું અજ્ઞાન કષ્ટ કરીને તું સાગર થયો છે અને કુરંગ તારો ભાઈ થયો છે. તે તારો ભાઈ હજી પણ એકવાર તને દુઃખ આપશે. હે રાજન્! તમે આરાધક છો અને ત્રીજા ભવે તમારો મોક્ષ થશે. તમારો ભાઈ તો અનંત ભવસમુદ્રમાં ભમશે. આ પ્રમાણે કેવલીએ કહેલું સાંભળીને પરમસંવેગને પામેલો રાજા પરિગ્રહની ભયંકરતાને અને ભવસ્વરૂપને વિચારવા લાગ્યો. હવે ભવરૂપ કેદખાનાથી કંટાળેલા રાજાએ કેવલીને નમીને કહ્યું: નાથ! શ્રેષ્ઠચારિત્રરૂપ વહાણ વડે દુઃખરૂપ સમુદ્રથી મારો ઉદ્ધાર કરો. કેવલીએ કહ્યું: પ્રતિબંધ ન કરો. પછી રાજાએ પોતાના હરિસિંહ નામના ભાણેજને રાજ્ય આપીને દીક્ષા લીધી. નવપૂર્વધર બન્યા. પરિગ્રહ વિષે દઢ વિરક્તચિત્તવાળા થયા. પોતાના શરીરમાં પણ સર્વ મમતાનું ત્રિવિધ પ્રત્યાખ્યાન કરીને જિનકલ્પનો સ્વીકાર કરે છે. મુહપત્તિ અને રજોહરણ એ બે જ ઉપકરણ રાખે છે. કરસંપુટમાં આહાર કરે છે. તેમણે વિચિત્ર તપોથી શરીરને સુકવી નાખ્યું. એકલા વિચરતા અને તિર્યંચ-મનુષ્ય-દેવોથી થનારા ઉપસર્ગોને સહન કરતા તે મુનિ એકવાર ગજપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. ભમતો પાપી સમરવિજય કોઈપણ રીતે ત્યાં જ આવ્યો. ધ્યાનમાં રહેલા તે સાધુને જોઈને તેનો કોપરૂપી અગ્નિ સળગ્યો. તેથી તે તલવારથી મુનિને ડોકમાં હણે છે. તેથી મુનિની બે આંખો ભમવા લાગી. મારું દુષ્કૃત મિથ્યા થાઓ એમ બોલતા તે મુનિ પૃથ્વી ઉપર પડ્યા. વિચારે છે કે હે જીવ! પૂર્વે પરિગ્રહની મૂર્છાથી યુક્ત તેં જે કર્મો કર્યા છે તે કર્મોના બાકી રહેલા આ ફળને સહન કર. હે જીવ! તે પૂર્વે ક્રૂરતાની સાથે મૈત્રી ન કરી તેથી આટલા કાળે પણ ૧. બે હાથ ભેગા કરીને ખોબા જેવો આકાર થાય તેને કરસંપુટ કહેવામાં આવે છે. આ મહાત્મા આહાર બે હાથમાં લઈને વાપરતા હતા. જે મહાત્મા તેવી લબ્ધિવાળા હોય કે જેથી તેમના હાથમાં પાણીનું એક ટીપું પણ નીચે ન પડે, તે મહાત્મા કરસંપુટમાં આહાર વાપરે.

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394