________________
૩૬૮- શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા 'તેજસ્વી પાડાઓના સમૂહો જોયા. રાજકુલના હાથથી (=પાસેથી) પટ્ટકથી ઘણા શુલ્કસ્થાનો ગ્રહણ કર્યા. ધન મેળવવા માટે દુકાનો કરી. અશ્વ આદિના સમૂહો બાંધ્યા. રસવાળા (દૂધ વગેરે) પદાર્થોનું અને મદ્યનું વેચાણ કરાવ્યું. દાંત, ચર્મ, નખ, કેશ (વગેરે શરીરના અંગોનો), વિષ, હળ, શાંબેલું, ખાંડણીયું, (વગેરે અધિકરણોનો), બાણ, ભાલો, બરછી, તોમર, છરો, ધનુષ્ય, તલવાર વગેરે શસ્ત્રોનો વેપાર શરૂ કર્યો. વધારે કહેવાથી શું? પ્રાયઃ લોકમાં પાપરૂપ તે ઉપાય નથી કે જે ઉપાય પાપમિત્રના સંગથી ત્યારે તે બેએ ન જ કર્યો હોય. સુખ-સંતોષથી રહિત આ બંએ મિત્રદોષથી ધર્મને સ્વપ્નમાં પણ ન જાણ્યો અને પાપભય ન થયો. પછી ઘણા પાપોથી ઘણા કાળથી અને ક્રોડો દુ:ખોથી તેમણે ક્રોડ સોનામહોર પણ પૂર્ણ કરી. પછી મિત્રથી પ્રેરાયેલ ચિત્તવાળા તેમણે ક્રોડ રત્નો મેળવવાની ઇચ્છાથી બધું ધન વહાણમાં નાખ્યું. તે વખતે તે બે વહાણ ઉપર ચઢીને રત્નવાળી પૃથ્વી તરફ ચાલ્યા. આ વખતે બહેન ક્રૂરતાએ કુરંગના કાનમાં કહ્યું સ્વાધીન પણ આ ભાગીદારને હણીને આ બધું ધન પોતાને આધીન કેમ કરતો નથી? કારણ કે ધનવાનોના બીજા પણ બંધુઓ થાય છે. નિર્ધન બંધુઓ પણ અપરાધી મનાય છે. તેથી જેટલામાં સાગર તારા ઘાતમાં ન પ્રવર્તે તેટલામાં મારા વચનથી તું જ એને મારી નાખ. ઉદ્યમ કર. દુષ્ટબુદ્ધિવાળી ક્રૂરતા ઇત્યાદિ નિત્ય જ તેને કહે છે. તેથી તે જ તેને બહુરૂપે પરિણમ્યું. હવે વહાણના અંતભાગમાં સાગરને શંકારહિત બેઠેલો જોઈને અતિશય પાપી કુરંગે તેને પાણીમાં નાખ્યો. તેથી જલથી પીડા પમાયેલ અને અશુભધ્યાનથી વ્યગ્ર બનેલ તે મરીને ત્રીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. કુરંગે પણ ક્ષણવાર રહીને માયાથી કોલાહલ કર્યો. મૃતકાર્ય કર્યા પછી હર્ષિતચિત્તથી મનોરથયુક્ત તે જેટલામાં થોડુંક દૂર ગયો તેટલામાં આજંદન કરતા અને જોતા એવા તેનું વહાણ પાપથી સ્વપુણ્યની જેમ ભયંકર પવનથી નાશ પામ્યું. સઘળો પરિવાર ડૂબી ગયો. સઘળું કરિયાણું ગયું. તે ક્યાંક પાટિયાને વળગ્યો. તેથી લાખો દુઃખોથી કદર્થના પમાડાયેલો તે ચોથા દિવસે પાણીના પારને પામ્યો. પછી કોઈ મહાનગરમાં જઈને ધન મેળવીશ અને પછી ભોગોને ભોગવીશ ઇત્યાદિ સ્વવિકલ્પોથી ક્ષણવાર તુષ્ટ થતો, ક્ષણવાર રુષ્ટ થતો, ક્ષણવાર મૂછ પામતો, ક્ષણવાર બોલતો તે વનમાં પરિભ્રમણ કરી રહ્યો છે. પછી વનમાં ક્યાંક સિંહે તેને મારી નાખ્યો. બહેનની સહાયથી યુક્ત અને રૌદ્રધ્યાનને પામેલો તે મરીને ધૂમપ્રભા નામની પાંચમી નરકમાં ગયો. હે રાજન! પછી વિવિધ ભવોમાં ભમીને અતિશય દુઃખી થયેલા તે બે કોઈપણ રીતે કર્મપ્રભાવથી અંજનપર્વતમાં સિંહરૂપે ઉત્પન્ન થયા. ત્યાં પણ એક ગુફા માટે પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા તે બે ચોથી નરકમાં ગયા. પછી સર્પ થયા. હે રાજન! ત્યાં પણ એક નિધાન માટે પરસ્પર યુદ્ધ ૧. મા = જી. મદ = પાડો.