Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 386
________________ જૈનોએ વિશેષથી] ઉપદેશમાલા (પુષ્પમાલા) [રાત્રિ ભોજન છોડવું જોઇએ-૩૭૧ મધ્યાહ્ન સમયે ભોજન કરે છે. દેવો પૂર્વાહ્ન સમયે(=બપોરની આગળના સમયે) ભોજન કરે છે. પિતાઓ અપરાહ્ન સમયે (બપોર પછીના સમયે) ભોજન કરે છે. દાનવો સાંજે ભોજન કરે છે. (૨) આમ ક્રમ પ્રમાણે સાંજે (=રાતે) યક્ષ-રાક્ષસો ભોજન કરે છે. સર્વસમયને ઓળંગીને રાતે કરેલું ભોજન ભોજન નથી. (૩) આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા કે દાન રાતે વિહિત નથી, ભોજન તો વિશેષથી રાતે વિહિત નથી.” (૪) આ ચારેય શ્લોક સ્ત્રી-બાલના ઉપકાર માટે પ્રાકૃત ભાષામાં બતાવ્યા. બ્રાહ્મણોની સ્મૃતિમાં તો આ જ શ્લોકોનો સંસ્કૃતમાં પાઠ છે. [૧૬૩] જો લૌકિકોએ પણ આનો નિષેધ કર્યો છે તેથી શું તે કહે છેइय अन्नाणऽवि वजं, निसिभत्तं विविहजीववहजणयं । छज्जीवहियरयाणं, विसेसओ जिणमयठियाणं ॥ १६४॥ જો પૂર્વોક્ત રીતે અજ્ઞાનીઓને પણ કીડીઓ અને પતંગીયા વગેરે જીવોના ઘાત કરનાર રાત્રિભોજન વર્ષ છે તો છ જવનિકાયોના હિતમાં રત એવા જિનમતમાં રહેલા જીવોએ તો વિશેષથી જ રાત્રિભોજન છોડવું જોઇએ. વિશેષાર્થ- અજ્ઞાની= મિથ્યાદૃષ્ટિ હોવાથી પૃથ્વીકાય આદિના સમ્યજ્ઞાનથી રહિત બ્રાહ્મણો વગેરે. હિતમાં રત- સમ્યજ્ઞાન અને રક્ષણ આદિ દ્વારા છ જવનિકાયોના હિતમાં તત્પર. (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છે પ્રકારના જીવોને “છ જીવનિકાય” કહેવામાં આવે છે.) [૧૬૪]. હવે રાત્રિભોજન કરનારાઓને આ લોકસંબંધી અને પરલોકસંબંધી અનર્થો બતાવવા માટે કહે છે इहलोयम्मिवि दोसा, रविगुत्तस्स व हवंति निसिभत्ते । परलोए सविसेसा, निद्दिट्ठा जिणवरिंदेहिं ॥ १६५॥ રાત્રિભોજનમાં આ લોકમાં પણ રવિગુપ્તની જેમ દોષો થાય છે. પરલોકમાં જિનવરેન્દ્રોએ અતિશય ઘણા દોષો કહ્યા છે. ની ઉપર આવેલ એક લોકને પિલો કરે છે. ૧. અહીં પિતા શબ્દથી પિતૃલોકને પામેલ પિતા વિવક્ષિત છે. ચંદ્રલોકની ઉપર આવેલ એક લોકને પિતૃલોક કહે છે. ૨. અહીં કોણ ક્યારે ભોજન કરે છે એમ કહેવું છે. આથી શ્લોકમાં ભક્તિ એમ ભૂતકાળનો પ્રયોગ હોવા છતાં અનુવાદમાં વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394