________________
૩૭૦- જૈનોએ વિશેષથી] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રાત્રિ ભોજન છોડવું જોઈએ તારાથી જિનનો ધર્મ પ્રાપ્ત કરાયો. તે ક્રૂરતાના દોષો સાંભળ્યા છે. તેથી હમણાં તેનામાં મન પણ ન કર, જેથી પ્રશમરૂપ અમૃતથી સિંચાયેલો તું જલદી મોક્ષને પામે. મેં લોભ અને પરિગ્રહની જે મૈત્રી કરી તેની હમણાં નિંદા કરું છું. જીવો ઉપર મૈત્રી થાઓ. સમરવિજય ઉપર વિશેષથી મૈત્રી થાઓ. આ પ્રમાણે ભાવના ભાવતા તે મુનિ પાપની સાથે પ્રાણથી મુક્ત થયા. સહસ્ત્રાર (આઠમ) દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. [૧૬૨]
આ પ્રમાણે કીર્તિચંદ્રરાજાનું કથાનક પૂર્ણ થયું. હવે રાત્રિભોજન વિરમણ વ્રતના પાલનનો ઉપદેશ કહે છેपच्चक्खनाणिणोऽविहु, निसि भत्तं परिहरंति वहमूलं । लोइयसिद्धतेसुऽवि, पडिसिद्धमिणं जओ भणियं ॥ १६३॥
પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ જીવઘાતનું કારણ એવા રાત્રિભોજનનો ત્યાગ કરે છે. લૌકિક સિદ્ધાંતોમાં પણ રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. કારણ કે આ (=ટીકામાં કહેવાશે તે) કહ્યું છે.
વિશેષાર્થ- પ્રત્યક્ષ જ્ઞાનીઓ- અવધિ-મન:પર્યય-કેવલરૂપજ્ઞાન જેમને હોય તે પ્રત્યક્ષ જ્ઞાનીઓ છે. કારણ કે નિશ્ચયથી આ જ ત્રણ જ્ઞાન વસ્તુને સાક્ષાત્ બતાવે છે. તેથી આ જ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે. આપણને તો વ્યવહારમાત્રથી જ ઘટ-પટ વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કારણ કે તે પ્રત્યક્ષ ઈદ્રિય દ્વારા થાય છે. ઇદ્રિય દ્વારા થતું પ્રત્યક્ષ નિશ્ચયથી પરોક્ષ છે. (ઇંદ્રિયોની સહાય વિના આત્માથી જ થતું પ્રત્યક્ષ વાસ્તવિક પ્રત્યક્ષ છે.)
આ પ્રમાણે કેવળી વગેરે પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ જીવઘાતનું કારણ હોવાથી રાત્રિભોજન કરતા નથી. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- જો કે ભોજન આદિમાં રહેલા સૂક્ષ્મશરીરવાળા પણ કુંથુઆ વગેરે જીવોને કેવળી વગેરે અંધકારમાં પણ જોઈ શકે છે, પણ તેમની હિંસાનો ત્યાગ કરવાનું અશક્ય છે. તેથી પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ રાત્રે ભોજન કરતા નથી. તો પછી જેઓ તે જીવોને જોવા માટે પણ સમર્થ નથી તે માંસચક્ષુવાળા અન્યજ્ઞાનીઓ રાત્રિભોજન સુતરા ન કરે. જૈનોના ધર્મનું મૂળ જીવદયા છે એવો અહીં ભાવ છે.
લૌકિક સિદ્ધાંતોમાં પણ રાત્રિભોજનનો નિષેધ કર્યો છે. લૌકિક સિદ્ધાંતોમાં કહ્યું છે કે-“સૂર્ય બ્રહ્મા આદિના તેજથી ઉત્પન્ન થયો છે એમ વેદના જાણકારો કહે છે. તેથી તેના કિરણોથી સ્પર્શાયેલું શુભ કર્મ આચરે, અર્થાત્ શુભ કાર્ય સૂર્યોદય પછી કરે. (૧) ઋષિઓ